Home /News /lifestyle /ટ્રાવેલિંગથી લઇને કોઇ પણ સમયે ઊલટી થાય તો પીઓ 'આ' શરબત, તરત રાહત થઇ જશે

ટ્રાવેલિંગથી લઇને કોઇ પણ સમયે ઊલટી થાય તો પીઓ 'આ' શરબત, તરત રાહત થઇ જશે

આ ઘરેલું ઉપાયોથી ઊલટીની સમસ્યામાંથી મેળવો રાહત

Health tips: ઘણાં લોકોને ઊલટી થવાની સમસ્યા વધારે પ્રમાણમાં રહેતી હોય છે. જો કે ઊલટી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આની કોઇ પ્રોપર દવા નથી કે જેમાંથી તમને રાહત થાય. પરંતુ કેટલાક ઘરેલું ઉપાયો તમને આ સમસ્યામાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને ઊલટી થવાની સમસ્યા હોય છે. જેમ કે ટ્રાવેલિંગ સમયે, માથું દુખે ત્યારે, સ્ટ્રેસમાં હોવ ત્યારે..આમ ઊલટી થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. જો કે ઘણાં લોકોને તો કંઇ વધારે પ્રમાણમાં જ ઊલટીની સમસ્યા રહેતી હોય છે. આ સમયે દરેક વ્યક્તિને મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ઊલટી કેમ થાય છે? એક્સપર્ટના અનુસાર ઊલટી થવાની સમસ્યા પેટ અથવા પેટ સંબંધિત સમસ્યાઓને કારણે થતી હોય છે. આ સિવાય જ્યારે તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે નાક અને કાન પર હવા, ધૂળ અને માટી પડે છે જેના કારણે નાક અને કાન બન્ને મસ્તિષ્કને અલગ-અલગ સંકેત આપે છે જેના કારણે ઊલટી થતી હોય છે. પ્રેગનન્સીના શરૂઆતના મહિનાઓમાં હોર્મોન્સ અસંતુલિતને કારણે ઊલટીની સમસ્યા થઇ શકે છે. તો જાણી લો તમે પણ ઊલટીની સમસ્યામાંથી કેવી રીતે રાહત મેળવશો.

    આ રીતે ઊલટીની સમસ્યામાંથી રાહત મેળવો



    • ઊલટીની સમસ્યામાંથી રાહત થાય એ માટે હંમેશા મસાલેદાર ભોજનથી દૂર રહો.

    • પર્યાપ્ત માત્રામાં સંતુલિત આહાર લો.

    • વધુમાં વધુ પાણી પીવો. ઘણાં લોકો ઊલટી થાય ત્યાર પછી પાણી બહુ જ ઓછુ પીતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.


    આ પણ વાંચો: બાળકોને આ રીતે ખવડાવો સાબુદાણા

    • સ્ટ્રેસ અને એન્જાયટીમાંથી રાહત મેળવવા માટે તમે મેડિટેશન અને યોગા કરો. આ યોગા તમે સરળતાથી ઘરે કરી શકો છો.

    • જો તમે રોજ મેટિટેશન કરો છો તો આ સમસ્યામાંથી તમને બહુ મોટી રાહત મળી જાય છે.

    • લીંબુ, સંતરા, મોસંબી અને આદુ જેવી વસ્તુઓને આ સમયે દૂર રાખો. અનેક લોકો એવા હોય છે જ્યારે ઊલટી થાય એ પછી આદું-લીંબુનો શરબત પીતા હોતા નથી, જો તમે આ શરબત પીવો છો તો તમને રાહત થઇ જાય છે. જો તમે શરબત પી શકતા નથી તો તમે આ વસ્તુ મોંઢામાં પણ રાખી શકો છો. આમ કરવાથી તમને આરામ મળશે. આ સાથે જ તમે લવિંગ, તજ જેવી વસ્તુ પણ મોંમા રાખી શકો છો.


    આ પણ વાંચો: ઇમ્યુનિટી બુસ્ટ કરે છે તાડનું તેલ!

    • જો તમને ઊલટી સિવાય વારંવાર ચક્કર આવે છે, પરેસેવો બહુ થાય છે, ડ્રાયનેસ રહો છો તો તરત જ ડોક્ટરને બતાવો અને એમના કહેવા મુજબ દવા લો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Home Remedies, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन