પેઢા અને સાથળની ચરબી કરશે દૂર ભુજંગાસન

આસનથી તમારા શરીરનાં મસલ્સ સ્ટ્રેચ થશે. મેટાબોલિઝમ વધશે. જેને કારણે પેઢા અને સાથળની ચરબી પણ ઉતરશે.

આસનથી તમારા શરીરનાં મસલ્સ સ્ટ્રેચ થશે. મેટાબોલિઝમ વધશે. જેને કારણે પેઢા અને સાથળની ચરબી પણ ઉતરશે.

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભુજંગ એટલે નાગ. યોગની મોટાભાગનાં આસનને પ્રાણીઓનું નામ આપવામાં આવ્યું છે. ભુજંગાસનમાં શરીરને સાની જેમ બનાવવામાં આવે છે. તેનાંથી તમારા શરીરનાં મસલ્સ સ્ટ્રેચ થશે. મેટાબોલિઝમ વધશે. જેને કારણે પેઢા અને સાથળની ચરબી પણ ઉતરશે.

  ભુજંગાસન કરવા માટે

  -પેટનાં બળે જમીન પર સીધા સુઇ ગયા. અને પછી પગને થોડા પહોળા કરી દો
  -હવે હાથને ખભા સુધી લઇ આવો અને હથેળીને જમીન પર ટેકવો
  -ઉંડા શ્વાસ લો અને પછી હાથનાં બળે ઉપર ઉઠો.
  -હવે છાતી અને પેટનાં ભાગને બને એટલું બહાર ખેચોં
  -માથુ સીધુ આકાશની તરફ રાખો.
  -શ્વાસ બહાર કાઢતાં આપ પાછા સુઇ જાઓ. અને ફરીથી આ રીતે કરો.
  -શરૂઆતમાં ત્રણથી ચાર વખત કરો. ધીરે ધીરે તેની સંખ્યા વધારો દિવસમાં દસથી પંદર વખત તમે ભુજંગાસન કરી શકો છો.  જો ફટાફટ ઉતારવું હોય વજન તો ભુજંગાસન બાદ કરો આ આસનો
  આ આસન બાદ નૌકાસન, પવન મુક્તાસન, હલાસન અને પર્વતાસન કરવામાં આવે તો આસનનો ફાયદો બમણો થઇ જાય છે

  ભુજંગાસનનાં લાભ
  1. પીઠ અને કમરનાં દર્દની સમસ્યામાં મળશે રાહત
  2. શરીર સુડોળ બનશે
  3. જો ડાયાબિટીસની સમસ્યા હોય તો તમને આ આસન ફાયદારૂપ છે
  4. અસ્થમાનાં દર્દીઓ માટે પણ આ આસન લાભકારક છે
  5. પેટ અને સાથળની ચરબી ઓછી કરશે
  6. સ્લિપ ડિસ્કની સમસ્યા હોય તો પણ આ યોગથી તમને સારા પરિણામ મળશે.
  7. જો થાઇરોડની સમસ્યા હોય તો પણ તમને રાહત મળશે.
  8. પાચનની ક્રિયામાં પણ ઉત્તમ કારગાર સાબિત થશે ભુજંગાસન
  9. ભુજંગાસન દરરોજ કરવાથી તમે તાણ મુક્ત પણ થશો.
  10. સ્ત્રીઓનાં યોની રોગની સમસ્યા પણ ભુજંગાસનથી દૂર થાય છે.

  ભુજંગાસન કરવા સમયે શું રાખશો સાવધાની

  -જો કમરનો દુખાવો રહેતો હોય તો આ આસન ન કરવું જોઇએ.
  -ગર્ભવતી મહિલાઓએ આ આસન ન કરવું જોઇએ
  -હર્નિયા કે અલસર પીડિતોએ આ આસન ન કરવું જોઇએ
  Published by:Margi Pandya
  First published: