Home /News /lifestyle /

દરરોજ એક કેળુ ખાવાનો ફાયદો જાણી લો, ક્યારેય નહીં છૂટે આ ટેવ!

દરરોજ એક કેળુ ખાવાનો ફાયદો જાણી લો, ક્યારેય નહીં છૂટે આ ટેવ!

કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે જરુરી છે. આ સિવાય તે મોતિયાથી પણ આંખને બચાવે છે

કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે જરુરી છે. આ સિવાય તે મોતિયાથી પણ આંખને બચાવે છે

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં સમયમાં જો સૌથી મોટી કોઇ સમસ્યા હોય તો તે છે હેવી સ્ટ્રેસ અને ડિપ્રેશનની. જી હાં. ઓફિસ કે ઘરનું ટેન્શન તમને વ્યાકૂળ બનાવી દે છે. પણ જો અમે તમને એક ખાસ ફળ વિશે વાત કરીએ કે જેનાં સેવનથી તમારો મૂડ ઠીક થઇ શકે છે તો કેવું..

    જી હાં. જો દરરોજ સવારે નાસ્તામાં એક કેળુ લેવાની ટેવ પાડશો તો તમે ખરેખરમાં સ્ટ્રેસ ફ્રી રહેશો. એટલું જ નહીં જો તમે સવારે કેળુ ખાશો તો વજન ઉતરશે.. વધશે નહીં. એક કેળુ ખાધા બાદ એક ગ્લાસ પાણી જરૂર પી લેવું. તમને લાંબા સમય સુધી ભુખ પણ નહીં લાગે.

    કેળામાં ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર છે. તમને ભૂખ પણ નહીં લાગે. બ્લડ શુગર લેવલ નિયંત્રણ થાય છે.

    કેળાની છાલમાં સેરોટોનિન નામનું કેમિકલ હોય છે, જે તમારા મૂડને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. યૂનિવર્સિટી ઓફ તાઈવાનમાં થયેલી એક સ્ટડી અનુસાર, જો તમે ત્રણ દિવસ સુધી બે કેળાની છાલ ખાશો તો, સેરોટોનિનનું પ્રમાણ 15 ટકા વધશે.

    -કેળાની છાલમાં રહેલા ટ્રિપ્ટોફન કેમિકલને કારણે સારી ઊંઘમાં મદદ મળે છે.
    -કેળાની છાલમાં કેળા કરતા પણ વધારે પ્રમાણમાં ફાયબર હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયબર મદદ કરે છે અને પરિણામે સ્ટ્રોક જેવી બીમારીઓનો ભય ઓછો રહે છે.
    -ફાયબરને કારણે કેળાની છાલ વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે. આ સિવાય શરીર માટે જરુરી બેક્ટેરિયાને વધારવામાં પણ મદદ કરે છે. આનાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે.
    -આંતરડામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધવાથી કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કેળાની છાલ શરીરમાં રહેલા રેડ બ્લડ સેલ્સને તૂટવાથી બચાવે છે. એક શોધમાં સામે આવ્યુ હતુ કે કાચા કેળાની છાલ આ માટે વધારે મદદરુપ બને છે.
    -કેળાની છાલમાં રહેલું લ્યુટીન તત્વ નાઈટ વિઝન માટે જરુરી છે. આ સિવાય તે મોતિયાથી પણ આંખને બચાવે છે.
    -મસા, સોરાયસિસ, ખંજવાળ આવવી, જંતુ કરડી ગયુ હોય, રેશિસ થયા હોય, વગેરે માટે કેળાની છાલ ફાયદાકારક સાબિત થાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Good for Health, કેળા

    આગામી સમાચાર