Home /News /lifestyle /Health Tips: દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

Health Tips: દરરોજ સવારે 4 પલાળેલી બદામનો નુસખો તમને બનાવશે ફિટ એન્ડ ફાઇન

પલાળેલી બદામ ખાવાનાં છે ઘણાં ફાયદા

Health Tips: મિનરલ, વિટામિન, ઝિંક અને કેલ્શિયમથી ભરપુર આ બદામ શરીર માટે કેટલી લાભકારી છે જાણીએ. તે હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે તો સાથે જ વજન ઘટાડે છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ દૂર રાખે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં વડવાઓ કહી ગયા છે કે દરરોજ સવારે નાયણા કોઠે પલાળેલી બદામ ખાવી જોઇએ. હવે જ્યારે મોટેરાઓ કહેતા હોય તો તે વાતમાં કંઇક તો દમ હોવાનો જ. પલાળેલી બદામનું નિયમિત સેવન કરવાંથી તહાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે તો સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પણ દૂર રાખે છે. ત્યારે ચાલો મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમથી ભરપુર આ બદામ શરીર માટે કેટલી લાભકારી છે જાણીએ

હાઈ બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત- પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે.

આ પણ વાંચો-Health: 1 ગ્લાસ પાણીમાં મધ-તજનો આ ઉપાય, ઉતારશે વજન અને વધારશે Immunity

કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણ- બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસો દિવસ વધી રહી છે. જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.

આ પણ વાંચો-Ginger Water: પેટની ચરબીથી માંડી હાર્ટની બીમારી દૂર કરશે આદુનું પાણી

વજન ઘટાડશે- આજના સમયમાં લોકોનુ વધતું વજન પણ માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.

હાર્ટને રાખશે હેલ્ધી- રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને પણ સ્વસ્થ બનાવી રાખી શકાય છે. જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનુ માનીએ તો બદામ એંટીઓક્સીડેંટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી- ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.
First published:

Tags: Almonds, Health Tips, Lifestyle

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો