Health tips: માત્ર કોળાના શાકમાં જ નહીં, તેના ફૂલમાં પણ છે ચમત્કારિક ગુણ, જાણો તેના ફાયદા

પ્રતિકાત્મક તસવીર

Benefits Of Pumpkin Flowers: ઘણા લોકો તો વરસાદના વાતાવરણ દરમિયાન આ ફૂલના ભજીયા તળીને ખાય છે. આ ફૂલ કોળાની જેમ જ સ્વાદથી ભરપૂર છે. સાથે જ સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે.

  • Share this:
Health tips: કોળાના સ્વાસ્થ્ય (Benefits Of Pumpkin) પર ફાયદાઓ અંગે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે તેના ફૂલથી થતા ફાયદાથી (Pumpkin Flowers benefits) વાકેફ છો? તમને જણાવી દઈએ કે, કોળાના ફૂલનો ઉપયોગ ખાવામાં પણ થાય છે. ઘણા લોકો તો વરસાદના વાતાવરણ દરમિયાન આ ફૂલના ભજીયા તળીને ખાય છે. આ ફૂલ કોળાની જેમ જ સ્વાદથી ભરપૂર છે. સાથે જ સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. કોળાના ફૂલ આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવાની સાથે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. અહીં જાણીએ કે કોળાના ફૂલ આપણા સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદો પહોંચાડે છે.

1. ખાંસી-શરદીને રાખે છે દૂર
કોળાના ફૂલમાં ભૃંપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જેના કારણે શરદી-ખાંસી થવાની સમસ્યાઓથી બચીએ છીએ. આ ઉપરાંત કોળાના ફૂલ આયર્નના અવશોષણને ઝડપી બનાવે છે. જેનાથી શરીર કોઈપણ પ્રકારના સંક્રમણથી બચાવ માટે અગાઉથી જ તૈયાર રહે છે.

2. આંખો માટે સારું છે
કોળાના ફૂલમાં વિટામિન સી ઉપરાંત વિટામિન એ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે આંખો સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તે આંખોને પ્રકાશ પરિવર્તન સાથે સમાયોજિત કરવા માટે સક્ષમ બનાવે છે અને આંખોને ભેજવાળી રાખે છે. વિટામિન એ રાત્રિની દ્રષ્ટિમાં પણ સુધાર લાવે છે, તેમજ ડ્રાય આંખોની સમસ્યા દૂર કરે છે, એટલું જ નહીં તે રતાંધળાપણાની સમસ્યામાં પણ રાહત આપે છે.

આ પણ વાંચોઃ-સુરતઃ લુખ્ખાઓના આંતકનો live video, અંગત અદાવતમાં 25થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

3. રોગપ્રતિકારક શક્તિ બનાવે છે મજબૂત
કોળાના ફૂલમાં આયરન ટી લીમ્ફોસાઈટોનો પ્રસાર અને પેથોજન્સ સામે લડતીપ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓના ઉત્પાદન જેવા ઘણા પ્રતિરક્ષા કામ માટે ઉપયોગી છે. જે કોઈપણ બીમારીમાંથી રિકવર થવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-પતિની 'ઐયાશી'થી કંટાળીને પત્નીએએ ઊંઘમાં જ પતિનું કાપી નાંખ્યું ગુપ્તાંગ, પછી કરી નાંખી હત્યા

આ પણ વાંચોઃ- ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

4. પાચનને બનાવે છે દુરુસ્ત
કોળાના ફૂલોમાં હાજર ફાઈબર ઇન્ટેસ્ટાઇનને સાફ કરે છે. સાથે જ કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો આપે છે. તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. જેનાથી વધુ પ્રમાણમાં ખાવાનું મન નથી થતું અને વજન પણ નિયંત્રિત રહે છે.5. હાડકાં માટે લાભદાયક
કોલાના ફૂલમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા તત્વો જોવા મળે છે, જે હાડકા અને દાંતો માટે સારા છે. તે શરીરના હાડકાંને મજબૂત રાખે છે. સાથે દાંત અને પેઢાના દંતવલ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતુ નથી. તેનો અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published: