Home /News /lifestyle /Blood Pressure: ઉંમર પ્રમાણે તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ? આ રહી જાણવા જેવી વાત

Blood Pressure: ઉંમર પ્રમાણે તમારું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ? આ રહી જાણવા જેવી વાત

તમારા શરીરમાં તમારી ધમની પર તમારું લોહી જેટલું દબાણ કરે છે તે દબાણના માપનને બ્લડ પ્રેશર રીડિંગ (Blood Pressure Reading) કહેવાય છે (પ્રતિકાત્મક તસવીર)

Normal Blood Pressure Numbers By Age : બ્લડ પ્રેશર સ્ત્રી(Female) અને પુરૂષ(Male)માં અલગ અલગ પ્રમાણમાં હોય છે અને તે ઉંમર સાથે વધે છે. તેથી બ્લડ પ્રેશર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવું અતિ મહત્વપૂર્ણ છે

તમારા શરીરમાં તમારી ધમની પર તમારું લોહી જેટલું દબાણ કરે છે તે દબાણના માપનને બ્લડ પ્રેશર રીડિંગ (Blood Pressure Reading) કહેવાય છે. દિવસ દરમિયાન તમારું બ્લડ પ્રેશર(Blood Pressure) અનેક વખત બદલે છે. એટલે કે જ્યારે તમે સામાન્ય સ્થિતિમાં કે ચિંતા મુક્ત અને ખુશ હશો ત્યારે તમારું બ્લડ પ્રેશર નોર્મલ (Normal Blood Pressure) રહેશે. પરંતુ જ્યારે તમે તણાવ (Tension) કે ભાગદોડમાં હશો ત્યારે તમારું બ્લડ પ્રેશર પણ વધી (High Blood Pressure) જશે. હાઈ બ્લડ લાંબાગાળે પ્રેશર હૃદય, મગજ અને આંખના નુકસાન સહિતના ગંભીર સ્વાસ્થ્ય જોખમો (Health Problems) ઊભા કરે છે. તેવી જ રીતે, લાંબાગાળે લો બ્લડ પ્રેશર સ્વાસ્થ્ય સંબંધિત જોખમો લાવે છે. સદનસીબે, હાઈ અને લો બ્લડ પ્રેશર બંનેને નિયંત્રિત કરવા માટે ઉપયોગી રીતો છે.

ઉલ્લેખનીય છે કે, બ્લડ પ્રેશર સ્ત્રી(Female) અને પુરૂષ(Male)માં અલગ અલગ પ્રમાણમાં હોય છે અને તે ઉંમર સાથે વધે છે. તેથી બ્લડ પ્રેશર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવું અતિ મહત્વપૂર્ણ છે. બ્લડ પ્રેશર રીડિંગ્સ બે સંખ્યાઓથી બનેલું છે - ઉદાહરણ તરીકે, 120/80 mm Hg. જેમાં પહેલો નંબર (120) જ્યારે તમારું હ્યદય ધબકે છે, ત્યારે તમારી ધમનીઓ પર થતા દબાણને માપે છે, જ્યારે બીજો નંબર(80) હૃદયના દરેક ધબકારા વચ્ચે તમારી ધમનીઓમાં પડતા દબાણને માપે છે. બ્લડ પ્રેશર કફનો ઉપયોગ દબાણ માપવા માટે થાય છે. બ્લડ પ્રેશરમાં વધારો થાય ત્યારે તેને "હાયપરટેન્શન" કહેવામાં આવે છે.

તમને ઉપર જણાવ્યું તેમ સ્ત્રી-પુરૂષમાં ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર અલગ હોય છે. અહીં અમે તમને સ્ત્રી-પુરૂષમાં ઉંમર પ્રમાણે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઇએ(Normal Blood Pressure According to age) તેના વિશે જણાવવા જઇ રહ્યા છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર (DBP) અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર (SBP) આ યાદીમાં શામેલ છે.

આ પણ વાંચો - બ્લડ પ્રેશર એટલે શું? સરળ શબ્દોમાં અહી સમજો

ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરૂષોમાં નોર્મલ બ્લડ પ્રેશર :

ઉંમર- 21-25
SBP- 120.5
DBP- 78.5

ઉંમર- 26-30
SBP- 119.5
DBP- 76.5

ઉંમર- 31-35
SBP- 114.5
DBP- 75.5

ઉંમર- 36-40
SBP- 120.5
DBP- 75.5

ઉંમર- 41-45
SBP- 115.5
DBP- 78.5

ઉંમર- 46-50
SBP- 119.5
DBP- 80.5

ઉંમર- 51-55
SBP- 125.5
DBP- 80.5

ઉંમર- 56-60
SBP- 129.5
DBP- 79.5

ઉંમર- 61-65
SBP- 143.5
DBP- 76.5

મહિલાઓ

ઉંમર- 21-25
SBP- 115.5
DBP- 70.5

ઉંમર- 26-30
SBP- 113.5
DBP- 71.5

ઉંમર- 31-35
SBP- 110.5
DBP- 72.5

ઉંમર- 36-40
SBP- 112.5
DBP- 74.5

ઉંમર- 41-45
SBP- 116.5
DBP- 73.5

ઉંમર- 46-50
SBP- 124
DBP- 78.5

ઉંમર- 51-55
SBP- 122.55
DBP- 74.5

ઉંમર- 56-60
SBP- 132.5
DBP- 78.5

ઉંમર- 61-65
SBP- 130.5
DBP- 77.5

શું છે આ બ્લડ પ્રેશર નંબરનો અર્થ?

જેમ તમને ઉપર જણાવ્યું તે તમારું બ્લડ પ્રેશર બે નંબર સાથે દર્શાવવામાં આવે છે. જેમાં પહેલો નંબર તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર દર્શાવે છે. જ્યારે બીજો નંબર ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર દર્શાવે છે.

લેટિન ભાષામાં સિસ્ટોલિકનો અર્થ થાય છે સંકોચન. તમારું સિસ્ટોલિક બ્લડ પ્રેશર એ સૌથી વધુ બ્લડ પ્રેશર છે. જ્યારે તમારું હૃદય ધબકે છે (એટલે કે સંકુચિત થાય છે) અને રક્તવાહિનીઓ પર દબાણ કરે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.

જ્યારે ડાયાસ્ટોલિક શબ્દનો અર્થ લેટિન ભાષામાં ડાઇલેટ થાય છે. તમારું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એ તમારી રક્તવાહિનીઓ પરનું સૌથી ઓછું બ્લડ પ્રેશર છે, જ્યારે તમારું હૃદય ધબકારા વચ્ચે આરામ કરે છે ત્યારે આવું જોવા મળે છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર કફ વડે કરવામાં આવેલા માપ સાથે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર રેકોર્ડ કરવા સરળ હોય છે. બ્લડ પ્રેશર માપન mm Hgમાં સિસ્ટોલિક દબાણ/ડાયાસ્ટોલિક દબાણ તરીકે નોંધવામાં આવે છે.
હાઇ બ્લડ પ્રેશરના કારણો અને લક્ષણો

એલિવેટેડ બ્લડ પ્રેશર તમારી ઉંમર સાથે ક્રોનિક હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાથી આ જોખમ ઘટાડવામાં મદદ મળે છે. અમુખ ખાસ કારણોસર તમને બ્લડ પ્રેશરની તકલીફ થવાનું જોખમ પણ રહે છે. કેટલાક કારણો નીચે દર્શાવ્યા છે.

વારસાગત
હાઇ સોડિયમ, લો-પોટેશિયમ યુક્ત ડાયટ
કસરતનો અભાવ
આલ્કોહોલ અને તમાકુનું સેવન

હાઇ બ્લડ પ્રેશરના લક્ષણો

તમને હાઈ બ્લડ પ્રેશર છે કે કેમ તે જાણવા માટેનો એકમાત્ર રસ્તો છે નર્સ અથવા ડૉક્ટર પાસે તેનું માપન કરાવવું. આ ઉપરાંત ઘરે પણ બ્લડ પ્રેશર માપવાથી તમે સ્ટેટસ જાણી શકો છો. મોટાભાગે હાઈ બ્લડ પ્રેશર "સાઇલન્ટ" હોય છે, એટલે કે સીડીસીના જણાવ્યા મુજબ, તમને અગાઉ ચેતવણી આપવા માટે તેના અન્ય કોઈ લક્ષણો નથી.

લો બ્લડ પ્રેશર થવા માટેના કારણો અને લક્ષણો

લો બ્લડ પ્રેશર (હાયપોટેન્શન) સામાન્ય રીતે 90/60 mm Hg (અથવા નીચે) માપવામાં આવે છે. કેટલાક લોકોને હંમેશા લો બ્લડ પ્રેશર હોય છે, તેથી તે દરેક વ્યક્તિ પર આધાર રાખે છે. જો કે, બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થવો તે વધુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. નીચેના કારણોસર લો બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે.

દવાઓ
રક્તસ્ત્રાવ
ઉંમર
ડિહાઇડ્રેશન
ગર્ભાવસ્થા
ડાયાબિટીસ
હ્યદય સંબંધિત સમસ્યાઓ

લો બ્લડ પ્રેશરના લક્ષણો

લો બ્લડ પ્રેશરના પણ ચોક્કસ લક્ષણો નથા. પરંતુ લોકોને અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે. જેમ કે, ચક્કર આવવા, બેભાન થઇ જવું, પડી જવું, થાક, નબળાઇ, માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુ:ખાવો અને ઉબકા આવવા જેવા લક્ષણો અનુભવાય તો તાત્કાલિક ડોક્ટર પાસે તપાસ કરાવવી હિતાવહ છે.
First published:

Tags: Blood pressure, Health Tips, Lifestyle

विज्ञापन