30 વર્ષ બાદ ચહેરાનું સૌથી વધુ ધ્યાન રાખવું જરૂરી, આ સ્કીન કેર ટિપ્સ ફોલો કરવી જરૂરી

30ની ઉંમર પછી તમારે ત્વચા માટે સીરમનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ (પ્રતિકાત્મક તસવીર)

Health Tips- આજના સમયમાં લોકોની લાઈફ (Life)ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે અને કોઈ પોતાના માટે સમય પણ કાઢી શકતું નથી. આ કારણોસર સ્વાસ્થ્યની (Health)અનેક સમસ્યા થઈ શકે છે

  • Share this:
Men Skin Care Routine: આજના સમયમાં લોકોની લાઈફ (Life)ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે અને કોઈ પોતાના માટે સમય પણ કાઢી શકતું નથી. આ કારણોસર સ્વાસ્થ્યની (Health)અનેક સમસ્યા થઈ શકે છે. 30 અને 40 ની ઉંમરે ચહેરા પર આ પ્રકારની સમસ્યા વધુ જોવા મળે છે. 30ની ઉંમરે ચહેરા પરનો નેચરલ ગ્લો ગાયબ થવા લાગે છે. આ ઉંમરે ચહેરાનું સૌથી વધુ ધ્યાન રાખવું જરૂરી છે. સ્કિન કેયર રુટીન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેની મદદથી ત્વચા હેલ્ધી રહે છે અને ગ્લો પણ કરે છે. મહિલાઓ સૌથી વધુ સ્કીન કેર રુટીન (skin care routine)ફોલો કરે છે. જ્યારે પુરુષો સ્કીન કેર રુટીનને ફોલો કરવામાં મહિલાઓ કરતા પાછળ છે. જેથી પુરુષો સ્કીન કેર કેવી રીતે કરી શકે છે તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

સવારે ઉઠતાં જ ચહેરાની કેર કરો

સવારે ઉઠવાની સાથે જ સ્કીન કેરની શરૂઆત થાય છે. આખી રાતમાં ત્વચા પર સીબમ જમા થઈ જાય છે. જેના કારણે ત્વચા ઓઈલી લાગવા લાગે છે. આ કારણોસર સવારે ઉઠીને તરત સૌથી પહેલા ક્લીન્ઝરથી ચહેરો ધોઈ લો અને ટોનર લગાવો.

હેલ્ધી ત્વચા માટે સીરમનો ઉપયોગ કરો

30ની ઉંમર પછી તમારે ત્વચા માટે સીરમનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ. 30 બાદ ત્વચાની ચમક ઓછી થવા લાગે છે, આ કારણોસર ત્યારે સીરમનો ઉપયોગ કરવો જરૂરી છે. આ કારણોસર ગ્લોઈંગ ચહેરા માટે એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર સીરમનો ઉપયોગ કરવો જોઈએ. તમે વિટામીન સી સીરમ અથવા રેટીનોલનો ઉપયોગ કરી શકો છો. ટોનર કર્યા બાદ મોઈશ્ચરાઈઝર લગાવી લો. તેનો ઉપયોગ પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો - Kitchen Hacks: તહેવારોમાં નકલી મીઠાઈથી બચો, આવી રીતે કરો અસલીની ઓળખ

મોઈશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે

ક્લીન્ઝર અથવા ફેસવોશથી ચહેરો ધોવાથી ત્વચા રૂક્ષ થઈ જાય છે. આ કારણોસર ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવું જરૂરી છે, જેનાથી ત્વચા કોમળ રહે છે. તમારી ત્વચાના ટોન અનુસાર મોઈશ્ચરાઈઝરની પસંદગી કરવી જોઈએ.

સનસ્ક્રીન જરૂરથી લગાવવી જોઈએ

સ્કિન કેર રૂટીન માટે સનસ્ક્રીન જરૂરી છે. તમે ઘરે જ રહો તેમ છતાં ત્વચા પર સનસ્ક્રીન લગાવવી જરૂરી છે. સનસ્ક્રીન લગાવવાથી ત્વચાને સૂરજના હાનિકારક કિરણો સામે રક્ષણ મળે છે. જેના કારણે નાની ઉંમરે ત્વચા પર કરચલી, કાળા ધબ્બા, મેલેઝ્મા અને સ્કીન કેન્સર પણ થઈ શકે છે. સનસ્ક્રીનનો SPF ઓછામાં ઓછો 30 અથવા તેનાથી વધુ હોવો જોઈએ. જો તમે ઘરેથી બહાર નીકળી રહ્યા છો, તો તમે 2-3 કલાકમાં સનસ્ક્રીન ફરીથી લગાવવી જોઈએ. જેનાથી નાની ઉંમરે ત્વચા પર કરચલી વળતી નથી, કાળા ધબ્બા થતા નથી.

માસ્ક અપ

ઓઈલ પ્રોટેક્શન ક્લે માસ્ક અપ લગાવવાથી ચહેરાની ત્વચા પર ગ્લો આવે છે. ક્લે માં યોગ્ય માત્રામાં ઓક્સિજન ઈનડ્યૂસ્ડ પાર્ટિકલ્સ અને એક્ટીવ ચારકોલ હોય છે. જે ડેડ સ્કીનના છિદ્રોને સાફ કરશે અને પુરુષોના ચહેરાની ત્વચાને ઓક્સીજન મોલેક્યૂલ્સ પ્રદાન કરશે. ક્લેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ તમારી ત્વચાને કોઈપણ ઈન્ફેક્શન સામે રક્ષણ આપશે.

વાઈપ્સ

બેગમાં વાઈપ્સ હોવા ખૂબ જ જરૂરી છે. ગરમીમાં અથવા વરસાદમાં વાઈપ્સથી તમે તમારો ચહેરો સાફ કરી શકો છો. ચહેરો સાફ કર્યા બાદ તમે ખૂબ જ ફ્રેશ ફીલ કરશો. વાઈપ્સ તમારા ચહેરા પરની ગંદકીને સાફ કરી દે છે.

હેલ્ધી લાઈફસ્ટાઈલ

30 ની ઉંમર બાદ હેલ્ધી ત્વચા માટે લાઈફસ્ટાઈલ પણ હેલ્ધી હોવી જરૂરી છે. નિયમિત વર્કઆઉટ, પોષણયુક્ત ભોજન, યોગ્ય ઊંઘ લેવી પણ જરૂરી છે. જેની સીધી અસર તમારી ત્વચા પર થાય છે.

નોંધ- આ લેખમાં આપવામાં આવેલ માહિતી સામાન્ય સૂચનાઓ પર આધારિત છે. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.
First published: