Health tips: સ્વાસ્થ્ય માટે કઇ રીતે ફાયદાકારક છે ખાલી પેટે લીંબુ પાણી પીવું

લિંબુ પાણીના ફાયદા

Health tips: પાચન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં લીંબુ પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ અને પિત્ત સિક્રેશનના પ્રોડક્શનને સારું બનાવે છે, જેના કારણે ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે.

  • Share this:
લીંબુ (Lemon)નો વપરાશ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઇએ છીએ. તે ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય (Health) માટે પણ ખૂબ ફાયદાકારક છે. આવું એટલા માટે કારણ કે લીંબુમાં વિટામીન સી, ઈ, બી-6, થિયામિન, નિયાસિન, રિબોફ્લોવિન અને ફોલેટ જેવા ઘણા પોષકતત્વો રહેલા છે, જે સ્વાસ્તથ માટે ફાયદાકારક છે. પરંતુ તેનું સેવન જો રોજ સવારે ખાલી પેટ (Empty Stomach) લીંબુ પાણી સ્વરૂપે કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડે છે. આવો જાણીએ કે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી સ્વાસ્થ્યને કેવા પ્રકારના ફાયદાઓ થાય છે.

પાચનક્રિયા સ્વસ્થ રાખે છે
પાચન સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં લીંબુ પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ અને પિત્ત સિક્રેશનના પ્રોડક્શનને સારું બનાવે છે, જેના કારણે ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં લીંબુ પાણી ખૂબ મદદરૂપ બને છે. તેમાં રહેલા વિટામીન સી અને પોટેશિયમ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. ખાલી પેટે લીંબુ પાણી પીવાથી શરીરમાં પોષક તત્વો સરળતાથી અવશોષિત થાય છે. જેના કારણે બીમાર પડવાની શક્યતાઓ ઘટે છે.

બ્લડ પ્રેશર કરે છે કંટ્રોલ
ખાલી પેટ લીંબુ પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં પ્રચૂર પ્રમાણમાં સિટ્રસ એસિડ અને વિટામીન સી હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા નીભાવે છે.

આ પણ વાંચોઃ-વજન ઘટાડવા ભૂખ્યા ન રહો, સવારના નાસ્તામાં આ 5 ફૂડનું કોમ્બિનેશન ઘટાડશે શરીરની ચરબી

વજન ઘટાડવામાં મદદરૂપ
વજન ઘટાડવા માટે ખાલી પેટ લીંબુ પાણીનું સેવન કરવાથી મદદ મળે છે. તે મેટાબોલિઝમને વધારે છે અને ફેટ બર્ન કરે છે. તેની સાથે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે, જેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

શરીરને રાખે છે હાઇડ્રેટ
લીંબુ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરમાં પાણીની કમી થતી નથી. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ હોય છે, જે શરીરને ગરમીથી બચાવવામાં અને પાણીની કમીને પૂરી કરવામાં મદદરૂપ બને છે.

આ પણ વાંચોઃ-Mango Day 2021: જાણો દુનિયાની સૌથી મોંઘી કેરી મિયાઝાકી વિશેની કેટલીક રસપ્રદ વાતો

ત્વચાને રાખશે હેલ્થી
લીંબુ પાણીનું સેવન કરવાથી ત્વચા પણ હેલ્થી રહે છે. તેમાં રહેલ વિટામિન સી કોલેજન ફોર્મેશન માટે ખૂબ સારું માનવામાં આવે છે, જે સ્કિનને હેલ્થી અને ચમકદાર રાખે છે.

લિવરને સ્વસ્થ રાખશે
લીંબુ પાણીના સેવનથી લિવરનું સ્વાસ્થ્ય પણ જાળવી શકાય છે. તેનાથી લિવર સાફ રહે છે અને સાથે જ લિવરની એનર્જી રિસ્ટોર થાય છે, તેથી તે આખી રાત એક્ટિવ રહે છે.
First published: