Home /News /lifestyle /Lady finger benefits: પોષકતત્વોનું પાવરહાઉસ છે ભીંડા, આટ આટલી સમસ્યાથી રાખે છે દૂર
Lady finger benefits: પોષકતત્વોનું પાવરહાઉસ છે ભીંડા, આટ આટલી સમસ્યાથી રાખે છે દૂર
ભીંડા ખાવાના ફાયદા, પ્રતિકાત્મક તસવીર
health tips: જો ભીંડાનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધશે અને હૃદય પણ તંદુરસ્ત રહેશે. ભીંડામાં રહેલા વિટામિન સી, વિટામિન ઈ અને ઝિન્ક આપણી આંખોની રોશની વધારે છે. ભીંડાનું વહેલી સવારે સેવન કરવામાં આવે તો બ્લડ સુગર નોર્મલ રહે છે.
health tips: ઘણા લોકોને ભીંડા ખાવાનું પસંદ નથી. ભીંડા શબ્દ સાંભળતા જ તેમનું મોઢું બગડી જાય છે. પરંતુ ભીંડાના ગુણ અંગે જો તેઓને ખ્યાલ આવી જાય તો, તેઓ ભીંડા ખાવાનું શરૂ કરી દે. સામાન્ય રીતે ભીંડાને પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. ભીંડાનું સેવન કરવાથી કબજિયાત અને ડાયાબિટીસમાં રાહત મળે છે.
વનએમજીના મત મુજબ, જો ભીંડાનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધશે અને હૃદય પણ તંદુરસ્ત રહેશે. ભીંડામાં રહેલા વિટામિન સી, વિટામિન ઈ અને ઝિન્ક આપણી આંખોની રોશની વધારે છે. ભીંડાનું વહેલી સવારે સેવન કરવામાં આવે તો બ્લડ સુગર નોર્મલ રહે છે, તેવું આયુર્વેદમાં માનવામાં આવે છે. આ ઉપરાંત ભીંડા કિડનીને પણ હેલ્ધી રાખે છે. તો ચાલો આપણે આજે ભીંડા ખાવાના ફાયદા જાણીએ.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ભીંડામાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. એન્ટી ઓક્સિડેન્ટ શરીરને ઘણી પ્રકારની સમસ્યાઓથી બચાવે છે. તેનું સેવન કરવાથી કોલીન કેન્સર થતું નથી અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે. શરીરમાં રહેલા ટોક્સિકને બહાર કાઢવા માટે પણ ભીંડા મહત્વપૂર્ણ ફાળો આપે છે.
હૃદય તંદુરસ્ત રાખે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ભીંડામાં રહેલા પૈકટિન મદદ કરે છે. ભીંડામાં દ્રાવ્ય ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે બ્લડમાં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે. પરિણામે હૃદય પણ તંદુરસ્ત રહે છે. હૃદય સંબંધિત બીમારીઓ થવાની સંભાવના ઘટી જાય છે.
એનિમિયામાં રાહત ભીંડામાં રહેલું આયરન હિમોગ્લોબિનનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે અયરનના કારણે એનિમિયા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ભીંડામાં રહેલું વિટામિન કે રક્તસ્રાવને રોકવાનું કામ કરે છે.
પાચનતંત્ર માટે ફાયદાકારક ભીંડામાં રહેલા ફાઇબર પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી પેટ ફૂલી જવું, કબજિયાત, દુ:ખાવો કે ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
હાડકા મજબૂત બનાવે છે ભીંડા હાડકા માટે ખૂબ ઉપયોગી હોય છે. તેમાં રહેલું વિટામિન કે હાડકા બનાવવામાં સહાયક ભૂમિકા ભજવે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે ભીંડામાં વિટામીન-સી અને એન્ટિઓક્સિડન્ટ તત્વો ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી શરીરમાં બીમારીઓથી લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાઓ ભાગે છે.
" isDesktop="true" id="1111383" >
આંખોનું તેજ વધારે છે ભીંડામાં રહેલા વિટામિન એ, બિટા કેરોટિન અને એન્ટિઓક્સિડન્ટ સેલ્યુલર ચયાપાચનના કારણે અસ્તિત્વમાં આવેલા મુક્ત કણોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. આ કણો અંધાપા માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત ભીંડાના કારણે મોતિયો પણ થતો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર