Health tips: કાળા ચણા ખાવાના ફાયદા હજાર: વજન ઘટાડવાથી લઈ ડાયાબિટીસને કરે છે નિયંત્રિત

પ્રતિકાત્મક તસવીર

Black chickpeas health benefits: કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં તમામ પ્રકારના વિટામીન જોવા મળે છે. ફોસ્ફરસ અને પોટેશિયમ પણ કાળા ચણામાં મળે છે.

  • Share this:
Health desk: કાળા ચણાને (Black chickpeas) આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક (Black chickpeas health benefits) ગણવામાં આવે છે. કાળા ચણામાં કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં તમામ પ્રકારના વિટામીન જોવા મળે છે. ફોસ્ફરસ અને પોટેશિયમ પણ કાળા ચણામાં મળે છે. આ તમામ ગુણના કારણે જો કોઈ વ્યક્તિ કાળા ચણાને સવારના નાસ્તાના રૂપે ખાય તો શરીર મજબૂત રહેવાની સાથે મગજ, હૃદય અને ત્વચાની સારી સંભાળ લઈ શકાય છે. ચાલો કાળા ચણા ખાવાના ફાયદા અંગે જાણીએ.

ડાયાબિટીસમાં રાહત
ડાયાબિટીસના દર્દીઓ માટે કાળા ચણા સુપરફૂડ સમાન છે. એક મુઠ્ઠી ચણામાં 13 ગ્રામ ડાયટરી ફાઇબર હોય છે. જે બ્લડમાં સુગરનું સ્તર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એક બંને ફાયબર હોય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે દરરોજ કાળા ચણાનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડે
ચણામાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાનો ગુણ પણ હોય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલ કરી લેવાય તો, વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેમાં રહેલા ફાઇબર પોષકતત્વ આપીને વજન ઘટાડે છે. તેનો ઉપયોગ તમે સલાડ તરીકે કરી શકો છો.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

હૃદય રોગને દૂર રાખે
કાળા ચણામાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ બહોળું હોય છે. જે આપણા હૃદયને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં રહેલુ ફાઇબર કોલેસ્ટરોલ ઘટાડે છે. પરિણામે હૃદયનું આરોગ્ય સારું રહે છે.

કબજિયાત દૂર કરે
ચણામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તે પચવામાં પણ સરળ હોય છે. નિયમિત રીતે રાતે ચણા પલાળીને સવારે મીઠું, જીરા પાવડર અને લીંબુનો રસ નાખીને ખાવાથી તેનો સ્વાદ વધશે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળી જશે.
First published: