Home /News /lifestyle /

Health Tips: આ 5 ફળોને ફ્રીજમાં રાખવાથી તમામ પૌષ્ટિક તત્વો પામે છે નાશ, જાણો કયા છે આ ફળ ?

Health Tips: આ 5 ફળોને ફ્રીજમાં રાખવાથી તમામ પૌષ્ટિક તત્વો પામે છે નાશ, જાણો કયા છે આ ફળ ?

Health Tips: આ 5 ફળોને ફ્રીજમાં રાખવાથી તમામ પૌષ્ટિક તત્વો પામે છે નાશ, જાણો કયા છે આ ફળ ?

Do Not Store Fruits In Fridge: આપણે એક સામાન્ય માન્યતા છે કે ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહે છે અને બગડશે નહીં, પરંતુ આપણી આ તમારી ખોટી માન્યતા હોઈ શકે છે. વાસ્તવમાં કેટલાક ફળ એવા હોય છે, જેને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

વધુ જુઓ ...
  Do Not Store Fruits In Fridge : ઉનાળાના આગમન સાથે ફ્રીજનો ઉપયોગ વધી જાય છે. લોકો વિચાર્યા વગર તમામ ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખે છે. તાજા ફળો અને શાકભાજી ખાવાને હંમેશા પોષણથી ભરપૂર માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે અને તે પચવામાં પણ સરળ છે, તમને લાગતું હશે કે ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહેશે અને બગડશે નહીં, પરંતુ આ તમારી ખોટી માન્યતા હોઈ શકે છે. વાસ્તવમાં કેટલાક ફળ એવા હોય છે, જેને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. marthastivert.com માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કેટલાક તાજા ફળોને ફ્રિજમાં રાખવાથી ન માત્ર તેમના પોષણ મૂલ્યમાં ઘટાડો થાય છે, તે સ્વાસ્થ્ય માટે ઝેરી પણ બને છે. ચાલો જાણીએ કે કયા ફળોને ફ્રીજમાં રાખવાથી નુકસાન થઈ શકે છે.

  કેળા (Banana)


  જો તમે કેળાને ફ્રિજમાં રાખો છો તો તે ઝડપથી બગડી શકે છે અને કાળા પડી જાય છે. તમને જણાવી દઈએ કે કેળાની દાંડીમાંથી ઈથિલિન ગેસ નીકળે છે, જે ફ્રિજમાં રાખેલા અન્ય ફળોને પણ ઝડપથી પકાવીને બગાડી શકે છે.

  આ પણ વાંચો: Fat loss: 100 કિલોની મહિલાએ બિસ્કિટ, ઘી-બટર ખાઈને પણ ઉતાર્યું 40 કિલો વજન

  કેરી (Mango)


  ઉનાળામાં ઠંડી કેરી ખાવાનું દરેકને પસંદ હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે કેરીને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખો છો તો તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ઓછા થઈ જાય છે અને પોષણ મૂલ્ય પણ ઘટી જાય છે.

  તરબૂચ (Watermelon)


  ઉનાળાની ઋતુમાં તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જેને ઉનાળાનો શ્રેષ્ઠ ખોરાક કહેવામાં આવે છે. જો તમે તેને ધોઈને આ રીતે ખાશો તો તે વધુ સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ ઘણા ઘરોમાં લોકો તેને કાપીને ફ્રીજમાં રાખે છે, જેનાથી તેના એન્ટીઓક્સીડેન્ટ ઓછા થઈ જાય છે. જો તમે ખાવાના અડધા કલાક પહેલા તેને ફ્રીજમાં રાખો અને ખાઓ તો સારું રહેશે.

  સફરજન (apple)


  બજારમાં સફરજન મોંઘા મળે છે, તેથી લોકો તેને ખરીદે છે અને બગાડથી બચવા માટે તેને ફ્રીજમાં સ્ટોર કરે છે. આમ કરવાથી ભલે લાંબો સમય સફરજન બગડતું નથી, પરંતુ તેનો સ્વાદ અને પોષણ બંને ઘટી જાય છે.

  આ પણ વાંચો: Health Tips: બદામને મધમાં મિક્સ કરીને ખાવાથી મળે છે આ અદ્ભુત ફાયદા, ઘણી સમસ્યાઓ થાય છે દૂર

  લીચી


  જો તમે લીચીને ફ્રીજમાં રાખવાનું વિચારી રહ્યા છો તો અમે તમને જણાવી દઈએ કે લીચીને લાંબા સમય સુધી ફ્રીજમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી લીચી અંદરથી ઓગળવા લાગે છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય, ખોરાક

  આગામી સમાચાર