Home /News /lifestyle /હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા જીમમાં ક્યારે ના કરો આ ભૂલો     

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટથી બચવા જીમમાં ક્યારે ના કરો આ ભૂલો     

જીમ કરતી વખતે આ ધ્યાન રાખો

Heart Disease Prevention Tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો જીમમાં એક્સેસાઇઝ કરવા માટે જતા હોય છે. જીમમાં એક્સેસાઇઝ કરવાની એક મજા હોય છે એ વાત સાચી, પરંતુ તમને જણાવી દઇએ જીમમાં કસરત કરતા પહેલાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.  

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આ દિવસોમાં અચાનક હાર્ટ એટેક અને સડન કાર્ડિયાક અરેસ્ટના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. આ આંકડાઓ ચિંતા અપાવે છે કારણકે યુવાઓ સૌથી વધારે આની ઝપેટમાં આવી રહ્યા છે. 30 થી 50 વર્ષ સુધીના લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકને કારણે વધારે મૃત્યુ પામી રહ્યા છે. ઘણાં એવા પણ કેસ સામે આવી રહ્યા છે જેમાં કોઇ સ્વાસ્થ વ્યક્તિ જીમ કરતી વખતે તેમજ ડાન્સ કરતી વખતે અચાનક કાર્ડિયાક અરેસ્ટનો શિકાર બની રહ્યા છે. આ પાછળ અનેક કારણો હોઇ શકે છે. આમ, જો તમારી ઉંમર 35 વર્ષથી વધારે છે અને તમે જીમમાં જાવો છો તો ખાસ કરીને આ ધ્યાન આપો. આ બાબતોને ફોલો કરીને તમે હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓના ખતરાથી બચી શકો છો.

    આ પણ વાંચો: બાળકોને સુપર સ્માર્ટ બનાવવા ફોલો કરો આ ટિપ્સ

    જિમ કરતા પહેલા આ ધ્યાન રાખો


    ડોક્ટરની સલાહ લો


    આપણે બધા જાણીએ છીએ કે નિયમિત રીતે એક્સાઇઝ કરવાથી આપણાં શરીરની સાથે મન પણ સ્વસ્થ રહે છે. હેલ્થલાઇન અનુસાર રોજ એક્સેસાઇઝ કરવાથી હાર્ટને લગતી બીમારીઓથી તમે બચી શકો છો. તમે મેડિકલી ફિટ નથી તો તમારે પહેલાં અવશ્ય ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તમારા ડોક્ટરે તમને હાર્ટ ડિસીઝને લઇને કોઇ સલાહ આપી છે તો તમારે એ અનુસાર જીમ કરવું જોઇએ.

    અચાનક ભારે એક્સેસાઇઝ ના કરો


    તમે લાંબા સમયથી વર્કઆઉટ કરી રહ્યા નથી તો તમે ખાસ કરીને અચાનક હેવી એટલે કે ભારે એક્સેસાઇઝ કરવાનું ટાળો. આમ કરવાથી હાર્ટને લગતી અનેક બીમારીઓમાં તમે સપડાઇ શકો છો. આ માટે અચાનક ભારે એક્સેસાઇઝ કરવાનું ટાળો.

    આ પણ વાંચો: શિયાળામાં મહિલાઓ આ વસ્તુઓ ખાવાનું ટાળો

    નોર્મલ એક્સેસાઇઝથી શરૂઆત કરો


    બધા લોકોની હેલ્થ કન્ડિશન એક જેવી હોતી નથી એવામાં તમે કોઇ પણ પ્રકારની એક્સેસાઇઝ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં ડોક્ટરની સલાહ લો. ડોક્ટરની સલાહ પ્રમાણે તમે એક્સેસાઇઝ કરો છો તો હેલ્થને નુકસાન થતુ નથી.


    બોડી ચેક અપ કરાવી લો


    તમે જીમ જોઇન્ટ કરી રહ્યા છો તો ખાસ કરીને પહેલાં બોડી ચેક અપ કરાવી લો. બોડી ચેક અપમાં તમને કોઇ પ્રોબ્લેમ્સ આવે છે તો એની તમને જાણ થાય છે અને તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.










    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Heart attack, Life style

    विज्ञापन
    विज्ञापन