Health tips: અનેક સમસ્યા દૂર કરવામાં ઈસબગુલ લાભદાયી, જાણો તેના અનેક ફાયદાઓ

ઈશબગુલના ફાયદા- પ્રતિકાત્મક તસવીર

Health tips, isabgol benefits: ઈસબગુલ પેટમાં આંટીઓ અને ડાયેરિયાની સમસ્યાની સાથે સાથે સ્વાસ્થ્યની અનેક પ્રકારની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે. ઈસબગુલ સ્વાસ્થ્ય અંગેની કઈ કઈ સમસ્યા માટે લાભદાયી છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

 • Share this:
  Health tips: તમે ઈસબગુલ વિશે તો જાણતા જ હશો. પેટમાં આંટીઓ આવવા પર અને ડાયેરિયાની સમસ્યા થવા પર તમે ઈસબગુલનું સેવન (benefits of isabgo) પણ કર્યું હશે. ઈસબગુલ પેટમાં આંટીઓ અને ડાયેરિયાની સમસ્યાની સાથે સાથે સ્વાસ્થ્યની અનેક પ્રકારની સમસ્યા દૂર કરવાનું કામ કરે છે. ઈસબગુલ સ્વાસ્થ્ય અંગેની કઈ કઈ સમસ્યા માટે લાભદાયી (Health tips) છે, તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

  કબજિયાતમાં લાભદાયી
  કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ઈસબગુલ રાહત આપે છે. રાત્રે સૂતા પહેલા એક ચમચી ઈસબગુલનું ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે સેવન કરવું જોઈએ. તમે ત્રિફળા ચૂર્ણ અને ઈસબગુલને સમાન માત્રામાં મિશ્ર કરીને તેનું સેવન કરી શકો છો.

  દાંતનો દુખાવો દૂર કરે છે
  એક ચમચી ઈસબગુલને બે ચમચી સિરકોમાં બે મિનિટ સુધી પલળવા દો. બાદમાં તેને યોગ્ય રીતે મિશ્ર કરીને દાંત નીચે દબાવીને રાખો. આ પ્રકારે કરવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે.

  આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

  આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

  પાઈલ્સ માટે લાભદાયી
  અનેક વાર પાઈલ્સની સમસ્યા થવા પર લોહી નીકળે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઈસબગુલનું શરબત બનાવીને સેવન કરી શકો છો.

  પેચિશ યોગ્ય કરવામાં લાભદાયી
  પેચિશ અને લોહીયુક્ત પેચિશ એટલે કે, ડિસેન્ટ્રીને દૂર કરવામાં ઈસબગુલ લાભદાયી છે. બે ચમચી ઈસબગુલ અને બે ચમચી દહીંને મિશ્ર કરીને તેનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે. સારા પરિણામ માટે તમે દિવસમાં બે થી ત્રણવાર આ મિશ્રણનું સેવન કરી શકો છો.

  આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

  પાચનમાં પ્રક્રિયામાં લાભદાયી
  ઈસબગુલ ફાઈબરનો સારો સ્ત્રોત હોવાથી તે પાચન પ્રક્રિયા માટે લાભદાયી છે. ઈસબગુલ તેના વજન કરતા ચૌદ ગણું પાણી શોષી શકે છે. ઈસબગુલ ચરબી ઓગળવામાં મદદ કરતું હોવાથી વજન ઘટાડવામાં પણ લાભદાયી છે.

  આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

  સર્દી-કફ અને સૂકી ખાંસીમાં લાભદાયી
  સર્દી-કફ અને સૂકી ખાંસીથી રાહત મેળવવા માટે ઈસબગુલનું સેવન કરી શકાય છે. કફ થવા પર તમે ઈસબગુલનો ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરી શકો છો. સર્દીની સાથે કફ અને સૂકી ખાંસીની સમસ્યા દૂર કરવામાં પણ લાભદાયી છે.

  કાનના દુખાવાથી રાહત
  કાનમાં દુખાવો થવા પર તમે ઈસબગુલનું સેવન કરી શકો છો. 10 ગ્રામ ઈસબગુલનું ઘોલ બનાવીને તેમાં 10 મિ.લી ડુંગળીનો રસ મિશ્ર કરો. આ મિશ્રણને કાનમાં નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
  First published: