Skin and Hair Problems Due To Iron Deficiency: આરોગ્યપ્રદ ખોરાક કારણે સ્વાસ્થ્ય (Health)ને ફાયદો થાય છે. યોગ્ય પ્રમાણમાં પોષણ મળવાના કારણે આપણા અંગો તંદુરસ્ત રહે છે. આપણા લાંબા અને કાળા વાળ (Hair) તથા સ્વસ્થ ત્વચા (Skin) પાછળ પણ આપણો ખોરાક જવાબદાર હોય છે.
પોષકતત્વ ના મળવાના કારણે વાળ અને ત્વચા પર ગંભીર અસર થાય છે. આપણા શરીર માટે આયરન (Iron) ખુબજ જરૂરી પોષક તત્વ છે. આયરનના કારણે આપણા શરીરમાં હિમોગ્લોબિન (Hemoglobin)નું નિર્માણ થાય છે. જોકે, આયરનનું ઉત્પાદન આપોઆપ થતું નથી. પોષકતત્વ યુક્ત ખોરાક ખાવાથી શરીરમાં આયરનનું પ્રમાણ જળવાય છે. આવી સ્થિતિમાં મહિલાઓમાં આયરન ઓછું થઈ જવાની સમસ્યા વધુ જોવા મળે છે. જેથી તેને આયરન વધુ પ્રમાણમાં હોય તેવા પદાર્થ ખાવાની સલાહ આપવામાં આવે છે.
વેરીવેલહેલ્થના મત મુજબ, આયરનની ઉણપના કારણે શરીરમાં એનિમિયા (Anemia), થાક, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી, તણાવ, ઊંઘ ન આવવી જેવી સમસ્યા ઉભી થાય છે. તો ચાલો, આયરનની ઉણપના (Iron Deficiency)ના કારણે આપણા વાળ અને ત્વચા પર શું અસર થાય છે તેની જાણકારી મેળવીએ.
1. ડાર્ક સર્કલ
આયરન શરીરમાં લાલ રક્તકણ બનાવે છે. આયરનની ઉણપ થાય ત્યારે લાલ રક્તકણનું ઉત્પાદન ઘટી જાય છે અને તેના કારણે ઓક્સિજનને ત્વચાના સેલ્સ સુધી પહોંચવામાં તકલીફ પડે છે. જેથી આંખોની આજુબાજુની ત્વચા કાળી પડી જાય છે અને ડાર્ક સર્કલ બનવા લાગે છે.
2. સ્કિન પર ઇરિટેશન
આયરનની ઉણપને કારણે ત્વચા પર ખરજવાના લક્ષણો જોવા મળી શકે છે. આયરનના અભાવે ત્વચાની ચમક ઓછી થાય છે અને ત્વચા નિસ્તેજ દેખાય છે. તેમજ ત્વચા શુષ્ક બને છે અને ફોલ્લીઓ પણ થઈ શકે છે.
આયરનની ઉણપને કારણે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રોડક્શન ઘટે છે. હિમોગ્લોબિન શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવા માટે જવાબદાર છે. આ કોષો પણ વાળના વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં જો આયરનની ઉણપ હોય તો વાળ ખરવા લાગે છે.
આયરનની ઉણપને કઈ રીતે કરશો દૂર?
- વાળ અને ત્વચા પર લક્ષણો જોવા મળતા હોય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો અને ડોકટરની સલાહ મુજબ આયરન સપ્લીમેન્ટ લો.
– દાળ, બીન્સ, પાલક સહિતના પદાર્થો ધરાવતું આયરનયુક્ત ભોજન કરો
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર