Health tips: કેરીની ગોટલીના અનેક છે ફાયદા, મોટાપો પણ થાય છે દૂર

News18 Gujarati
Updated: March 4, 2020, 11:14 PM IST
Health tips: કેરીની ગોટલીના અનેક છે ફાયદા, મોટાપો પણ થાય છે દૂર
પ્રતિકાત્મક તસવીર

ફળોનો રાજા ગણાતી કેરી સ્વાદમાં ખૂબ મીઠી લાગે છે. જેવી રીતે પાકી કેરીના ઘણાં ફાયદા છે તેવી જ રીતે તેના ગોટલામાંથી બનતી ગોટલી પણ એટલી જ ફાયદાકારક હોય છે.  કેરી જેટલી વધારે ગળી હોય તેની ગોટલીમાંથી ફાયદો તેટલો જ વધુ મળે છે. આજે અમે તમને જણાવીશું કેરીના ગોટલા ફાયદ

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ શિયાળાની (Winter) ઋતુ જાય એવી જ લોકો કેરી આવવાની રાહ જોવા લાગે છે. કેરી (Mango) એક એવું ફળ છે જે દરેકનું ફેવરિટ હોય છે. ફળોનો રાજા ગણાતી કેરી સ્વાદમાં ખૂબ મીઠી લાગે છે. જેવી રીતે પાકી કેરીના ઘણાં ફાયદા છે તેવી જ રીતે તેના ગોટલામાંથી બનતી ગોટલી પણ એટલી જ ફાયદાકારક હોય છે.  કેરી જેટલી વધારે ગળી હોય તેની ગોટલીમાંથી ફાયદો તેટલો જ વધુ મળે છે. આજે અમે તમને જણાવીશું કેરીના ગોટલા ફાયદ. (health tips)

કેરીની ગોટલીના ફાયદાઓ


  • જો તમારા અથવા તમારા બાળકના માથામાં જૂ પડી હોય અને પડેલી જૂને દૂર કરવી હોય તો કેરીની ગોટલી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેરીને ગોટલીને વાટીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં લીબું રસ મિક્સ કરીને વાળ પર લગાવવાથી જૂની સમસ્યામાં કાયમ માટેનો છૂટકારો મળી જશે.

  • હાઇ બ્લ્ડપ્રેશર અને હૃદયની સાથે સાથે કોલેસ્ટ્રોલની પણ કંટ્રોલ કરે છે. ગોટલી બ્લડ સર્ક્યુલેશને વ્યવસ્થિત કરીને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને બરાબર કરવામાં મદદ કરે છે.

  • જો વારંવાર થતાં ડાયેરિયાથી પરેશાન થતા હોવ તો કેરીની ગોટલી અને ખાંડને સરખી માત્રામાં વાટી લો અને દિવસમાં 2 ચમચી 3 વખત લેવાથી ડાયેરિયાની સમસ્યા દૂર થઇ જશે.
  • કેરીની ગોટલીને યોગ્ય પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં રાહત થાય છે અને આ સાથે જ હૃદયને લગતી બિમારીઓને પણ મટાડી શકાય છે.

  • સ્થૂળતાથી તમામ લોકો પરેશાન હોય છે, સ્થૂળતા ઘટાડવા માટે પણ કેરીની ગોટલીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે.

First published: March 4, 2020, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading