Health tips: બ્રેકફાસ્ટમાં ઓટ્સ શામેલ કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા થશે દૂર

બ્રેકફાસ્ટમાં ઓટ્સનું સેવન પ્રતિકાત્મક તસવીર

Health tips Oats Benefits: ઓટ્સનું સાયન્ટીફિક નામ એવના સટાઈવા છે. સવારે બ્રેકફાસ્ટમાં ઓટ્સનું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે અને બીમારીઓથી બચાવવામાં મદદ પણ કરે છે.

  • Share this:
health tips: ઓટ્સ સ્વાદિષ્ટ (Oats Benefits) હોવાની સાથે સાથે તેમાં અનેક પોષકતત્વો પણ રહેલા છે, જે અનેક બીમારીઓની સામે રક્ષણ આપે છે. ઓટ્સ સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું તથા ત્વચા અને વાળમાં નિખાર લાવવાનું કામ કરે છે. ઓટ્સનું સાયન્ટીફિક નામ એવના સટાઈવા છે. સવારે બ્રેકફાસ્ટમાં ઓટ્સનું સેવન (oats for breakfast) કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે અને બીમારીઓથી (health tips) બચાવવામાં મદદ પણ કરે છે.

ઓટ્સના ફાયદા (Oats Benefits)

-ઓટ્સ ઘુલનશીલ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે ગ્લાઈસેમિકની અસર ઓછી કરે છે અને ઈન્સ્યુલિનની અસરને સક્રિય કરવું કામ કરે છે. જેનાથી લોહીમાં સુગરની માત્રા સંતુલિત રહે છે તેથી ઓટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારી છે.
-ઓટ્સનું સેવન કરવાથી હ્રદય રોગ અને કૉલસ્ટ્રોલની સમસ્યાથી રાહત મળે છે. એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે ઓટ્સમાં રહેલ ફાઈબર કૉલસ્ટ્રોલને પણ ઓછુ કરવાનું કામ કરે છે, જેથી હ્રદય સંબંધિત સમસ્યાથી પણ રાહત મળે છે.

-ઓટ્સ હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં પણ લાભદાયી છે. ઓટ્સમાં ઘુલનશીલ ફાઈબર રહેલા હોય છે. જે હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને ઓછુ કરે છે. જેનાથી હાઈ બ્લડપ્રેશરનું જોખમ દૂર થાય છે.
-ઓટ્સનું સેવન કરીને કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. ઓટ્સમાં રહેલ ફાઈબર આ સમસ્યાથી રાહત આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

-ઓટ્સનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે. ઓટ્સમાં રહેલ વિટામીન બી અને વિટામીન બી 6 અને ફોલેટ તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.
-ઓટ્સમાં કેલ્શિયમ, પ્રોટીન, મૈગ્નીશિયમ અને સિલિકોન યોગ્ય માત્રામાં રહેલા છે જે હાડકાંઓ માટે લાભદાયી છે.
-ઓટ્સમાં ભરપૂર માત્રામાં વિટામીન્સ, મિનરલ્સ અને ફાઈબર રહેલા છે, જેનાથી શરીરમાં લાંબા સમય સુધી થાક લાગતો નથી.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

-ઓટ્સમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે અને ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરવાનું કામ કરે છે.
-ઓટ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ રહેલા છે જેનાથી મોઢા પર ખીલ થતા નથી.

-એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે સિલિકોન વાળના વિકાસમાં મદદ કરે છે. ઓટ્સમાં સિલિકોન એસિડ રહેલા છે, જે વાળના વિકાસ માટે ખૂબ જ લાભદાયી છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: