health tips: ગુણકારી કોથમીરના આટલા બધા છે અમૂલ્ય ફાયદા

News18 Gujarati
Updated: March 13, 2020, 11:10 PM IST
health tips: ગુણકારી કોથમીરના આટલા બધા છે અમૂલ્ય ફાયદા
ફાઈલ તસવીર

કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં કોથમીર ઠીક-ઠીક પ્રમાણમાં લેવાથી આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ, તડકામાં પૂરેપૂરી આંખોના ખોલી શકવી જેવી સમસ્યાઓ દૂર થાય છે.

  • Share this:
લાઈફસ્ટાઈલઃ- ધાણા સામાન્ય રીતે દરેક શાકભાજીને ગાર્નિસ કરવા અને તેની ચટણી બનાવીને વિવિધ વાનગીઓ સાથે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ધાણા (Coriander) જેટલા શાકભાજીને સજાવવામાં કામ લાગે છે એટલા જ ગુણકારી આપણા શરીર માટે હોય છે. તો ચાલો જાણીએ ધાણાના ફાયદા. (health tips)

  • ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે શરીરમાં રહેલાં ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે.


  • એન્ટી ઓક્સિડન્ટ ગુણને કારણે લીવરની કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે.

  • ધાણાના પાણીના નિયમિત સેવનથી કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે છે.

  • કોથમીરનો તાજો રસ બે ચમચી જેટલો સવારે પીવાથી અથવા ખોરાકમાં
  • કોથમીર ઠીક-ઠીક પ્રમાણમાં લેવાથી આંખોની બળતરા, લાલાશ, સોજો, ખંજવાળ, તડકામાં પૂરેપૂરી આંખોના ખોલી શકવી જેવી સમસ્યાઓ દૂર થાય છે.

  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણી વ્યક્તિઓને લૂ લાગી જવાની સમસ્યા તેમજ સનસ્ટ્રોકથી બચાવે છે.

  • ગરમીમાં મુસાફરી સમયે  કે બહાર જવાનું થાય ત્યારે ધાણાનું શરબત પી લેવું. તેનાથી ચક્કર આવવા કે બેભાન થનાથી બચી શકાશે.

  •  વાયરલ,  તાવ, દવાની સાઈડ ઈફેક્ટ કે જુલાબ લીધા પછી કંટ્રોલમાં ન આવતા ઝાડા- ઉલટી અને Dehydrationની સમસ્યામાં ધાણાનો રસ પીવાથી ફાયદો થશે.

  • તાજી કોથમીરની સુગંધ રુચિકર અને પાચક છે.

  • ડાયાબિટીસ - બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે પણ કોથમીર ઘણી ઉપયોગી છે.

First published: March 13, 2020
વધુ વાંચો
अगली ख़बर