Home /News /lifestyle /

Diabetes: ડાયાબિટીસથી કઈ રીતે બચી શકાય? આટલું ધ્યાન રાખો જીવન સુરક્ષિત રહેશે

Diabetes: ડાયાબિટીસથી કઈ રીતે બચી શકાય? આટલું ધ્યાન રાખો જીવન સુરક્ષિત રહેશે

ડાયાબિટીસ (Diabetes) લાંબા સમય સુધી સતાવતો રોગ છે (પ્રતિકાત્મક તસવીર)

Health Tips - ભારત સહિત વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાઈ ( Diabetic patient in India) રહ્યા છે, નિયમિત શારીરિક પ્રવૃત્તિના ઘણા ફાયદા છે

  ડાયાબિટીસ (Diabetes) લાંબા સમય સુધી સતાવતો રોગ છે. આ રોગ તમારા શરીરમાં ખોરાકને ઊર્જામાં ફેરવતી પ્રણાલી પર અસર કરે છે. ડાયાબિટીસના ત્રણ મુખ્ય પ્રકારો (Types of Diabetes)માં ટાઈપ 1, ટાઈપ 2, અને ગર્ભાવસ્થાને લગતા ડાયાબિટીસનો સમાવેશ થાય છે. ભારત સહિત વિશ્વભરમાં લાખો લોકો ડાયાબિટીસથી પીડાઈ ( Diabetic patient in India) રહ્યા છે. ડાયાબિટીસ માટે હજી સુધી કોઈ સારવાર નથી, પરંતુ વજન ઓછું કરવું, તંદુરસ્ત ખોરાક ખાવો અને સક્રિય રહેવા જેવી તકેદારીઓ ડાયાબિટીસમાં રાહત આપી શકે છે. જરૂરિયાત મુજબ દવા લેવી, ડાયાબિટીસમાં સેલ્ફ મેનેજમેન્ટ અને તે અંગે જાણકારી મેળવવાથી પણ ડાયાબિટીસને હળવું કરી શકાય છે.

  વધારાનું વજન ઓછું કરો

  વજન ઓછું કરવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, જે લોકોએ વ્યાયામ અને આહારમાં ફેરફાર સાથે શરીરનું 7% જેટલું વજન ઓછું કર્યું હોય, તેઓને ડાયાબિટીસ થવાનું જોખમ લગભગ 60% ઘટી ગયું હતું. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન ભલામણ મુજબ પ્રિ-ડાયાબિટીસ ધરાવતા લોકો રોગને રોકવા માટે તેમના શરીરના વજનના ઓછામાં ઓછા 7%થી 10% ગુમાવે તો ફાયદો થાય છે. આ સાથે વધુ વજન ઘટાડવાથી વધુ ફાયદા થઈ શકે છે. જેથી તમારા શરીરના વજનના આધારે વજન ઘટાડવાનો ગોલ સેટ કરવો જરૂરી છે.

  શારીરિક રીતે વધુ સક્રિય બનો

  નિયમિત શારીરિક પ્રવૃત્તિના ઘણા ફાયદા છે. વ્યાયામ કરવાથી તમારું વજન ઘટે છે, બ્લડ શુગર ઓછું થાય છે. આ સાથે ઇન્સ્યુલિન પ્રત્યે તમારી સેન્સેટિવટી વધારો થાય છે. પરિણામે તમારા બ્લડ શુગરને સામાન્ય લેવલમાં રાખવામાં મદદ મળે છે.

  કઈ રીતે મળવી શકાય રાહત?

  એરોબિક કસરત: દરરોજ 30 મિનિટ કે તેથી વધુ સમય ઝડપી ચાલવું, તરવું અથવા દોડવા જેવી મધ્યમથી જોરદાર એરોબિક કસરત કરવી હિતાવહ છે.

  આ પણ વાંચો - જો તમારામાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારે ડાયાબિટીસનો ટેસ્ટ જરૂરથી કરાવવો જોઈએ

  રેસિસ્ટન્સ એક્સરસાઇઝ: અઠવાડિયામાં ઓછામાં ઓછા 2થી 3 વખત આ કસરત કરવાથી શક્તિ, સંતુલન અને સક્રિય જીવન જાળવવાની ક્ષમતામાં વધારો થાય છે. તમે વેઈટ લિફ્ટિંગ, યોગ અને કેલિસ્થેનિક્સ કરી શકો છો.

  સક્રિય રહેવું : કોઈ એક સ્થળે સતત બેસી રહેવું આરોગ્ય માટે જોખમી છે. ઉદાહરણ તરીકે કોમ્પ્યુટરમાં કામ કરવા ખુરશી પર કલાકો સાથે એકધાર્યા બેસી રહેવું જોઈએ નહીં. વચ્ચે વચ્ચે ઉભા થઇ એટલે કે દર 30 મિનિટે લટાર મારવી અથવા હળવી પ્રવૃત્તિ કરવી જરૂરી છે.

  વનસ્પતિ આધારિત ખોરાક: વનસ્પતિ આધારિત ખોરાકમાં વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. કાર્બોહાઇડ્રેટ્સમાં ખાંડ અને સ્ટાર્ચનો સમાવેશ થાય છે. જે તમારા શરીર માટે ઉર્જાનો સ્ત્રોત છે. આ સાથે ડાયેટરી ફાઇબર પણ મળે છે. ફાઇબરથી ભરપૂર ખોરાક વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. જેથી વિવિધ પ્રકારના સ્વસ્થ, ફાઇબરથી ભરપૂર ખોરાક લો ફળો, સ્ટાર્ચ વગરની શાકભાજી, કઠોળ અને આખા અનાજને શામેલ કરી શકાય છે.

  ફાઇબરના કારણે શરીરને અનેક ફાયદા થાય છે. તે શર્કરાનું શોષણ ધીમું કરે છે અને લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે. ચરબી અને કોલેસ્ટ્રોલસ સામે રક્ષણ આપે છે. તેમજ હૃદયના સ્વાસ્થ્યને અસર કરતા બ્લડ પ્રેશર જોખમી પરિબળોને ઓછા કરવામાં મદદ કરે છે.

  તંદુરસ્ત ફેટ્સ ખાઓ

  ચરબીયુક્ત ખોરાકમાં કેલરી વધુ હોય છે અને તે મધ્યમ પ્રમાણમાં ખાવા જોઈએ. વજન ઘટાડવા માટે તમારા આહારમાં અનસેચરેટેડ ફેટનો સમાવેશ કરવો જોઈએ. આ માટે ઓલિવ, સૂર્યમુખી, કુસુમ, કપાસિયા અને કેનોલા તેલ, નટ્સ, બદામ, મગફળી, ફ્લેક્સસીડ અને કોળાના બીજ તેમજ સૅલ્મોન, મેકરેલ, સારડીન, ટુના અને કૉડ જેવી માછલી ખાઈ શકાય છે.

  વધુ પાણી પીવો

  પાણી સૌથી કુદરતી પીણું છે. જે ભરપૂર પ્રમાણમાં પી શકો છો. વધુ પ્રમાણમાં પાણી પીવાથી તને ખાંડ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય શંકાસ્પદ ઘટકોનું ધરાવતા પીણાંથી દૂર રહેશો. સોડા જેવા પીણાઓ ટાઈપ 2 ડાયાબિટીસના જોખમ સાથે સંકળાયેલા છે. આ સાથે લેટન્ટ ઓટોઇમ્યુન ડાયાબીટીસ ઓફ એડલ્ટ (LADA)નો ખતરો પણ વધારે છે. આ ટાઈપ 1 ડાયાબિટીસનું જ એક સ્વરૂપ છે. જે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે.

  ધૂમ્રપાન છોડો

  ધૂમ્રપાનથી હૃદયરોગ, એમ્ફિસીમા અને ફેફસાં, સ્તન, પ્રોસ્ટેટ અને પાચનતંત્રના કેન્સર સહિતની ઘણી ગંભીર આરોગ્ય સમસ્યા ઉભી થાય છે. ટાઇપ 2 ડાયાબિટીસ અને ધૂમ્રપાનને લિંક કરતા સંશોધન પણ થયા છે. 10 લાખથી વધુ લોકોના કુલ અભ્યાસ પરથી ફલિત થયું છે કે, સરેરાશ ધૂમ્રપાન કરનારાઓમાં ડાયાબિટીસનું જોખમ 44% અને દરરોજ 2થી વધુ સિગારેટ પીનારા લોકોમાં 61% હોય છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Diabetes care, Health Tips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन