Health Tips: હાર્ટને ટનાટન રાખવું હોય તો આ વસ્તુઓના સેવનથી દૂર રહો, હૃદયરોગના હુમલાનું વધે છે જોખમ

પ્રતિકાત્મક તસવીર

જો તમારું હૃદય તંદુરસ્ત રહેશે તો હાર્ટએટેક જેવી જીવલેણ બીમારીથી બચી શકાશે. આવી સ્થિતિમાં તમારા રોજિંદા ખોરાક પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા હોવ તો હૃદયના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

 • Share this:
  Health Tips: શરીરની તંદુરસ્તી માટે હૃદય પણ તંદુરસ્ત રહે તે ખૂબ જરૂરી હોય છે. હૃદયની તંદુરસ્તી જીવનશૈલી સાથે ખાનપાનની આદતો પર આધાર રાખે છે. જો તમે તમારા ખાનપાનમાં ખાસ કાળજી રાખતા હોય તો તમારું હૃદય ઘણી રીતે સુરક્ષિત છે. તંદુરસ્ત રહેશે. જો તમારું હૃદય તંદુરસ્ત રહેશે તો હાર્ટએટેક જેવી જીવલેણ બીમારીથી બચી શકાશે. આવી સ્થિતિમાં તમારા રોજિંદા ખોરાક પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા હોવ તો હૃદયના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જેથી આવી વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ. તો ચાલો, હૃદયને તંદુરસ્ત રાખવા માટે કઈ કઈ વસ્તુઓને પોતાના ખોરાકમાંથી દૂર કરવી જરૂરી છે તે જાણીએ.

  રેડ મીટ
  વેબએમડીના મત મુજબ હૃદયને તંદુરસ્ત રાખવા માટે રેડ મીટની જગ્યાએ વાઈટ મીટનું સેવન કરવું જોઈએ. જો તમે વધુ પ્રમાણમાં બીફ, લેંબ, પોર્ક જેવી વસ્તુઓનું સેવન કરો તો આ હૃદય રોગ અને ડાયાબિટીસનું કારણ બની શકે છે.

  સોડા
  સોડા પીવાથી રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી શકે છે. હૃદયમાંથી શરીરમાં અન્ય ભાગોમાં લોહી લઇ જતી ધમનીઓની દીવાલો પર તણાવ ઊભો થઈ શકે છે. પરિણામે હૃદયરોગનો ખતરો વધી જાય છે.

  આ પણ વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! બીજા લગ્ન બાદ પણ પહેલા પતિને ન ભુલાવી શકી પત્ની, બે વર્ષની પુત્રી સાથે કરી આત્મહત્યા

  કેક અને કુકીઝ
  કેક અને કુકીઝમાં મેંદા, ખાંડ અને ફેટનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે. જે હૃદય માટે કોઈપણ પ્રકારે સારી બાબત નથી. ભોજનમાં હોલ વિટ હોય અને ખાંડ નહિવત હોય તથા લિકવિડ પ્લાન્ટ ઓઇલ અથવા બટરનો સૌથી ઓછો ઉપયોગ હોય તેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

  પ્રોસેસ્ડ મીટ
  હોટ ડોગ્સ, સોસેજ, સલામી જેવા પદાર્થ માંસનું સૌથી બિનઆરોગ્યપ્રદ વર્ઝન છે. જે હૃદયરોગનું જોખમ વધારે છે.

  આ પણ વાંચોઃ-દાહોદનો પ્રેમ કહાનીનો વિચિત્ર કિસ્સો! પુત્રી પ્રેમી સાથે ભાગી ગઈ, પિતાએ ફરિયાદ કરતા પોતે જ ભરાયા

  સફેદ ચોખા, બ્રેડ અને પાસ્તા
  સફેદ ભાત, બ્રેડ અને પાસ્તા અને મેંદાનો વધુ ઉપયોગ વધુ થતો હોય તેવી વસ્તુઓમાં ફાઇબર, વિટામિન અને મિનરલ્સ નહિવત હોય છે. રિફાઇન્ડ વિટ શરીરમાં સુગર તરીકે ઝડપથી બદલાઇ જાય છે. ફેટ બને છે. જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ અને પેટની ચરબી વધવાની શક્યતા હોય છે. આવી સ્થિતિમાં ભાત સાથે ફાયબર ધરાવતા પદાર્થો પણ ખાવા જોઈએ.

  આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સોઃ પતિને આસિસ્ટન્ટ પ્રોફેસર પત્ની ઉપર હતો શક, નજર રાખવા માટે બની ગયો યુવતી પછી..

  પિઝા
  જો તમે ટેકઆઉટ પિઝા ખાતા હોવ તો તે હૃદય માટે ખૂબ જ નુકસાનકારક ખોરાક છે. તેમાં સોડિયમ, ચરબી અને કેલરી ખૂબ હોય છે. જે હૃદય માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. જો તમને ક્યારેય ખાવાનું મન થાય તો ચીઝ, સોસેજનું પ્રમાણ ઓછું હોય અને મીઠું સાવ ઓછું હોય તેવા હોલ વિટનો આગ્રહ રાખો.  અન્ય કેટલીક વસ્તુઓ
  આલ્કોહોલ, બટર, ફૂલ ફેટ યોગર્ટ, ફ્રેન્ચ ફ્રાઇસ, ફ્રાઇડ ચિકન, કૈન્ડ સૂપ, આઈસ્ક્રીમ ચિપ્સ જેવી વસ્તુઓથી દુર રહો. આવી વસ્તુઓ હાર્ટ પર ખરાબ અસર કરે છે.
  First published: