Health Tips : શરીરને તંદુરસ્ત રાખવા માટે વિટામિન્સ (Vitamins) અને મિનરલ્સનું યોગ્ય પ્રમાણ જરૂરી છે. શરીરમાં દરેક વિટામિન (Vitamins)ની આગવી જરૂરિયાત હોય છે. જો આપણે આરોગ્યપ્રદ ખોરાક (Healthy food) ન લઈએ તો શરીરમાં વિટામિનની ઉણપ ઉભી થાય છે. તેના કારણે શરીરમાં સમસ્યાઓ ઉભી થવા લાગે છે. ધીમે ધીમે તેના લક્ષણ સામે આવે છે. તો ચાલો વિટામીનની ઉણપ થવાથી કઈ કઈ સમસ્યા ઉભી થાય છે તે અંગે જાણકારી મેળવીએ.
નખ અને વાળ નબળા પડવા
શરીરમાં વિટામિનની ઊણપ હોય તો નખ અને વાળ નબળા પાડવા લાગે છે. નખ અને વાળ ઝડપથી તૂટી જાય છે. જો તમને પણ આવો અનુભવ થવા લાગે તો સમજી લો કે, શરીરમાં પોષકતત્વની ઉણપ છે. સંતુલિત આહાર ન લેવાના કારણે આવી સમસ્યા ઊભી થાય છે. જેથી તમારી ડાયટમાં ઈંડાનો પીળો ભાગ, નટ્સ અને પાલક સહિતની વસ્તુઓને સામેલ કરો.
મોઢાના અલ્સરનો ખતરો
વિટામિન બી અને આયરનની ઉણપના કારણે મોઢાના અલ્સરનો ખતરો ઊભો થાય છે. જેના કારણે હોઠની કિનારીઓ કપાઈ જાય છે અને લોહી વહેવા લાગે છે. જો કોઈને આવી સમસ્યા હોય તો ખોરાકમાં વિટામીન બી 12 અને આયરનને સામેલ કરવું જોઇએ.
ઘણા લોકોને દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યા સતાવે છે. જો તમે પણ આવો અનુભવ કરતા હોવ તો સતર્ક રહેવું જરૂરી છે. આ સમસ્યા પાછળ વિટામિન સીની ઉણપ જવાબદાર હોય છે. જેથી વિટામીન સીનું વધુ પ્રમાણ હોય તેવા પદાર્થને ખોરાકમાં સામેલ કરવા જરૂરી છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત તેના અનેક લાભાલાભ છે. સામાન્ય રીતે વિટામિન સી લીંબુ, કિવી અને અન્ય કેટલાક ખાટા પદાર્થોમાંથી પણ મળી આવે છે.
વાળ ખરવા
વધુ પ્રમાણમાં વાળ ખરવા પાછળ પણ વિટામિનની ઉણપ જવાબદાર હોઈ શકે છે. વિટામિનોની ઊણપને કારણે આમ તો શરીરમાં અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. પણ, વાળ ખરવાનું લક્ષણ સૌથી પહેલા જોવા મળે છે. તમારા વાળ ખૂબ વધુ પ્રમાણમાં ખરવા લાગે તો આયરન, વિટામીન ઇ, વિટામીન બી 12ને તમારા ખોરાકમાં સામેલ કરો. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળનો ઉપયોગ પણ કરી શકાય.
વાળની જેમ ચામડી પણ વિટામીનની ઊણપના કારણે સમસ્યાનો ભોગ બને છે. અનેક લોકો ચામડીની તકલીફોથી પીડાય છે. ખાસ કરીને ચામડી પર લાલ ચકામા કે ફોલ્લી થવાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. જો તમારી સ્કિન પર આવી તકલીફ ઊભી થાય તો, વિટામિન બી 6ની ઉણપ જવાબદાર હોય શકે છે. વિટામિન બી 6 Synthesizeના કોલેજનમાં સહાય કરે છે. જે આરોગ્યપ્રદ સ્કિન માટે જરૂરી છે.
(Disclaimer: આ માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. news18તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર