health tips: ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત

health tips: ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત
પ્રતિકાત્મક તસવીર

ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત મેળવવાના ઉપાયની જાણકારી આપવામાં આવી છે. તમે આ ઘરેલુ નુસ્ખા અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

  • Share this:
health desk: ગરમીની ઋતુમાં (Summer season) લોકોને શરીર પર ગરમી નીકળતી હોય છે. મોટાભાગના લોકોને પીઠ અને ગળાના ભાગ પર નીકળે છે, પરંતુ ઘણા લોકોને કમર અને છાતી પર ગરમી નીકળે છે. ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત મેળવવાના ઉપાયની જાણકારી આપવામાં આવી છે. તમે આ ઘરેલુ નુસ્ખા (home remedis) અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ કરો


તમે ગરમી દૂર કરવા માટે નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે બે થી ત્રણ ચમચી નારિયેલ તેલ લો. તે બાદ કપૂરના ત્રણ-ચાર ટુકડા લઈને તેનો પાઉડર બનાવી લો. આ કપૂર પાઉડરને તેલમાં ઉમેરીને તેનો લેપ બનાવો. જે જગ્યાએ ગરમી નીકળી હોય તે જગ્યા પર લેપ લગાવી લો. આ લેપ થોડાક દિવસ સુધી નિયમિતરૂપે લગાવો.

બરફથી સમસ્યામાં રાહત થશે
ગરમીથી રાહત મેળવવા તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો. બરફના ટુકડા લઈને ગરમી થયેલ જગ્યા પર ઘસો, આ રીતે થોડાક દિવસોમાં ગરમી દૂર થઈ જશે.

આ પણ વાંચોઃ-વાપીઃ ST બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર રંગેહાથે ઝડપાયા, બંને બસનો ઉપયોગ કરી કરતા હતા 'કાળું કામ'

આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

મુલતાની માટીથી ગરમીમાં મળશે રાહત
ગરમીથી રાહત મેળવવા માટે તમે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો. કેટલાક કલાક સુધી બે-ત્રણ ચમચી મુલતાની માટીને બે-ત્રણ ચમચી પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ આ પેસ્ટને ગરમીવાળી જગ્યા પર લગાવો. સુકાયા બાદ તેન ધોઈ નાખો. થોડાક દિવસ સુધી આ લેપ લગાવો, જેનાથી તમને ગરમીથી રાહત મળશે.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

ઓટમીલનો ઉપયોગ કરો
ગરમીને દૂર કરવા માટે તમે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો. નહાતા પહેલા બાથ ટબ અથવા ડોલમાં બે-ત્રણ ચમચી ઓટમીલ નાખો. આ પાણીથી વીસ મિનિટ સુધી સ્નાન કરો. થોડાક દિવસ સુધી આ ઓટમીલના પાણીથી સ્નાનથી કરો, જેનાથી ગરમીથી રાહત મેળવો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

એલોવેરા જેલ લગાવો
ગરમીથી રાહત મેળવવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમીવાળી જગ્યા પર હળવા હાથે એલોવેરા જેલ લગાવી લો. થોડાક દિવસ સુધી એલોવેરા જેલ લગાવો. એલોવેરાના તાજા પત્તાનો ઉપયોગ કરવો એ વધુ લાભકારી છે.

ચંદન
ગરમીના કારણે થતી બળતરા અને ખંજવાળ દૂર કરવામાં ચંદન ખૂબ જ લાભકારી છે. તે માટે તમે એક મોટી ચમચી ચંદન પાઉડર લો અને તેમાં એક ચમચી ગુલાબજળ ભેળવી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને સૂકાવા પર તેને ધોઈ નાખો. બજારમાં મળતા ચંદન પાઉડર કરતા ચંદનની લાકડીને ઘસીને તૈયાર કરેલ ચંદનનો ઉપયોગ કરવાથી તે વધુ અસર કરે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી, તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ