Home /News /lifestyle /થાઇરોઇડના દર્દીઓ ખાઓ આ વસ્તુઓ, આજથી જ ખાવાનું શરૂ કરી દેશો તો દવા ઓછા પાવરની લેવી પડશે

થાઇરોઇડના દર્દીઓ ખાઓ આ વસ્તુઓ, આજથી જ ખાવાનું શરૂ કરી દેશો તો દવા ઓછા પાવરની લેવી પડશે

પુરુષો કરતા થાઇરોઇડ મહિલાઓને વધારે થાય છે.

Diet plan of thyroid: પુરુષો કરતા સ્ત્રીઓને થાઇરોઇડની બીમારી વઘુ પ્રમાણમાં થતી હોય છે. જો કે થાઇરોઇડ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. થાઇરોઇડ એક એવી બીમારી છે જેમાં તમારે રેગ્યુલર દવા લેવી પડે છે. આમ, જો તમને થાઇરોઇડ છે તો આ ડાયટ પ્લાન તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખાન-પાનની આદતને કારણે ડાયાબિટીસ, થાઇરોઇડ તેમજ બીજા અનેક પ્રકારના રોગો થવાના ચાન્સિસ વધી જાય છે. દરેક બીમારીઓમાંથી બચવા માટે આપણી લાઇફ સ્ટાઇલ સારી હોવી ખૂબ જરૂરી છે. તમે તમારા ડાયટ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. એવામાં થાઇરોઇડ એક છે. આજનાં આ સમયમાં અનેક લોકો થાઇરોઇડની બીમારીમાં ઝપટાઇ જતા હોય છે. થાઇરોઇડ ગ્લેન્ડ ગરદનના પાછલા ભાગમાં હોય છે જે શરીરના મેટાબોલિઝમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ થાઇરોઇડ કેમ થાય છે આ પાછળનું કારણ, મુખ્ય લક્ષણ અને દર્દીઓનું ડાયટ પ્લાન સારું હોવુ ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે તમે પણ...

થાઇરોઇડ બે રીતે થાય છે


થાઇરોઇડ સામાન્ય રીતે બે રીતે થાય છે જેમાં એક છે હાઇપોથાઇરોઇડિઝમ અને બીજુ છે હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમને અંડરએક્ટિવ થાઇરોઇડ પણ કહેવામાં આવે છે, જે વ્યક્તિને ત્યારે થાય છે જ્યારે થાઇરોઇડ હોર્મોનની અપર્યાપ્ત માત્રામાં હોય છએ. આ થાઇરોઇડને કારણે દર્દીઓ પાતળા થવા લાગે છએ. ત્યારે હાઇપરથાઇરોઇડિઝમ ત્યારે થાય છે જ્યારે શરીરમાં હોર્મોન્સનું વધારે માત્રામાં નિર્માણ થવા લાગે છે. આ સિવાય ભોજનમાં આયરનની ઉણપ થવા પર ગોઇટર જેવી સમસ્યા થઇ શકે છે.

આ પણ વાંચો:દાળ પીધા પછી ક્યારે ના ખાઓ આ વસ્તુઓ

લક્ષણો



  • કબજીયાત

  • થાક

  • તણાવ

  • ડ્રાય સ્કિન

  • વજન વધવુ

  • વજન ઘટવુ

  • હાઇ બ્લડ પ્રેશર

  • વાળ ખરવા


મહિલાઓને થાઇરોઇડ વઘારે થાય છે


થાઇરોઇડની સમસ્યા પુરુષોના મામલે મહિલાઓને વઘારે થાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ બીમારી શરૂઆતના 30 વર્ષની ઉંમરમાં શરૂ થઇ જાય છે. પરંતુ આના કેટલાક લક્ષણો 50ની ઉંમર પછી પણ દેખાતા હોય છે.

આ પણ વાંચો:ઇન્સ્ટન્ટ વજન ઉતારવા આ રીતે ડુંગળીનો ઉપયોગ કરો

થાઇરોઇડમાં શું ખાવું જોઇએ


અળસીના બીજ


થાઇરોઇડના દર્દીઓ માટે અળસીના બી ફાયદાકારક છે. આમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હાઇપોથાઇરોઇડિઝમને ઓછુ કરવામાં મદદ કરે છે.

બ્રાઝીલ નટ્સ


એક્સપર્ટ અનુસાર બ્રાઝીલ નટ્સમાં સેલેનિયમની માત્રા સારી હોય છે. એવામાં થાઇરોઇડના દર્દીઓ માટે બ્રાઝીલ નટ્સ અનેક રીતે ફાયદાકારક છે.


ઇંડા


ઇંડા તમારે તમારા ડાયટમાં એડ કરવા જોઇએ. ઇંડામાં સેલેનિયમનું તત્વ સારું હોય છે જે થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક છે.
First published:

Tags: Health care tips, Healthy diet, Life Style News, Thyroid