નાઈટ શિફ્ટમાં કરતા હોવ કામ તો આવી રીતે રાખો આરોગ્યનું ધ્યાન, તબિયત રહેશે ટનાટન

Image/shutterstock

જો ખાવા-પીવામાં પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર થઈ શકે છે. સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. પરંતુ તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને સ્વાસ્થ્યને જાળવી શકો છો

 • Share this:
  Health Tips For Night Shift: છેલ્લા ઘણા વર્ષોમાં નાઈટ શિફ્ટમાં થતું કામ વધ્યું છે. હવે તો પુરુષોની જેમ મહિલાઓ પણ નાઈટ શિફ્ટમાં કામ કરે છે. કેરિયર માટે આ જરૂરી પણ છે. જોકે, લાંબા સમય સુધી રાતપાળી (Night Shift) કરવાથી જીવનશૈલી (Lifestyle)માં મસમોટા ફેરફાર થાય છે. આવી સ્થિતિમાં જો ખાવા-પીવામાં પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર થઈ શકે છે. સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. પરંતુ તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને સ્વાસ્થ્યને જાળવી શકો છો.

  ભરપૂર ઊંઘ- જો તમે નાઈટ શિફ્ટમાં કામ કરતા હોવ તો દિવસમાં ભરપૂર ઊંઘ લો. પૂરતી ઉંઘ ન થવાથી તમને કામના સમયે ઉંઘ આવવા લાગશે. જેથી વ્યવસ્થિત ઊંઘ કરવાથી રાત્રે સ્ફૂર્તિ સાથે એક્ટિવ રહી શકશો અને શરીર પણ થાકનો અનુભવ કરશે નહીં.

  જંક ફૂડ ખાવાનું ટાળો- નાઈટ શિફ્ટ કરતા હોવ તો એક સાથે વધારે ખાવાના બદલે સમયાંતરે થોડું થોડું ખાવ. ખાસ કરીને રાત્રે હળવો ખોરાક લો. તેમજ જંકફૂડ, તળેલો ખોરાક લેવાનું ટાળો. આવું કરવાથી આંખ ભારે થશે નહીં અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

  કોફી વધુના પીવો- રાત્રે જાગવા માટે લોકો ચા અથવા કોફીનો સહારો લે છે. પણ આવું ન કરવું જોઈએ. વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ચા કોફી પીવા કરતા પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને શરીરમાં પાણીની ઉણપ ન થવા દો. જેથી તંદુરસ્ત રહી શકશો.

  ખોરાકમાં ફળોને આપો સ્થાન- ભોજનમાં ફળો અને ડ્રાય ફ્રૂટ્સને સ્થાન આપવું જોઈએ. રાતપાળી કરતા લોકો માટે ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક રહે છે. તેનાથી શરીરમાં ઉર્જા બરકરાર રહે છે.

  કસરત આવશ્યક- નાઇટ શિફ્ટમાં કામ કરતા હોવ ત્યારે સવારે કસરત કરી શકાય નહીં. પરંતુ આખા દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ કસરત - યોગ કરવા જ જોઈએ. ઘણી વખત નાઈટ શિફ્ટમાં કામ કરવાથી દિવસે શારીરિક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે. જેના પરિણામે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો ઊભી થઈ શકે છે.

  (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
  First published: