Home /News /lifestyle /

નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આ રીતે રહો હેલ્ધી, વજન પણ ઉતરી જશે અને થશે બીજા ફાયદાઓ

નવરાત્રીમાં ઉપવાસ કરો છો? તો આ રીતે રહો હેલ્ધી, વજન પણ ઉતરી જશે અને થશે બીજા ફાયદાઓ

આ રીતે નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન હેલ્ધી રહો

Navratri 2022: નવરાત્રીને થોડા દિવસો બાખી છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ દરમિયાન હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે. ઉપવાસ દરમિયાન તમારે તમારા ડાયટ પર પૂરતું ધ્યાન આપવું જોઇએ જેથી કરીને તમે બીમાર ના પડો અને સ્વસ્થ રહો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવરાત્રીમાં માં અંબાને પ્રસન્ન કરવા માટે અનેક લોકો પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ કરતા હોય છે. આ ઉપવાસ કોઇ એક ટાઇમ જમીને કરે છે તો કોઇ નકોડા કરતા હોય છે. આ નવ દિવસોમાં  ઉપવાસ કરીને માં દુર્ગાની અર્ચના કરવામાં આવે છે. આ દિવસોમાં અનેક લોકો માત્ર ફ્રૂટ જ ખાઇને જ કરતા હોય છે. જ્યારે ઘણાં લોકો માત્ર પાણી પીને કરતા હોય છે. મેડિકલ અનુસાર ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. ઉપવાસ કરવાથી તમારી બોડીનું મેટાબોલિઝમનું સ્તર નિયંત્રિત રહે છે. પરંતુ તમને એક વાત ખાસ એ જણાવી દઇએ કે જો તમે નવ દિવસ ઉપવાસ કરો છો તો તમારી હેલ્થનું પણ તમારે અનેક રીતે ધ્યાન રાખવું જોઇએ. જો તમે હેલ્થ પર પ્રોપર ધ્યાન આપતા નથી તો તમે બીમાર પડી જાવો છો અને સ્વાસ્થ્ય પણ વધારે ખરાબ થાય છે. તો જાણો તમે પણ નવરાત્રિ દરમિયાન કેવી રીતે ઉપવાસ કરીને તમારી હેલ્થનું ધ્યાન રાખશો.

    મેન્ટલી સ્વસ્થ રહો


    નવરાત્રીમાં તમે ઉપવાસ કરો છો તો સૌથી પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન તમે સારું ડાયટ ફોલો કરો. સારું ડાયટ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ સમયમાં તમે ફેટી વસ્તુઓનું સેવન ના કરો. આ સાથે જ તમે દિવસ દરમિયાન પાણી વઘારે પીવો. આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે નહીં.

    આ પણ વાંચો: આ જ્વેલરી છે ટ્રેન્ડમાં

    વજન ઓછુ કરે


    તમે નવરાત્રીમાં ઉપવાસ કરો છો તો તમારું વજન કંટ્રોલમાં રહે છે. ફાસ્ટમાં તમે હાઇ કેલરી વસ્તુઓનું સેવન કરશો નહીં. હાઇ કેલરીનું સેવન તમે કરતા નથી તો તમારું વજન તમે સરળતાથી ઘટાડી શકો છો. આ નવ દિવસમાં તમે લીલા શાકભાજી ખાઓ. આ સાથે જ પાચન તંત્ર સારું રાખવા માટે તમે વિટામીનથી ભરપૂર ફળો ખાઓ. આ વસ્તુઓનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

    આ પણ વાંચો: સ્ત્રીઓ કરતા પુરુષોમાં કેન્સરનું જોખમ વધારે

    થોડું-થોડું ખાતા રહો


    આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહેવા માટે તમે આખો દિવસ થોડુ-થોડુ ખાવાનું રાખો. એક સાથે તમે વધારે જમી લો છો તો તમારી હેલ્થને નુકસાન પહોંચે છે અને સાથે તમારું પાચન તંત્ર પણ ખરાબ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Navratri Culture, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन