Health tips: વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો જોઈએ છે? આટલી વસ્તુઓ ના ખાવ, થઈ શકે છે નુકસાન

ખરતા વાળની સમસ્યા પ્રતિકાત્મક તસવીર

food cause hair fall: વાળને ખરતા રોકવા માટે તમારે લાઇફ-સ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમારા ખોરાકને હેલ્ધી બનાવવો પડશે. કેટલાક ફૂડસથી દુર રહેવું પડશે. તો ચાલો જાણીએ એવા ફૂડસ અંગે જાણીએ જેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વકરે છે.

  • Share this:
Health tips: વર્તમાન વ્યસ્ત જીવનશૈલીમાં (lifestyle) આહાર અને વિહારમાં બેદરકારીના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ ઊભી (problem in body) થાય છે. ખાસ કરીને વાળની સમસ્યા અનેક વ્યક્તિમાં જોવા મળે છે. વાળ ખરવાની (hair fall problem) તકલીફથી ઘણા લોકો પરેશાન છે. અલબત્ત આ સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી લે તો ટાલ પડી જાય (hair loss problem) તેવો ડર રહે છે.

વાળને ખરતા રોકવા માટે તમારે લાઇફ-સ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમારા ખોરાકને હેલ્ધી બનાવવો પડશે. કેટલાક ફૂડસથી દુર રહેવું પડશે. તો ચાલો જાણીએ એવા ફૂડસ અંગે જાણીએ જેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વકરે છે.

મીઠું અને દૂધ એક સાથે ન લો
મીઠું અને દૂધ એકબીજાના દુશ્મન છે. આયુર્વેદમાં આ બંને ફૂડસ એક સાથે ખાવાની મનાઈ છે. આવી સ્થિતિમાં જો તમે દૂધની સાથે મીઠાવાળા પરોઠા અથવા નમકીન બિસ્કીટ ખાતા હોવ તો દૂધનું પોષણ તમારા શરીરને મળતું નથી. ઊલટાનું અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. દૂધ અને મીઠું એક સાથે સેવન કરવાથી વાળ ખરવાની (hair loss problem) સમસ્યા વધે છે. જેથી આ બંન્નેનું સેવન એક સાથે ના કરવું.

કેળા અને દૂધ પણ સાથે લેવાથી બચો
કેળા અને દૂધ શરીરને પોષણ આપવાનું કામ કરે છે. પરંતુ કેળુ ખાધા બાદ તુરંત દૂધ પીવો અથવા બનાના શેક બનાવીને પીવો તો તમારી તબિયતને નુકસાન પણ પહોંચી શકે છે. સામાન્ય રીતે દરેક ફળમાં નાના મોટા પ્રમાણમાં સાઈટ્રિક એસિડ હોય છે. જે દૂધ સાથે ભળીને ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે. જેનાથી તમારા શરીરને લાભ નહીં, નુકસાન થઈ શકે છે. તમારા વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

ફ્રેન્ચ ફ્રાઇસ કે ડીપ ફ્રાઈ વસ્તુઓ ન ખાવ
ફ્રેન્ચ ફ્રાઈસ અને તળેલી વસ્તુઓ ખાવી લોકોને ખૂબ ગમે છે. પરંતુ જ્યારે વાળ ઝડપથી ખરવા લાગે ત્યારે આવી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. ફ્રેન્ચ ફ્રાઇસ, ચિપ્સ અથવા બટેટાને ડીપ ફ્રાઈ કરી બનાવેલી વસ્તુઓથી દૂર રહો.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

સોડા સોફ્ટડ્રિન્કના સેવન પર લગામ લગાવો
સોડા અને સોફ્ટ ડ્રિન્ક કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપતા હોવાનો અનુભવ થાય છે. પરંતુ શરીર માટે તે નુકસાનકારક છે. વધુ પ્રમાણમાં ડાયેટ સોડા અને સોફ્ટ ડ્રીન્કનો ઉપયોગ કરવાથી તબિયત બગડે છે. સોડા અને સોફ્ટ ડ્રિન્કના સેવનથી વાળ ખરવાની સમસ્યા વધવા લાગે છે. શરીરમાં સુગર લેવલ વધવા લાગે છે. પરિણામે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય છે. જેથી હૃદય સહિતના શરીરના અન્ય અંગોને ગંભીર અસર થાય છે.

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

મેંદો ખાવી મુશ્કેલીમાં મૂકી શકે
સોલ્ટી ફ્રાઈસ, શક્કર પારા, બિસ્કીટ, મેગી જેવો મેંદામાંથી બનેલા પદાર્થ તમારા આંતરડા ખરાબ કરી દે છે. પાચક શક્તિ પર મેંદાની ખરાબ અસર પડે છે. આંતરડા ખોરાકને યોગ્ય રીતે શોષી ન શકે તો શરીરમાં અશક્તિ વધે છે. જેનાથી વાળ ખરવા લાગે છે. જો તમને કૂકીઝ અને ફ્રાઈસ ખાવાનો શોખ હોય, તો તમારે ચણાના લોટ, ઘઉં, જુવારના લોટમાંથી બનેલી કૂકીઝ ખાવી જોઈએ. તે તમારી ભૂખને શાંત કરશે એટલે તેનાથી વાળ ખરશે નહીં.આલ્કોહોલ - ધુમ્રપાનથી દુર રહો
આલ્કોહોલનું સેવન કરવાથી અને ધુમ્રપાન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધે છે. જેથી આ વસ્તુઓનું સેવન તાત્કાલિક ધોરણે બંધ કરી દેવું જોઈએ. વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન વાળ ખરવાની ઝડપને ખૂબ વધારી દે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો)
First published: