health tips: દિવસમાં એકવાર જરૂર પીવો કારેલાનું જ્યુસ, શરીરમાં થશે અનેક ચમત્કારિક ફાયદાઓ

પ્રતિકાત્મક તસવીર

વધુ પડતા લોકો કારેલા ખાતા નથી, કારણ કે તે કડવા લાગે છે પણ આ કડવાહટ જ શરીરમાં અનેક રોગોનું નિવારણ બને છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ મોટાભાગના લોકો કારેલું (karela) શબ્દ સાંભળીને જ મોઢું બગાડવા લાગે છે. પરંતુ આપને જણાવી દઇએ કે કારેલામાં અનેક ઔષધિય ગુણો (Medicinal properties) રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. કારેલા શુગર લેવલને કંન્ટ્રોલ (sugar levels) કરવાની સાથે જ વજન પણ નિયંત્રિત રાખે છે. પરંતુ વધુ પડતા લોકો કારેલા ખાતા નથી, કારણ કે તે કડવા લાગે છે પણ આ કડવાહટ જ શરીરમાં અનેક રોગોનું નિવારણ બને છે. સ્વાસ્થ અને શારિરીક ફાયદાઓને ધ્યાનમાં રાખી કારેલાનું સેવન અવશ્ય કરવું જોઇએ. ઘણા લોકો કારેલાનું શાક બનાવીને ખાય છે તો ઘણા લોકો તેનું જ્યુસ પીવે છે.

જો તમે કારેલાનું શાક ખાવ છો તો તમે તેનું જ્યુસ પણ પી શકો છો. કારેલાના જ્યૂસથી ત્વચા અને વાળની સાથે તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. કારેલાનું જ્યૂસ પીવાથી ચહેરા પર ગ્લો આવે છે. સાથે જ બોડી સંપૂર્ણ રીતે ડીટોક્સ થઇ જાય છે, જેથી વજન પણ કંન્ટ્રોલમાં રહે છે. કારેલામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેથી તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તો આવો જાણી ગુણોથી ભરપૂર કારેલાના જ્યૂસના અન્ય સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ.

ડાયાબિટીસમાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઇન્સુલિન હોય છે, જેને પોલીપેપ્ટાઇડ પણ કહેવામાં આવે છે. કારેલાનું જ્યૂસ શરીરમાં બ્લડ શુગર લેવલને હંમેશા કંન્ટ્રોલમાં રાખે છે. તેને ખાલી પેટે પીવાનું રાખો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

લિવર માટે ફાયદાકારક
કારેલાનું જ્યૂસ તમારા આંતરડાઓને સાફ કરે છે. કારેલાના જ્યૂસમાં મોમોર્ડિકા ચારરેંટિયા નામનું તત્વ હોય છે. આ એક એન્ટિઓક્સીડેન્ટ છે, જે લીવરના કામોને મજબૂત કરીને લિવર ડેમેજથી બચાવે છે. તે ગોલ બ્લેડરના કામને પણ મજબૂત કરે છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

ઇમ્યૂનિટી સ્ટ્રોંગ કરે છે
કારેલામાં વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે. જે શરીરને અનેક વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. કારેલાનું જ્યૂસ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેથી શરીર બિમારીઓથી દૂર રહે છે.

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

વજન ઘટાડવામાં મદદરૂપ
કારેલાનું જ્યૂસ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે. હકીકતમાં કારેલામાં કેલેરીની માત્ર ખૂબ ઓછી હોય છે. જેથી કેલેરી કન્ટ્રોલમાં રહે છે અને વજન પણ વધતો અટકે છે. કારેલાનું જ્યૂસ પીવાથી બોડી ડિટોક્સ થઇ જાય છે અને તેનાથી વજન કન્ટ્રોલમાં રહે છે.



ત્વચા માટે ફાયદાકારક
કારેલાના જ્યૂસમાં વિટામીન એ અને સી જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે. જે ત્વચાને ગ્લાઇંગ બનાવે છે. આ સાથે જ કારેલાનું જ્યૂસ બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. આ સાથે જ તે સ્કિન ઇન્ફેક્શન પણ દૂર કરે છે.
First published: