Health tips: તણાવ ઓછો કરવા પીવો કૈમોમાઇલ ટી, ઇમ્યૂનિટી સાથે પણ છે કનેક્શન

પ્રતિકાત્મક તસવીર

chamomile tea: કૈમોમાઇલ ટી કૈમોમાઇલ ફૂલથી બનેલી એક હર્બલ ચા છે. જેના સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. હકીકતમાં મિસ્ત્રના લોકો આ ફૂલ ઉગાડતા હતા. ત્યારથી કૈમોમાઇલ ફૂલ અને તેના ઔષધીય ગુણોનો લાભ ઉઠાવાઇ રહ્યો છે.

  • Share this:
Health tips: ગ્રીન ટીના ગુણો (qualities of green tea) વિશે તમને ઘણા લોકો જણાવતા હશે પણ શું તમે ક્યારેય કૈમોમાઇલ ટીનું સેવન (chamomile tea) કર્યુ છે. શું તમે જાણો છો કે આ કઇ ચા હોય છે અને તેના શું ફાયદાઓ થાય છે. કૈમોમાઇલ ટી કૈમોમાઇલ ફૂલથી બનેલી એક હર્બલ ચા (Chamomile Tea An herbal tea made from chamomile flowers) છે. જેના સેવનથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. હકીકતમાં મિસ્ત્રના લોકો આ ફૂલ ઉગાડતા હતા. ત્યારથી કૈમોમાઇલ ફૂલ અને તેના ઔષધીય ગુણોનો લાભ ઉઠાવાઇ રહ્યો છે. ગ્રીન ટીની જેમ કૈમોમાઇલ ટી પણ બજારમાં સૈશેમાં ઉપલબ્ધ હોય છે અને તેના ઔષધીય ગુણ તમારા સ્વાસ્થ્યને જાળવી રાખશે. કૈમોમાઇલ ટી સ્વાસ્થ્યની સાથે વાળ અને સ્કિન માટે પણ ખૂબ ફાયદાકારક છે. આવો જાણીએ તેના અન્ય ફાયદાઓ વિશે.

પેટના દુખાવામાં મદદરૂપ
કૈમોમાઇલ ટી ગેસની સમસ્યામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. મોશન સિકનેસ, ડાઇઝેશનમાં સમસ્યા, ડાયરિયા, ઉલ્ટી થવી વગેરે જેવી પરેશાનીઓ હોય તો કૈમોમાઇલ ટીનું સેવન મદદરૂપ થઇ શકે છે. કૈમોમાઇલ ટી પીવાથી ગેસમાં પેટના દુખાવાથી રાહત મળે છે.

તણાવ કરે છે ઓછો
આજની આ ભાગદોડ ભરી અને વ્યસ્ત લાઇફમાં તણાવ અને એન્ઝાઇટીથી લોકોને પસાર થવું પડે છે. કોરોના કાળમાં તો આ સમસ્યા વધુ તીવ્ર બની છે. લોકો ઘરોમાં બંધ થઇ ગયા અને તેવામાં ઘણું ડિપ્રેસ્ડ અનુભવી રહ્યા છે. આ સમયે કૈમોમાઇલ ટી પીવાથી તમને રાહત મળે છે. હકીકતમાં કૈમોમાઇલ ટી સ્ટ્રેસ લેવલને ઘટાડી દે છે.

આ પણ વાંચોઃ-Health tips: શું તંદુરસ્ત રહેવા દરરોજ 10000 ડગલાં ચાલવું જ પડે? આ કોન્સેપ્ટ પાછળ શું છે તથ્ય? અહીં જાણો

પીરીયડ્સના દુખાવામાં આપશે રાહત
કૈમોમાઇલ ટી પીરીયડ્સમાં સ્ત્રીઓને થતા દુખાવાથી રાહત આપે છે. તે યૂટ્રેસને રિલેક્સ કરે છે અને તે હોર્મોન્સના પ્રોડક્શનનું કામ કરે છે જેના કારણે પીરિયડ્સમાં પેટમાં દુખાવો થાય છે.

આ પણ વાંચોઃ-Health tips: પ્રેગ્નેન્સી બાદ મહિલાઓને શા માટે અપાય છે અજમાનું પાણી પીવાની સલાહ? જાણો તેના અનેક ફાયદાઓ

શરદી-ઉધરસમાં રાહત
જો તમને શરદી-ઉધરસ થયા છે તો તમે કૈમોમાઇલ ટીનું સેવન કરી શકો. થોડી જ વારમાં તમને તેની અસર દેખાશે. તેને પીવાથી ઘણી રાહત મળે છે. તમે ઇચ્છો તો કૈમોમાઇલ ટીની સ્ટીમ પણ લઇ શકો છો.

ઇમ્યૂન સિસ્ટમને બનાવે છે મજબૂત
કૈમોમાઇલ ટી શરીરથી માત્ર બીમારીઓને દૂર નથી રાખતી પણ તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે. જેથી વાયરલ ઇન્ફેક્શનથી દૂર રહી શકાય છે.

આ પણ વાંચોઃ-Health tips: આ 5 આદતો બની શકે છે કિડનબી ખરાબ થવાનું કારણ, આજે જ બદલો આ આદતો

અનિન્દ્રાની સમસ્યા કરે છે દૂર
કૈમોમાઇલ ટી નર્વ્સને રિલેક્સ કરે છે અને નર્વ્સ સિસ્ટમને સ્મૂથ બનાવે છે. તેનાથી સારી ઊંઘ આવે છે. તે કેફીનના એડિક્શનને ખતમ કરવામાં મદદરૂપ છે. ઊંઘ ન આવતી હોય તો કૈમોમાઇલ ટી પીવાથી ઘણો ફાયદો થશે.

સનબર્નની કરે છે સારવાર
કૈમોમાઇલ ટી એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝથી ભરપૂર હોય છે. તે સનબર્નને ઠીક કરે છે. તેના માટે કૈમોમાઇલ ટીને સારી રીતે ઉકાળી લો અને ત્યાર બાદ તેને ઠંડી કરી તે જગ્યાઓ પર લગાવો જ્યાં સનબર્ન થયું છે. થોડા જ સમયમાં તમને અસર દેખાવા લાગશે.ડેંડ્રફની સમસ્યાથી મળશે છૂટકારો
કૈમોમાઇલ ટી માત્ર ડેંડ્રફ દૂર જ નહીં પરંતુ તેનાથી બચાવે પણ છે. વાળ ધોયા બાદ છેલ્લે કૈમોમાઇલ ટી લગાવો. તેનાથી ડેંડ્રફની સમસ્યાથી છુટકારો મળશે.
First published: