શું તમે પણ ફ્રિજમાં સ્ટોર કરો છો ખોરાક? જાણો કેટલા સમય સુધી તે રહે છે સારું

પ્રતીકાત્મક તસવીર

ફ્રીજમાં મૂકી રાખેલું ભોજન શું આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?

  • Share this:
How Long We Can Store Foods In Refrigerator: આજના ભાગદોડ ભરેલા જીવનમાં મોટાભાગના લોકો માટે તાજુ બનાવેલું જમવાનું શક્ય નથી. ત્યારે નોકરી કરતા લોકો ઘણી વખત ઓફીસ અને કામની વચ્ચે સમય કાઢીને એક સાથે બધું ભોજન બનાવી લે છે અને પછી ફ્રીજ(Refrigerator)માં સ્ટોર કરી લે છે. તેનાથી તેમની પાસે દરેક સમયે પર્યાપ્ત ખોરાક(Foods) હોય છે અને તેઓ સમય કાઢીને સમયસર જમી શકે છે. પરંતુ સવાલ એ છે કે, ફ્રીજમાં મૂકી રાખેલું ભોજન શું આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? ક્યાંક તે આપણે નુકસાન તો નથી પહોંચાડી રહ્યું ને? આવો જાણે ફ્રીજમાં સ્ટોર કરવામાં આવેલ ભોજન વિશે વિગતવાર.

આ વાતોનું રાખો ધ્યાન

- ફ્રીજમાં રાખેલા ભાતને બે દિવસમાં જ ખાઇ લો. ફ્રીજમાં રાખેલા ભાત ખાતા પહેલા તેને થોડી વાર બહારના સામાન્ય તાપમાનમાં રાખો અને ત્યારબાદ તેને ગરમ કરીને ખાવ.

- રોટલી બનાવ્યાના 12થી 14 કલાકમાં તેને ખાઇ લેવી જોઇએ. આમ ન કરવાથી તેની પૌષ્ટિકતા દૂર થઇ જાય છે અને પેટમાં દુખાવો થઇ શકે છે.

- વધેલી દાળને બે દિવસની અંદર ખાઇ લો, નહીં તો ફ્રીજમાં રાખેલી દાળ પેટમાં ગેસનું કારણ બને છે.

Fact Check: અમુલે 1.38 લાખ મુસ્લિમ કર્મચારીઓને બરતરફ કર્યા? શું છે વાયરલ પોસ્ટની હકીકત?

- કાપેલા ફળને ફ્રીજમાં વધુ સમય સુધી ન રાખો અને જો સ્ટોર કરવા પડે તો તેને એર ટાઇટ ડબ્બામાં ભરીને રાખો.

- કાપેલું પપૈયું જો તમે ફ્રીજમાં સ્ટોર કર્યુ છે, તો તેને 6 કલાકની અંદર ખાઇ લેવું યોગ્ય રહેશે.

આજનો દિવસ રાજ્ય માટે ભારે, આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

- સફરજનને કાપીને ફ્રીજમાં સ્ટોર કર્યાના 4 કલાકમાં તેને ખાઇ લેવું જોઇએ. જો સફરજનને કાપ્યા બાદ વધુ સમય માટે ફ્રીજમાં રાખવામાં આવે તો તેમાં ઓક્સીડાઇઝેશન થવા લાગે છે અને તેનો ઉપરનો ભાગ કાળો થવા લાગે છે.

- આ સિવાય ચેરીને 7 દિવસ, બ્લૂબેરી, રાસ્પબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીને 3થી 6 સપ્તાહ, ખાટા ફળોને 1થી 3 સપ્તાહ, દ્રાક્ષને 7 દિવસ, તરબૂચ જો કાપ્યા વગર રાખો તો બે સપ્તાહ અને કાપીને રાખો તો 2થી 4 દિવસ, અનાનસને 5થી 7 દિવસ, બીન્સને 3થી 5 દિવસ, કોર્નને 1થી 2 દિવસ, કાકડીને 4થી 6 દિવસ, રીંગણને 4થી 7 દિવસ અને મશરૂમને 3થી 7 દિવસથી વધુ સમય માટે ફ્રિજમાં સ્ટોર ન કરવા જોઇએ. આમ કરવાથી તે આપણા શરીરને હાનિકારક અસરો કરી શકે છે.
First published: