Health Tips: સવારના નાસ્તામાં આ 5 વસ્તુઓ ન લેશો, નહીંતર નહીં ઘટે પેટની ચરબી

પ્રતિકાત્મક તસવીર

તમે સવારમાં જ પ્રોસેસ્ડ ફુડનું સેવન કરો તો તે તમારું વજન ઘટાડવાના સ્થાને વધારશે. આવા ખાદ્ય પદાર્થોને કુકિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તેને બનાવવા માટે તેલ મસાલાનો ઉપયોગ પણ વધુ કરવામાં આવે છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ ફાંદ બહાર આવે ત્યારે આરોગ્યની સાથે વ્યક્તિત્વ પર પણ અસર થાય છે. શરીરમાં (body) નકામી ચરબી બીમારીને (fat) આમંત્રણ આપે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જે લોકો જીમ (GYM) અથવા અન્ય કોઈ પ્રકારના ફિટનેસ સેન્ટરમાં (Fitness center) જાય છે, તેમાંથી મોટાભાગના લોકો કોઈને કોઈ બીમારીથી પીડાઇ રહ્યા હોય છે. બીમારીથી છુટકારો મેળવવા માટે જ બેલી ફેટ (Belly Fat) ઓછું કરવા માંગે છે. વ્યસ્ત જીવનશૈલીને (lifestyle) કારણે લોકો સવારે નાસ્તો કરતા નથી અથવા બિન આરોગ્યપ્રદ ખોરાક (food) ખાય છે. જેનાથી વજન ઘટવાના સ્થાને વધવા લાગે છે. જેથી અમે આજે અહીં સવારના નાસ્તામાં કઈ વસ્તુ ન લેવી જોઈએ તેની માહિતી આપી છે.

પ્રોસેસ્ડ ફૂડ
જો તમે સવારમાં જ પ્રોસેસ્ડ ફુડનું સેવન કરો તો તે તમારું વજન ઘટાડવાના સ્થાને વધારશે. આવા ખાદ્ય પદાર્થોને કુકિંગ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તેને બનાવવા માટે તેલ મસાલાનો ઉપયોગ પણ વધુ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચિપ્સ, પોપકોર્ન, ડ્રાય ફૂડ, સ્નેક અને ફ્રોઝન ફૂડ સવારે લેવાથી તકલીફ પડી શકે.

કેક અને કુકીઝ
કેક અને કુકીઝને બનાવવા માટે મેંદો, ખાંડ અને સેચુરેટેડ ફેટનો ઉપયોગ થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. માટે નાસ્તામાં તેનો ઉપયોગ ન કરો. રોટલી કે ફળનો ઉપયોગ કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

નૂડલ્સ
નૂડલ્સ પણ મેંદામાંથી બને છે. જેમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. નૂડલ્સ ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. પરંતુ સ્વાસ્થ્યના મામલામાં નૂડલ્સ બિન આરોગ્યપ્રદ છે. જેથી બ્રેકફાસ્ટમાં નૂડલ્સનો ઉપયોગ કરવાનું ટાળો.

આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

ફ્રૂટ જ્યુસ
બજારમાં મળતા ફ્રુટ જ્યુસ બ્રેકફાસ્ટ માટે ખૂબ સારો વિકલ્પ છે, તેવું ઘણા લોકો માને છે. પરંતુ આ વાત સાચી નથી. આ જ્યુસમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જે તમારું વજન ઘટાડવાના સ્થાને વધારે છે. તમારે ફ્રેશ જ્યુસનો જ ઉપયોગ કરવો જોઈએ. જેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે અને ખાંડ પણ હોતી નથી.પુરી, પરોઠા
જો સવાર સવારમાં તળેલી વસ્તુઓ ખાવ તો પણ તે હાનિકારક છે. પૂરી, પરોઠા, કચોરી, પકોડાના સ્થાને રોટલી, ઓટ્સ, ફળ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. Nesw18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published: