health tips: શરીરમાં યૂરિક એસિડની માત્રા ઓછી કરવા માટે આ ફૂડનું ન કરો સેવન

પ્રતિકાત્મક તસવીર

યૂરિનના માધ્યમથી શરીરમાંથી યૂરિક એસિડ નીકળી જાય છે. જ્યારે શરીરમાં યૂરિક એસિડની માત્રા વધે છે, ત્યારે તે સાંધા અને હાંડકા વચ્ચે ક્રિસ્ટલ્સ રૂપે ભેગો થવા લાગે છે.

  • Share this:
હેલ્થ ડેસ્કઃ જો શરીરમાં (body) યુરિક એસિડ (Uric acid) વધે તો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના કારણે એડી અને તળિયામાં દુખાવો થાય છે તથા ગઠિયા જેવી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. શરીરમાં પ્યૂરિન નામનું તત્વ તૂટવાથી યૂરિક એસિડનું પ્રમાણ વધે છે. યૂરિનના માધ્યમથી શરીરમાંથી યૂરિક એસિડ નીકળી જાય છે. જ્યારે શરીરમાં યૂરિક એસિડની માત્રા વધે છે, ત્યારે તે સાંધા અને હાંડકા વચ્ચે ક્રિસ્ટલ્સ રૂપે ભેગો થવા લાગે છે.

આ કરણોસર સાંધાનો દુખાવો, તળિયામાં દુખાવો, કિડનીની સમસ્યા અને ગઠિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે શરીરમાં યૂરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવી જરૂરી છે. કેટલાક ખાનપાનને નિયંત્રિત કરીને યૂરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે. નીચે જણાવેલ ફૂડની ચરી પાડીને તમે શરીરમાં યૂરિક એસિડની માત્રાને નિયંત્રિત કરી શકો છો.

પ્રોટીનયુક્ત વસ્તુઓની ચરી પાડો
જો શરીરમાં યૂરિક એસિડ વધે તો પ્રોટીનયુક્ત વસ્તુઓની ચરી પાડવી જોઈએ. જો શરીરમાં યૂરિક એસિડ વધે તો દૂધ, દૂધથી બનેલ ડેરી પ્રોડક્ટ, દહીં, પનીર, પાલક, રાજમાં, લીલા વટાણા, નટ્સ સ્પ્રાઉટ્સ, સોયા, ઈંડા, બીજ, ચીકન અને દાળ જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

વધુ શુગર યુક્ત ડ્રિંક્સનું સેવન ન કરવું
જે લોકોના શરીરમાં યૂરિક એસિડની માત્રા વધારે છે તે લોકોએ વધુ સુગરયુક્ત પીણાનું સેવન ન કરવું જોઈએ. સોફ્ટડ્રિંક્સ, સોડા, કોલ્ડડ્રિંક્સ, શિકંજી, આલ્કોહોલ, ચા અને કોફી જેવી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. આ ડ્રિંક્સના સેવનથી શરીરમાં યૂરિક એસિડની માત્રા વધે છે, જેના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યા સર્જાય છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

નોનવેજ-સી ફૂડનું સેવન ના કરવું જોઈએ
જે લોકોના શરીરમાં યૂરિક એસિડની માત્રા વધારે છે તેમણે નોનવેજ અને સી ફૂડનું સેવન ન કરવું જોઈએ. તેમ છતાં જો તમે આ વસ્તુઓનું સેવન કરો છો તો તમારા શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી શકે છે અને આર્થારાઈટિસનો દુખાવો વધી શકે છે. ચીકન, તીતર, હરણ, જેવા અન્ય જીવનું માંસ ન ખાવું. કરચલો, ઝીંગા, મૈકરેલ માછલી અને ટૂના માછલીનું સેવન પણ ન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

જંક ફૂડ અને તળેલી વસ્તુ ના ખાવી
શરીરમાં યૂરિક એસિડની માત્રાને વધતી રોકવા માટે ચિપ્સ, પાપડ, પિત્ઝા, બર્ગર જેવા જંક ફૂડ અને તળેલી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મસાલેદાર ખાદ્ય વસ્તુઓ, ઓઈલી ફૂડ, સોયા મિલ્ક, ખાટા ફળ, સોયાબીન, આઈસ્ક્રીમ, આથાવાળું ભોજન, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ, સફેદ બ્રેડ, કેક, બિસ્કીટ અને કોકો જેવી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. દર્શાવેલ ભોજનની ચરી પાડવાથી તમે શરીરમાં યૂરિક એસિડની માત્રા ઓછી કરી શકો છો.



(નોંધ- આ લેખમાં આપવામાં જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: