Health tips: શું તંદુરસ્ત રહેવા દરરોજ 10000 ડગલાં ચાલવું જ પડે? આ કોન્સેપ્ટ પાછળ શું છે તથ્ય? અહીં જાણો

ચાલવા અંગેની પ્રતિકાત્મક તસવીર

Health tips: ફિટનેસ ટ્રેક કરતા સાધનો દરેક વ્યક્તિએ 10000 પગલા ભરવા જોઇએ તેવું દર્શાવે છે. ખૂબ ઓછા લોકો તેના પર વિશ્વાસ કરે છે. કેટલાક ચાલવાનો પ્રયત્ન પણ કરે છે. કેટલાક લોકો ટાર્ગેટ પૂરો કરે છે, તો કેટલાકનો ટાર્ગેટ અધુરો રહી જાય છે.

  • Share this:
Health tips: કોરોનાના (Coronavirus) કારણે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બની ગયા છે. આમ પણ ફિટ રહેવા માટે લોકો વર્ષોથી અવનવા પ્રયોગો કરતા આવ્યા છે. આવી સ્થિતિમાં દરરોજ 10000 ડગલાં ચાલવાની (Take a walk) ટેકનીક કેટલાક લોકો અનુસરે છે. આ ટેકનિકને ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ શું આપણે વાસ્તવમાં 10000 ડગલા ચાલી શકીએ છીએ? ના. અમેરિકા (America) અને કેનેડા (canada) જેવા પશ્ચિમના દેશોમાં વયસ્કો પ્રયત્નો કરવા છતાં પણ 5000 હજાર જેટલા ડગલા પણ માંડી શકતા નથી. તો શું દરરોજ 10000 પગલાં ભરવા સ્વાસ્થ્ય માટે જરૂરી છે? શું આવું કર્યા વગર પણ સ્વસ્થ રહી શકાય છે?

ફિટનેસ ટ્રેક કરતા સાધનો દરેક વ્યક્તિએ 10000 પગલા ભરવા જોઇએ તેવું દર્શાવે છે. ખૂબ ઓછા લોકો તેના પર વિશ્વાસ કરે છે. કેટલાક ચાલવાનો પ્રયત્ન પણ કરે છે. કેટલાક લોકો ટાર્ગેટ પૂરો કરે છે, તો કેટલાકનો ટાર્ગેટ અધુરો રહી જાય છે. અલબત્ત, જો તમે પણ ટાર્ગેટ અધુરો રહી જતા હોય તેવા લોકોમાંથી હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. 10000 ડગલા ચાલવાની વાતને વિજ્ઞાન સાથે ઓછો અને સંયોગ સાથે વધુ સંબંધ છે.

હાવર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ડો. એઇ મિન લીના મત મુજબ 10000 ડગલા ચાલવાનો કોન્સેપ્ટ 60ના દાયકા દરમિયાન જાપાનમાં શરૂ થયો હતો. 1964માં ટોક્યોમાં ઓલિમ્પિક દરમિયાન લોકો પોતાના સ્વાસ્થ્ય માટે અવનવા ઉપાયો કરતા હતા. તે સમયે ઘડિયાળનું નિર્માણ કરતી એક કંપનીએ એક ખાસ પેડોમીટર બનાવ્યું હતું. જેમાં એક પુરુષો ચાલતો જોવા મળતો હતો અને જાપાની ભાષામાં 10000 ડગલાં લખેલું હતું. આ 10000 ડગલાં ચાલવાનો ટાર્ગેટ તો એમ જ અપાયો હતો. પરંતુ સમય જતા આખા વિશ્વમાં ફેલાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

આ દરમિયાન ફિટનેસ માટે આવતા ટ્રેકર કોઈપણ જાતના સંશોધન વગર દરરોજ 10000 ડગલાં ચાલવાં જોઈએ, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેવું દર્શાવવા લાગ્યા હતા. જોકે, વિજ્ઞાનનું કહેવું છે કે, સ્વસ્થ્ય રહેવા માટે દરરોજ આટલા બધા ડગલાં ચાલવાની જરૂર નથી. ઇન્ડિયન એક્સપ્રેસમાં આ બાબતે વિસ્તૃત અહેવાલ અપાયો છે.

આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

ગત વર્ષે જ એક અભ્યાસ થયો હતો. જેમાં અલગ-અલગ દેશના પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. યુવાનથી લઈને પ્રૌઢ વયના આ લોકોના સ્વાસ્થ્ય અંગે કેટલાક તથ્યો બહાર આવ્યા હતા. એ મુજબ, જે લોકો દરરોજ 8000 ડગલા ચાલતા હતા, તેઓમાં હૃદયરોગ અથવા તેનાથી મોતની શક્યતા ઓછું ચાલનાર લોકો જેટલી જ હતી. જોકે, તેનો મતલબ એમ નથી કે 10000 ડગલાં ચાલવાથી કોઈ નુકસાન થતું હોય. વાત એ છે કે, આટલા ડગલાં ચાલવાથી તમે સ્વસ્થ રહેશો તે વાતનો વિજ્ઞાનિક આધાર નથી.

આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

આમ જોવા જઈએ તો ખૂબ ઓછા લોકો 10000 ડગલાં ચાલી શકે છે. કેનેડા અને અમેરિકામાં સ્વાસ્થ્ય બાબતે જાગૃત લોકો પર થયેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે, આટલા ડગલાનો ટાર્ગેટ લાંબા સમય સુધી આપવામાં આવે તો લોકો ચાલવાનું જ બંધ કરી દે છે! પોતાને ટાર્ગેટ આપીને તે પૂરો ન થવાથી લોકો તણાવમાં સરકી જાય છે. પરિણામે કેટલીક બીમારીઓનો ખતરો વધી જાય છે. આ જ કારણે વૈજ્ઞાનિકોએ 10000 ડગલાંના સ્થાને નાના ટાર્ગેટ પર કામ કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત કસરત અને સંતુલિત ભોજન પણ પણ લાઇફસ્ટાઇલના કારણે થતી બિમારીઓમાં રાહત આપે છે.

અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશોના લોકો વધુ આળસુ હોય છે. આ બાબતે પહેલા પણ અહેવાલો આવી ચૂક્યા છે. બે વર્ષ પહેલા વિશ્વ આરોગ્ય સંગઠને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અલગ-અલગ દેશના નાગરિકો કેટલા સક્રિય છે તે અંગે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. આ રેન્કિંગમાં યુગાન્ડાના નાગરિક સૌથી વધુ મહેનતું અને એક્ટિવ હોવાનું સામે આવ્યું હતું. આ દેશની માત્ર 5.5 ટકા પ્રજા પૂરતી રીતે સક્રિય નથી.

168 દેશોની આ યાદીમાં અમેરિકા સહિતના ઘણા સુખી-સંપન્ન દેશો ખૂબ પાછળ રહી ગયા હતા. આવા દેશોમાં અડધાથી વધુ વયસ્ક વસ્તી શારીરિક કસરત કરતી નથી. અલબત્ત, ભારતમાં પણ સ્થિતિ સારી નથી. ભારત આ રેન્કિંગમાં 117માં સ્થાને છે. રિસર્ચ મુજબ આપણી વસ્તીના 34 ટકા લોકો પૂરતા સક્રિય નથી.

ભૂતકાળમાં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં પણ ભારતને વિશ્વના સૌથી આળસુ દેશોની યાદીમાં નાખ્યું હતું. ભારત તે દેશોમાં 39માં ક્રમે હતું. આપણા દેશમાં એક દિવસમાં એક વ્યક્તિ સરેરાશ 4296 ડગલા ભરે છે. આ સૌથી વધુ ચાલવા મામલે હોંગકોંગના લોકો આગળ છે. હોંગકોંગમાં લોકો સરેરાશ 6880 ડગલાં ભરે છે. જ્યારે ઇન્ડોનેશિયાના લોકો માત્ર 3513 ડગલાં ભરે છે. આ દેશ સૌથી ઓછા એક્ટિવ દેશોમાં ટોચના સ્થાને છે.
First published: