Home /News /lifestyle /થઇ જજો સાવધાન: તમે પણ લેપટોપ ખોળામાં લઇને કામ કરો છો? તો શરીર બની જશે બીમારીઓનું ઘર

થઇ જજો સાવધાન: તમે પણ લેપટોપ ખોળામાં લઇને કામ કરો છો? તો શરીર બની જશે બીમારીઓનું ઘર

લેપટોપ ખોળામાં રાખશો નહીં

Health Tips: વર્ક ફ્રોમ હોમને કારણે અનેક લોકો સતત લેપટોપમાં કામ કરી રહ્યા છે. જો કે મોટાભાગના લોકો લેપટોપને ખોળામાં લઇને બેસીને કામ કરતા હોય છે. લેપટોપને ખોળામાં લઇને બેસવાથી અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોના કાળ પછી વર્ક ફ્રોમ હોમનું કલ્ચર બહુ વધી ગયુ છે. આજના આ દિવસોમાં પણ અનેક લોકો ઘરે બેસીને કામ કરી રહ્યા છે. આ વર્ક કલ્ચર અનેક લોકોને ગમી રહ્યું છે તો અનેક લોકો આનાથી નારાજ છે. આ સાથે જ વર્ક ફ્રોમ હોમમાં અનેક લોકોને હેલ્થ તેમજ સ્કિનને લગતી સમસ્યાઓ થઇ રહી છે. જો કે વર્ક ફ્રોમ હોમમાં અનેક લોકો ઘરે બેસીને લેપટોપમાં કામ કરી રહ્યા છે ત્યારે મોટાભાગનાં લોકો લેપટોપને ખોળામાં લઇને બેસતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ તમારી બહુ ખરાબ આદત છે. આ આદતથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

    આ પણ વાંચો: વજન વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

    જો તમે પણ લેપટોપને ખોળામાં લઇને કામ કરો છો તો આ આદત તમારે સુધારવી જોઇએ કારણકે લેપટોપમાંથી નિકળતી હીટ આપણી સ્કિન અને અંદરના ટિશ્યુના ડેમેજ કરે છે જેના કારણે બોડીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તો જાણી લો તમે પણ લેપટોપને ખોળામાં લઇને કામ કરવાથી કઇ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

    • મહિલાઓ કરતા પુરુષોમાં લેપટોપની હિટ વધારે અસર કરે છે. જો કે મહિલાઓનું યુટ્સ શરીરની અંદર હોય છે જ્યારે પુરુષોમાં ટેસ્ટિકલ શરીરના બહારના ભાગમાં હોય છે જે હિટ રેડિએશનથી વધારે નજીક રહે છએ. વધારે તાપમાનથી પુરુષોની સ્પર્મ ક્વોલિટી નબળી પડે છે જેના કારણે ફર્ટિલિટીમાં સમસ્યા આવી શકે છે.


    આ પણ વાંચો: પિરીયડ્સમાં દુખાવો અને વધારે બ્લિડિંગ થાય છે?



      • લેપટોપને ખોળામાં લઇને બેસવાથી માથું ભારે રહે છે. આ સાથે જ ઘણાં લોકોને સતત માથુ દુખ્યા કરે છે. આ ડિવાઇસમાંથી નિકળતી હિટ ફ્રિકવેન્સી રેડિએશન છોડે છે અને બ્લુટુથ કનેક્શનથી જ રેડિએશન બહાર આવે છે જે તમને બીમાર કરી શકે છે.

      • મોટાભાગનાં લોકો લેપટોપને ખોળામાં લઇને બેસે છે ત્યારે પગ એકબીજાને અડેલા હોય છે જેના કારણે બોડીમાં દુખાવો થાય છે. આ સાથે જ લેપટોપ સતત યુઝ કરવાથી મસલ્સમાં પણ દુખાવો થાય છે. આ માટે લેપટોપને સતત ખોળામાં લઇને બેસશો નહીં.






    • સતત લેપટોપને ખોળામાં લઇને બેસો છો તો તમારી આંખોને પણ નુકસાન થાય છે. આ માટે તમે જ્યારે પણ લેપટોપમાં કામ કરો ત્યારે ખાસ કરીને થોડી-થોડી વારે ઉભા થાવો. આમ કરવાથી શરીરને આરામ મળે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Laptop, Life style

    विज्ञापन
    विज्ञापन