Home /News /lifestyle /અનેક લોકો અનુલોમ-વિલોમ કરતી વખતે કરે છે આ ભૂલો, VIDEO જોઇને એક્સપર્ટ પાસેથી જાણી લો સાચી રીત
અનેક લોકો અનુલોમ-વિલોમ કરતી વખતે કરે છે આ ભૂલો, VIDEO જોઇને એક્સપર્ટ પાસેથી જાણી લો સાચી રીત
આ ભૂલો કરવાથી હેલ્થને નુકસાન થાય છે.
Anulom Vilom Common Mistakes: એક્સપર્ટનું માનીએ તો પ્રાણાયામ કરવાથી મન પર શાંત પ્રભાવ પાડે છે અને સાથે ઊંઘ પણ સારી આવે છે. આ સાથે નેગેટિવ વિચારોથી તમે દૂર રહો છો. તમે નિયમિત પ્રાણાયામ કરો છો તો બ્લડ પ્યૂરિફેકિશન થવામાં પણ મદદ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનુલોમ-વિલોમ યોગ વિશે દરેક લોકો જાણતા હોય છે. આ એક પ્રકારની બ્રિથિંગ એક્સેસાઇઝ છે જે આપણાં ફેફસાં અને હેલ્થને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે જ અનુલોમ-વિલોમ પ્રાણાયમ સાઇનસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે. જો કે અનુલોમ-વિલોમ એક સરળ એક્સેસાઇઝ છે, પરંતુ આ કરવાની પણ એક સાચી રીત હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકો અનુલોમ-વિલોમ ખોટી રીતે કરતા હોય છે. ખોટી રીતે આ આસન કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ ખોટી રીતે અનુલોમ-વિલોમ કરવાથી સ્વાસ્થ્યને કોઇ પણ પ્રકારના લાભ થતા નથી.
અનુલોમ-વિલોમ કરવાથી શારિરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, જે આપણાં માનસિક સ્વાસ્થ્યના સ્તરને સુધારવાનું કામ કરે છે. આ માટે અનુલોમ-વિલોમ પ્રોપર કેવી રીતે કરાય એ જાણવું ખૂબ જરૂરી છે. અનુલોમ-વિલોમ વિશે યોગ ટ્રેનર જૂહી કપૂરે એમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાણકારી આપી છે. તો જાણો કઇ ભૂલો સામાન્ય રીતે લોકો કરતા હોય છે.
અનુલોમ-વિલોમ કરવાના ફાયદા..
યોગ ટ્રેનર કપૂર અનુસાર આ બ્રિથિંગ એક્સેસાઇઝ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. આ સાથે જ આ ફેફસાંની ક્ષમતાને સારી કરે છે અને સાથે સ્ટ્રેસ લેવલને ઓછુ કરે છે. આ સાથે શરીરના અંગોને સારું કાર્ય કરવામાં મદદ કરે છે. જે લોકોને બીપીની તકલીફ છે એમને આ આસન કરવું જોઇએ. અનુલોમ-વિલોમ કરવાથી હોર્મોનલ સંતુલન સારું થાય છે.
જ્યારે પણ અનુલોમ-વિલોમ કરે ત્યારે ખાસ કરીને બધી આંગળીઓનો ઉપયોગ કરે.
ઘણાં લોકો હાથ અને કોણીને ઉપર કરતા હોય છે.
આસન કરો ત્યારે ખાસ કરીને પૂરા શરીરને હલાવવું.
નાકને થોડુ વધારે દબાવવું
નાક પર આંગળીઓથી પ્રેશર આપવું
આમ, જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે અનેક લોકો આ ટાઇપની ભૂલો કરતા હોય છે. તમને જણાવી દઇએ કે આ ભૂલો કરવાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી અને નુકસાન થાય છે. આ માટે અનુલોમ-વિલોમ પ્રોપર રીતે કરવુ ખૂબ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર