Health tips: આવી રહ્યો છે ઊનાળો, તરબૂચ ખાવાનાં અનેક ફાયદાઓ, જાણો ક્યારે ખાવું અને ક્યારે નહીં

News18 Gujarati
Updated: February 19, 2020, 11:26 PM IST
Health tips: આવી રહ્યો છે ઊનાળો, તરબૂચ ખાવાનાં અનેક ફાયદાઓ, જાણો ક્યારે ખાવું અને ક્યારે નહીં
ફાઈલ તસવીર

તરબૂચના સેવનમાત્રથી તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય છે. ચાલો સૌથી પહેલાં તો તરબૂચમાં શું હોય છે ખાસ અને તે શરિરનાં કયા મિનરલ્સની પૂર્તિ કરનાર માનવામાં આવે છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક: તરબૂચ (Watermelon) એક એવું ફ્રુટ છે જેમાં પાણીની માત્ર ભરપુર હોય છે. તેનાં સેવનમાત્રથી તમારી ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય છે. જી હાં. ચાલો સૌથી પહેલાં તો તરબૂચમાં શું હોય છે ખાસ અને તે શરિરનાં (body) કયા મિનરલ્સની (Minerals) પૂર્તિ કરનાર માનવામાં આવે છે. Health tips

શું હોય છે તરબૂચમાં
100 ગ્રામ તરબૂચના ટુકડામાં 30 કેલરી હોય છે, 0.15 ગ્રામ ફેટ એટલે કે ઝીરો ફેટ હોય છે, 92 ગ્રામ પાણી હોય છે. 6.20 ગ્રામ શુગર, 7.55 ગ્રામ કાબોર્હાઇડ્રેટ અને 0.61 ગ્રામ પ્રોટીન હોય છે. તો 100 ગ્રામ તરબૂચમાં વિટામિન સી 9.6 મિલીગ્રામ અને કેલ્શિયમ 8 મિલીગ્રામ છે. ગરમીમાં શરીરમાંથી વહી જતાં મિનરલ્સ પોટેશિયમ 116 મિલીગ્રામ અને સોડિયમ 3 મિલીગ્રામ હોય છે.

તરબૂચમાં 90 ટકા મોઇસ્ચર હોય છે. જેથી ગરમીમાંથી આવીને તરબૂચ ખાવાથી ગળા પેટ અને મનને ટાઢક વળે છે. તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ માત્રામાં છે, જ્યારે સોડિયમ નહીંવત્ પ્રમાણમાં હોય છે. જેને કારણે બ્લડપ્રેશર વધતું અટકે છે. તરબૂચ શરીરનું ઓવરઓલ ટેમ્પરેચર ઘટાડવામાં કામ આવે છે.

તરબૂચનાં બીયા પણ છે અક્સીર
  • તરબૂચના બીયાંને ચાવીને ખાવ કે તેલનો ઉપયોગ કરો બંનેના ફાયદા એકસમાન છે. આયર્ન, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય,ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે.

  • એમાં રહેલ મેગ્નેશિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેટાબોલિક સિસ્ટમોને આધાર આપે છે. તે હૃદય રોગો અને હાયપરટેન્શનમાં પણ ઉપયોગી છે.

  • તરબૂચનાં બીયા શુગર નિયંત્રણમાં રાખે છે

  • તરબૂચ બીજ થોડા પાણીમાં ઉકાળી. આ પાણીને દૈનિક ચા ની જેમ ઉપયોગમાં લો. આ બ્લ્ડ શુગરને નિયંત્રણમાં રાખે છે.

  • ત્વચા ઈંફેક્શનમાં આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો,તરબૂચના બીજનું તેલ ચહેરા પર લગાવો. આ ચેહરાની ગંદગી અને સિબમને હટાવી પોર્સને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે.

  • એમાં અનસેચુરેટેડ ફેટી એસિડ્સ હોય છે , જે ત્વ્ચાની કોમળતાને જાળવી રાખે છે. એમાં રહેલો એંટીઓક્સિડેટ કરચલીઓ દૂર કરે છે.


તરબૂચ ક્યારે ખવાય, ક્યારે નહીં?

બપોરે ખાવું: જમ્યા પહેલાં કે જમ્યા પછી ફ્રૂટડિશ તરીકે લઈ શકાય. બપોરે ચાર-પાંચ વાગ્યાના સમયમાં ખાવું બેસ્ટ ઓપ્શન છે.

સાંજ પછી ખાવાથી થાય છે કફ : તરબૂચના ગુણ અનુસાર જો તેને સાંજ પછી ખાવામાં આવે તો શરિરમાં કફ થાય છે. ઘણી વખત આપણે રાતના જમ્યા પછી બહાર તરબૂચ ડિશ ખાવા જઇએ છીએ કે પછી ઘરે પણ તરચૂબ ખાતા હોઇએ છીએ. આ આદત ખોટી છે.

સાંજના છ-સાત વાગ્યા પછી તરબૂચ ખાવાથી કફ થાય છે. ગરમીના દિવસોમાં પણ સાંજ ઢળ્યાં પછી વાતાવરણમાં ઠંડક થઈ જાય છે. વળી, સાંજનો સમય પણ કફકારક ગણાય છે. એવા સમયે શીતળ ચીજ લેવાથી શરીરમાં કફ ગુણ વધે છે. ધારો કે સાંજે ખાવું જ હોય તો નમક અને કાળાં મરી છાંટીને જ ખાવું. દરરોજ રાત્રે તરબૂચ ખાવાની ટેવ ન રાખવી.
First published: February 19, 2020
વધુ વાંચો
अगली ख़बर