કોફીનું નિયમિત સેવન કરવાથી લિવરની બીમારીનું જોખમ ઓછુ થાય છે: અભ્યાસ

પ્રતિકાત્મક તસવીર

બ્રિટનમાં 40થી 69 વય ધરાવતા 4,94,585 લોકો જે યૂકેની વસ્તીના અડધા મિલિયન લોકો છે. તેમણે તેમના કોફીના સેવન અને મેડિકલ રેકોર્ડની જાણકારી આપી હતી.

 • Share this:
  Health: જે લોકોને કોફી ખૂબ જ પસંદ છે, તેમના માટે એક સારા સમાચાર છે. સવારે એક કપ કોફી પીવાથી લિવર સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. તાજેતરમાં સાઉથમ્પટન યુનિવર્સિટીના ડૉ. ઓલિવર કેનેડીએ કરેલ રિસર્ચ અનુસાર જે લોકો નિયમિત કોફીનું સેવન નથી કરતા, તેમની સરખામણીએ જે લોકો કોફીનું નિયમિત કરે છે, તે લોકોમાં લિવરની બીમારી થવાનું જોખમ 21 ટકા ઘટી જાય છે.

  કોફીમાં કેહવોએલ અને કેફેસ્ટોલ જેવા તત્વ રહેલા છે, જે લિવરને ડેમેજ કરતા સોજાને ઓછો કરવાનું કામ કરે છે. ગ્રાઉન્ડ કોફીમાં સ્વાસ્થ્યપ્રદ તત્વ રહેલા હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

  BMC પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલ રિસર્ચ યૂકે બાયોબેન્કના સ્ટડી દ્વારા પ્રાપ્ત થયેલ ડેટા પર આધારિત હતું. બ્રિટનમાં 40થી 69 વય ધરાવતા 4,94,585 લોકો જે યૂકેની વસ્તીના અડધા મિલિયન લોકો છે. તેમણે તેમના કોફીના સેવન અને મેડિકલ રેકોર્ડની જાણકારી આપી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

  આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

  પરિણામ પરથી જાણવા મળ્યું કે ત્રણ ભાગના લોકોથી અધિક લોકો નિયમિતરૂપે દિવસમાં બે કપ કોફીનું સેવન કરતા હતા. 10 વર્ષમાં 3,600 લોકોમાં લિવરની બીમારી જોવા મળી અને આ સમસ્યાને કારણે 301 લોકોના મૃત્યું થયા.

  આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

  બોડી માસ ઈન્ડેક્સ, દારૂનું સેવન અને ધૂમ્રપાન કરવા જેવા કારણોને ધ્યાનમાં રાખીને સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિતરૂપે કોફીનું સેવન કરે છે તે લોકોમાં લિવરની બીમારી અને ફેટી લિવર બીમારી થવાનું જોખમ 20 ટકા ઓછું હતું. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, “કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કેટલીક બીમારીઓના ઉપચાર માટે તે લાભદાયી સાબિત થઈ શકે છે.”

  રિસર્ચમાં વધુ જણાવવામાં આવ્યું કે જે લોકો કોફીનું સેવન કરે છે, તે લોકોમાં જૂનામાં જૂની લિવરની બીમારીના કારણે મરવાનું જોખમ 49% ઓછુ જોવા મળ્યું છે. કોફીનું સેવન કરવાથી લિવરનું કેન્સર કે જેને હેપાટોસેલ્યુલર કહેવામાં આવે છે, તેનું જોખમ પણ ઓછું થાય છે. રિસર્ચની કેટલીક મર્યાદા છે જેથી કોફી જૂનામાં જૂની બીમારીના જોખમને ઓછુ કરે છે તે સાબિત નથી કરી શકતું.
  First published: