Health Tips: પેટના દુઃખાવા અને પાચન સાથે આ સમસ્યાઓમાં પણ હિંગ આપે છે રાહત

હિંગની પ્રતિકાત્મક તસવીર

Benefits of Hing: હિંગ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. હિંગમાં કુમારિન નામનું તત્વ જોવા મળે છે. જેના કારણે લોહીનો પ્રવાહને યોગ્ય રીતે જાળવાય છે. હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

  • Share this:
Hing or Asafoetida Benefits: હીંગ (Asafoetida) વરિયાળીની પ્રજાતિનો છોડ છે. આ છોડ મૂળ ઈરાનનો છે. હિંગનો ઉપયોગ મોટે ભાગે ખોરાકનો સ્વાદ (Taste) વધારવા અથવા ગેસની સમસ્યા દૂર કરવા માટે થાય છે. હિંગ લાંબા સમયથી આપણા પરંપરાગત રસોડાનો (kitchen) મહત્વનો ભાગ રહી છે. હિંગનો ઉપયોગ બિરયાનીથી માંડીને કઠોળ અને શાકભાજીમાં પણ થાય છે. હિંગની (Hing benefits) સુગંધ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ છે. આજે અહીં હિંગના ફાયદા અંગે જણાવવામાં આવ્યું છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ
હિંગ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. હિંગમાં કુમારિન નામનું તત્વ જોવા મળે છે. જેના કારણે લોહીનો પ્રવાહને યોગ્ય રીતે જાળવાય છે. હિંગમાં રહેલા ઔષધીય ગુણધર્મો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

દાંતના દુઃખાવામાં રાહત
દાંતના ચેપ, પીડા અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાને દૂર કરવા માટે હીંગ ખૂબ જ ફાયદાકારક છે. હીંગમાં એન્ટીઓકિસડન્ટસ જોવા મળે છે. જે ચેપ અને દુ:ખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક
હિંગનું પાણી મેટાબોલિઝમ વધારે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને વજન ઘટે છે.

વિવિધ સંક્રમણને દૂર કરે
હિંગમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જે ત્વચાના વિવિધ રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને રિંગવોર્મ, ખરજવા, ખંજવાળ અને ચામડીના રોગોમાં પણ રાહત આપે છે.

શરદી અને ઉધરસ મટાડે
એન્ટિ-વાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મોને કારણે હીંગ ઉધરસ, અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. હિંગ કફ અને શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે હીંગના પાણી કે હિંગને મધમાં મિશ્ર કરી ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચોઃ-મહિલાઓને કેન્સર આપતો HPV પુરુષો માટે પણ ખતરો, જનનાંગોની આ બીમારીથી આવી રીતે બચો

આ પણ વાંચોઃ-Diabetesના દર્દીઓ સાઈકલ ચલાવે, તો તેમનું મૃત્યું થવાનું જોખમ 35 ટકા સુધી ઓછું: રિસર્ચ

પીરિયડના દુ:ખાવામાં રાહત
હિંગ પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. જે લોહીના પ્રવાહને વધુ સરળ બનાવે છે અને પીડાને દૂર કરે છે. ગરમ પાણીમાં હિંગ પાવડરનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત તજજ્ઞ સંપર્ક કરો.)
Published by:ankit patel
First published: