Health Tips : સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી વજન, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસમાં થઈ શકે છે ફાયદા

પ્રતિકાત્મક તસવીર

મેથીની મદદથી આપણે અનેક પ્રકારની બીમારીઓ અને રોગનો ઈલાજ કરી શકીએ છીએ. મેથીમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

  • Share this:
    ભારતમાં દરેક ઘરોમાં મેથીનો (Methi) અનેક પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. આપણે બધા મેથીના દાણા, શાકભાજી, મેથીના લાડૂ, મેથીના પરોઠા, મેથીની ચટણી ખાઈએ છીએ. મેથીનો ઉપયોગ માત્ર દવા કે શાકભાજી માટે નહીં પરંતુ ઘરેલૂ નુસ્ખા માટે પણ મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીની મદદથી અનેક બીમારીઓનો ઈલાજ કરી શકાય છે. આપણે મોટા ભાગે મેથીના પત્તા અને મેથીના બીજનો ઉપયોગ કરીએ છીએ. મેથીની ડાળી અને તેના મૂળનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

    મેથીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ (Vitamins and Minerals) અને મિનરલ્સ રહેલા છે. અનેક સમયથી મેથીનો ઉપયોગ ઔષધિ અને કોસ્મેટીક્સ બનાવવા માટે કરવામાં આવે છે. મેથીની મદદથી આપણે અનેક પ્રકારની બીમારીઓ અને રોગનો ઈલાજ કરી શકીએ છીએ. મેથીમાં ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ લાભદાયી છે.

    આ પણ વાંચો : Health Tips : પુરુષોએ આ 7 સુપરફૂડ્સ ખાવા જોઈએ, સેક્સ ડ્રાઇવ વધારવાથી લઈ ઘણા છે ફાયદા

    મેથીમાં પ્રોટીન, ટોટલ લિપિડ ઊર્જા, ફાઈબર, કૈલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામીન સી, વિટામીન બી, સોડિયમ કાર્બોહાઈડ્રેટ અનેક તત્વો રહેલા છે.

    સવારે મેથી પાણી કેવી રીતે બનાવવું?

    મેથીનું પાણી બનાવવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. એક ગ્લાસ પાણીમાં એકથી દોઢ ચમચી મેથીના દાણાને આખી રાત પલાળી દો. સવારે ઉઠીને આ પાણીને ગાળી લો અને ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરો. તમે ઈચ્છો તો બાદમાં મેથીના દાણાનું સેવન કરી શકો છો. સવારે ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત તત્વો નીકળી જાય છે. મેથી ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થામાં મહિલાઓએ ડૉકટરની સલાહ અનુસાર મેથીના દાણાનું સેવન કરવું જોઈએ.

    આ પણ વાંચો : World Population Day: કોન્ડોમ સિવાય આટલી ગર્ભનિરોધક પદ્ધતિઓનો વિશ્વમાં થાય છે ઉપયોગ

    ભૂખ્યા પેટે મેથીનું પાણી પીવાના ફાયદા

    વજન ઓછું કરવામાં લાભદાયી
    ઝડપથી કૉલસ્ટ્રોલ ઓછુ કરે છે.
    ડાયાબિટીસ નિયંત્રિત કરે છે.
    શરીરને શુદ્ધ કરે છે.
    એસિડિટીની સમસ્યાને દૂર કરે છે.
    પાચન પ્રક્રિયા મજબૂત બનાવે છે.
    કબજિયાતની સમસ્યા દૂર કરે છે.
    સાંધાના દુખાવાથી રાહત મળે છે.
    સર્દી દૂર કરવામાં મદદ કરે છે.
    ભૂખ વધારવામાં લાભદાયી
    માસિકધર્મની સમસ્યાથી રાહત આપે છે.
    સ્પર્મ કાઉન્ટમાં વધારો કરે છે.
    First published: