Morning Drink For Glowing Skin: આ 4 મોર્નિંગ ડ્રિંક્સનું સેવન કરવાથી ત્વચા રહેશે એકદમ ચમકતી અને સ્વસ્થ

પ્રતિકાત્મક તસવીર

Morning Drink For Skin: જો તમે તમારી સ્કીન ને ખૂબ જ સુંદર બનાવવા ઈચ્છો છો તો તમારે તમારી ખાન પાનની આદતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. તે માટે તમારે સવારે હેલ્ધી ડ્રિંકનું સેવન કરવું જોઈએ. હેલ્ધી મોર્નિંગ ડ્રિંક શરીરના મેટાબોલિઝમને યોગ્ય રાખે છે અને પેટ સાફ પણ રાખે છે.

  • Share this:
Health tips: સારી ત્વચા માટે જો તમે તમામ પ્રકારની સ્કીન કેયર (Skin Care) પ્રોડક્ટનો ઉપયોગ કરો છો, તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ખરાબ ખાન-પાનને કારણે તમારી ત્વચાને સૌથી વધુ નુકસાન થાય છે. જો તમે તમારી સ્કીન ને ખૂબ જ સુંદર બનાવવા ઈચ્છો છો તો તમારે તમારી ખાન પાનની આદતો પર વધુ ધ્યાન આપવું જોઈએ. તે માટે તમારે સવારે હેલ્ધી ડ્રિંકનું સેવન કરવું જોઈએ. હેલ્ધી મોર્નિંગ ડ્રિંક (Morning Drink) શરીરના મેટાબોલિઝમને યોગ્ય રાખે છે અને પેટ સાફ પણ રાખે છે. સવારે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાંથી તમામ વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. જેનાથી તમારી ત્વચા ખૂબ જ ચમકીલી બને છે.

ભરપૂર માત્રામાં પાણીનું સેવન
ડ્રિહાઈડ્રેશનના કારણે ત્વચા ખૂબ જ રૂક્ષ થઈ જાય છે. નિષ્ણાંતો અનુસાર નિયમિત 5 લીટર પાણી પીવાથી શરીરમાંથી સરળતાથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. જેનાથી ત્વચા પ્રાકૃતિક રીતે મોઈશ્ચરાઈઝ રહે છે અને શરીરનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જળવાઈ રહે છે તથા ખીલની સમસ્યા થતી નથી.

મધ અને લીંબુ પાણીનું સેવન
હુંફાળા પાણીમાં બે થી ત્રણ ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મિશ્ર કરીને સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી તે ઈલેક્ટ્રોલાઈટ તરીકે કામ કરે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીએજિંગ ગુણ હોય છે, જે શરીરમાંથી વિષાક્ત પદાર્થ દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચા પર રિંકલ્સ થતા નથી. મધમાં એન્ટીએજિંગ પોષકતત્વ રહેલા છે જે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખે છે. લીંબુમાં વિટામિન સી રહેલું છે, જે નવી કોશિકાઓ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચોઃ-લીમડાનો આ પ્રકારે ઉપયોગ કરવાથી Dandruffની સમસ્યાથી મળશે રાહત

ફળ અને શાકભાજીનો રસ
ફળ અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને પોષકતત્વ રહેલા હોય છે જેનાથી ખીલ થતા નથી તથા ત્વચા સ્વસ્થ રહે છે. સવારે ગાજર, બીટ, અનાનસ, ટામેટા, કાકડી, શક્કરિયા, નારંગી, લીંબુના જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકતી રહે છે.

આ પણ વાંચોઃ-Health tips: સ્વાસ્થ્ય માટે કઇ રીતે ફાયદાકારક છે ખાલી પેટે લીંબુ પાણી પીવું

હળદરવાળુ દૂધ
હળદર એક ઔષધિ છે જેમાં એન્ટી બાયોટિક અને એન્ટીવાયરલ એજન્ટ રહેલા છે જે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. જે ત્વચાને હીલ કરવામાં મદદ કરે છે. રોજ સવારે હળદરવાળુ દૂધ પીવું તે ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: