Health Tips : જો એકદમ ટાઈટ બેલ્ટ બાંધો છો તો ધ્યાન રાખો, નહીં તો જીવનભર પસ્તાશો

News18 Gujarati
Updated: March 12, 2020, 11:19 PM IST
Health Tips : જો એકદમ ટાઈટ બેલ્ટ બાંધો છો તો ધ્યાન રાખો, નહીં તો જીવનભર પસ્તાશો
પ્રતિકાત્મક તસવીર

શું તમે જાણો છો કે કમર પર ફીટ બાંધેલા પટ્ટા તમને ઘણા રોગો આપે છે. આપને જણાવીએ કેટલીક મુશ્કેલીઓ વિશે, જે બીમારીઓ બેલ્ટનું પરિણામ છે.

  • Share this:
લાઈફસ્ટાઈલઃ કમર પર એક પટ્ટો બાંધવો એ ઘણીવાર ફેશન હોય છે તો ઘણી વાર જરૂર. જે લોકો કૉલેજમાં અથવા ઓફિસમાં કામ કરે છે તેઓ વિવિધ પ્રકારનાં બેલ્ટ લે છે. પરંતુ શું તમે જાણો છો કે કમર પર ફીટ બાંધેલા પટ્ટા તમને ઘણા રોગો આપે છે. આપને જણાવીએ કેટલીક મુશ્કેલીઓ વિશે, જે બીમારીઓ બેલ્ટનું પરિણામ છે. (health tips)

  • લાંબા સમય સુધી પટ્ટો બાંધી રાખવો એ સૌ પ્રથમ તમારા પાચન પર અસર બતાવે છે. પેટ પર ટાઈટ પટ્ટો બાંધી રાખવો એ તમારી ચેતાને અસર કરે છે, જે પાચન સાથે સંબંધિત છે.


  • પુરુષો માટે ફીટ બાંધેલો બેલ્ટ જોખમી છે. આ પેલ્વિક વિસ્તારમાંથી પસાર થતી નસો પર દબાણ કરે છે અને તેની અસર વીર્યની ગણતરીમાં પણ દેખાય છે. જેનાથી પુરુષોની ફર્ટિલીટીની શક્યતા ઓછી થઈ જાય છે.

  • કમર કે તેની નીચે બેલ્ટ બાંધવો એ શરીરના નીચલા ભાગના સાંધાઓને અસર કરે છે. તેનાથી ઘૂંટણનો દુખાવો અને નસોના ખેંચાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

  • જેઓ લાંબા સમય સુધી અથવા ચુસ્ત બેલ્ટ પહેરે છે અથવા તેમને કમરમાં દુખાવાની તકલીફ છે. તેની અસર પગમાં સોજોના સ્વરૂપે પણ દેખાય છે.કમર પર એકદમ એકદમ ટાઈટ બેલ્ટ બાંઘી રાખવાથી તે ભાગ પર સ્થાયી નિશાન પડી જાય છે. તેવામાં જો તમે નવા ફેશનનાં કપડાં પહેરવા માંગતા હોવ તો તે માર્ક દેખાય છે.

  • પેટના સ્નાયુઓને ભારે અસર થાય છે. જે પેટમાં ગડબડ, એસિડિટીના સ્વરૂપમાં બહાર આવે છે.

  • કમર પર એકદમ એકદમ ટાઈટ બેલ્ટ બાંધવાથી જ નહીં, પરંતુ ટાઈટ કપડા પહેરવાથી પણ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

First published: March 12, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading