Health tips: કેળાની છાલ ત્વચાને બનાવે છે સોફ્ટ અને ગ્લોવિંગ, આ રીતે કરો ઉપયોગ
Health tips: કેળાની છાલ ત્વચાને બનાવે છે સોફ્ટ અને ગ્લોવિંગ, આ રીતે કરો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર
Banana benefits: કેળાની છાલમમાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન બી6, બી 12, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. જે ત્વચાને સોફ્ટ અને ગ્લોવિંગ બનાવવાની સાથે સ્કિનમાંથી ડાઘા અને ડાર્ક સર્કલ્સ પણ દૂર કરે છે.
Health tips: કેળા (Banana) આમ તો આપણે ખાતા જ હોય છીએ અને કેળાની છાલને (Banana peel) કચરા પેટીમાં ફેંકી દઇએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે માત્ર કેળા જ સુંદરતા અને સ્વસ્થ્ય (Beauty and health) જાળવવામાં મદદરૂપ નથી પણ તેની છાલ પણ એટલી જ ફાયદાકારક (Benefits of banana peel) છે. હકીકતમાં કેળાની છાલમમાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન બી6, બી 12, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે. જે ત્વચાને સોફ્ટ અને ગ્લોવિંગ બનાવવાની સાથે સ્કિનમાંથી ડાઘા અને ડાર્ક સર્કલ્સ પણ દૂર કરે છે. તો આવે જાણીએ તેનો ઉપયોગ કઇ રીતે કરવો.
ત્વચાને સોફ્ટ અને ગ્લોવિંગ બનાવવા
ત્વચાને સોફ્ટ અને ગ્લોવિંગ બનાવવા માટે તમે કેળાની છાલના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તે બનાવવા માટે બે કેળાની છાલ લો અને તેને મિક્સરમાં નાખી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં બે ચમચી ઇંડાની સફેદી મિક્સ કરો અને બે ચમચી ગુલાબ જળ મિક્સ કરો. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. બાદમાં તેને ચહેરા અને ડોક પર લગાવો અને 15-20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો.
ખીલ દૂર કરવા
ખીલ દૂર કરવા માટે કેળાની છાલ રોજ તાજી ઉતારો. તેને ટુકડાઓમાં કાપી લો. બાદમાં તેનાથી તમારા ચહેરા પર મસાજ કરો. આ રીતે થોડા દિવસો સુધી કરવાથી ધીમે ધીમે ખીલ દૂર થશે.
ડાર્ક સર્કલ દૂર કરવા
કેળાની તાજી છાલ લો અને તેને નાના ટુકડાઓમાં કાપી લો. તેને તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ પર રાખી થોડી વાર માટે રહેવા દો. આવું સપ્તાહમાં 3 વખત કરો. ડાર્ક સર્કલથી છુટકારો મળશે.
ડાઘા દૂર કરવા
ત્વચા પર એક્ને અને ટેનિંગ સહિત અન્ય ડાઘ-ધબ્બાઓ દૂર કરવા માટે તમે પાકેલા કેળાની છાલ ઉતારો. તેને ગ્રાઇન્ડરમાં નાખી પેસ્ટ બનાવી લો અને તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ડોક પર લગાવો. સુકાઇ જાય ત્યાં સુધી આમ જ રહેવા દો અને બાદમાં સાદા પાણીથી ધોઇ લો. સપ્તાહમાં બે દિવસ આ રીતે કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર