Health Tips: આ 5 વસ્તુઓનું કરો ઘી સાથે સેવન, સ્વાસ્થ્યને થશે બમણા ફાયદા

નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે (પ્રતિકાત્મક તસવીર)

Health Tips : ઘી એક એવું સુપર ફૂડ છે, જે એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. જે બીમારીઓથી બચાવવાની સાથે વજન પણ ઘટતું અટકાવે છે

  • Share this:
ઘી એક એવું સુપર ફૂડ (ghee benefits )છે, જે એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. જે બીમારીઓથી બચાવવાની સાથે વજન પણ ઘટતું અટકાવે છે. ઘીમાં વિટામિન A, વિટામિન E, વિટામિન K-2, કેલ્શિયમ, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન C પ્રચૂર માત્રામાં રહેલા હોય છે. જો તેને અમુક હેલ્થી વસ્તુઓ સાથે લેવામાં આવે, તો આ સુપરફૂડના ફાયદા બમણા થઇ જાય છે. ઘી સાથે આ હેલ્થી વસ્તુઓનું (Health Tips)કોમ્બિનેશન રોગ પ્રતિકારક શક્તિને સ્ટ્રોંગ (immunity)બનાવશે, એનર્જી વધારશે અને હાડકાઓને પણ મજબૂત બનાવશે. તો આવો જાણીએ કઇ હેલ્થી વસ્તુઓ સાથે ઘીનું સેવન કરવાથી ફાયદા થાય છે.

નવશેકા પાણી સાથે

નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે, સાથે જ વજન પણ કંટ્રોલમાં રહે છે. તમે એક ગ્લાસ પાણીને ગરમ કરી તેમાં એક ચમચી ઘી ઉમેરો અને તેને મિક્સ કરીને પીવાથી તેના ફાયદાઓ મેળવી શકો છે.

દૂધ સાથે કરો સેવન

દૂધ સાથે ઘીનું સેવન કરવાથી થાક દૂર થાય છે, સાથે જ ઊંઘ પણ સારી રીતે આવે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી ભેળવો અને તેનું સેવન કરો. દૂધની સાથે ઘીના સેવનથી પાચનશક્તિ પણ સ્વસ્થ રહે છે.

આ પણ વાંચો - દરરોજ તમારે કેટલું પાણી પીવું જોઇએ? જાણો, ક્યાંથી આવી 8 ગ્લાસ પાણીની થીઅરી

દાળ સાથે ઘીનું સેવન

દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. દાળ સાથે જો ઘીનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. તમે ગરમ-ગરમ દાળમાં ઘી ભેળવીને ખાઇ શકો છો. તેનાથી તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ પૂરી થશે.

હળદર અને ઘી

સ્વાસ્થ્ય માટે ઘીની જેમ હળદર પણ ઉપયોગી છે. હળદરમાં રહેલા કરક્યૂમિન એંટી ઇન્ફ્લેમેંટ્રી ગુણોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો ઘીમાં હળદર ભેળવીને સેવન કરવામાં આવે તો શરીરનો સોજો અને દુખાવાઓમાં રાહત મળશે.

ઘી અને તજનું સેવન

ઘીની જેમ જ તજ પણ અનેક ઔષધિય ગુણો ધરાવે છે. તજમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ ગુણો હોય છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને અનેક બીમારીનો ઇલાજ કરે છે. ઘીની સાથે તજનો પાઉડર મિક્સ કરીને ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.
First published: