Home /News /lifestyle /

weight loss: ઝડપથી વજન ઘટાડે છે આ 4 પ્રકારની દાળ, આજે જ સામેલ કરો ડાયટમાં અને ઘટાડો વજન

weight loss: ઝડપથી વજન ઘટાડે છે આ 4 પ્રકારની દાળ, આજે જ સામેલ કરો ડાયટમાં અને ઘટાડો વજન

દાળમાં પ્રોટીન (Protein)અને ફાઈબર (Fiber)ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો, ત્વચા, વાળ વગેરેને સ્વસ્થ રાખે છે

Health Tips - કેટલીક દાળમાં એવા પોષક તત્વો હોય છે, જે ઝડપથી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે

Pulses for weight loss: વજન ઓછું કરવા (weight loss) માટે તમે દરરોજ હેલ્ધી ડાયટ તો લેતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ દાળ (Pulses) ખાવાથી પણ વજન ઓછું કરી શકાય છે. જી હા, કેટલીક દાળમાં એવા પોષક તત્વો હોય છે, જે ઝડપથી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. માત્ર એક વાટકી દાળ પીવાથી તમે શરીરમાં જમા થયેલી ચરબીને (Fat)ઘટાડી શકો છો. વજન ઘટાડવાનો આ સૌથી સરળ રસ્તો છે. દાળ ખાવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. દાળમાં પ્રોટીન (Protein)અને ફાઈબર (Fiber)ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો, ત્વચા, વાળ વગેરેને સ્વસ્થ રાખે છે. દાળમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમારું વજન પણ વધતુ નથી પણ તે ઘટે છે. કઈ કઈ દાળ ખાવાથી વજન ઘટાડી શકાય તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

દાળ ખાવાના છે અનેક સ્વાસ્થ લાભ

જે લોકો નિયમિતપણે તેમના આહારમાં દાળનો સમાવેશ કરે છે, તેમની આંખો સ્વસ્થ રહે છે, સાથે જ તેમને હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, કેન્સર જેવા ગંભીર રોગો થવાનું જોખમ ઘટી જાય છે. દાળ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનું સેવન કરવું જોઈએ.

મગ દાળ ઘટાડશે વજન

જો તમારું વજન વધી ગયું હોય તો તમારે રોજ મગની દાળનુ સેવન કરવું જોઈએ. મગની ફોતરાવાળી દાળ ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મગની દાળ અથવા તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે વધુ પડતું ખાવાનું ટાળો છો.

આ પણ વાંચો - શું તમારા શરીરમાં છે Vitamin Dની ઉણપ? તો આ 7 આહારને કરો તમારા ડાયટમાં સામેલ

ચણાની દાળથી ઝડપથી ઘટાડો વજન

ચણાની દાળ પણ ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક વાટકી ચણાની દાળ ખાવાથી કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમની પૂર્તિ થાય છે. આ દાળ એક સુપરફૂડ છે, જે હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો કરે છે. તેના સેવનથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, જે કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડે છે. આ સાથે બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

તુવેર દાળના સેવનથી વજનમાં થશે ઘટાડો

આ દાળમાં વનસ્પતિ પ્રોટીન ઉપરાંત ફાઈબર, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ અને સારા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમને હ્રદય સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસ હોય તો પણ આ દાળનું સેવન કરવું ફાયદાકારક છે.

મસૂર દાળ ઘટાડે છે બોડી ફેટ

મસૂર દાળ ખાવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. મસૂર દાળની એક વાટકીમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ કરાવે છે અને શરીરમાંથી ફેટ પણ ઘટાડે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જે કોષોને નુકસાન થવા દેતા નથી અને એન્ટી એજિંગમાં મદદરૂપ થાય છે.
First published:

Tags: Health Tips, Lifestyle

આગામી સમાચાર