health tips: દરરોજ 1 ચમચી અળસીના બીજ, તમામ રોગો કરશે દૂર

News18 Gujarati
Updated: March 9, 2020, 10:37 PM IST
health tips: દરરોજ 1 ચમચી અળસીના બીજ, તમામ રોગો કરશે દૂર
ફાઈલ તસવીર

અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અળસીનાં બીજ (alsi seed) ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. (health tips)

બીમારી અનુસાર અળસીનું સેવન-


  •  જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.

  •  દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.

  •  ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
  •  કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.


આ પણ વાંચોઃ-ઉનાળાની ગરમીમાં ખાદ્ય પદાર્થોને સાચવી રાખવા અપનાવો આ Tips

  •  અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.

  •  જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.

  •  રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.

  •  અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.


આ પણ વાંચોઃ-બાળકોને મનપસંદ ગાર્લિક બ્રેડ ઘરે જ બનાવો, ફટાફટ નોંધી લો Recipes

  •  અળસીના બીજમાં રહેલા લીગ્નન્સ એ વાસ્તવમાં વનસ્પતિજન્ય ઇસ્ટ્રોજન છે. જે બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાનો ગુણ ધરાવે છે. આ ફાઈટો ઇસ્ટ્રોજન શરીરના
    ઇસ્ટ્રોજનની જેમ વર્તીને લાભ આપે છે.

  •  અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા તમામ ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે


આટલું ધ્યાન રાખો

  •  અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.

  •  વાટેલા બીજને પંદરેક દિવસમાં વાપરી નાખો જેથી તે ખોરા ના થઈ જાય.

  •  કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.


આ પણ વાંચોઃ-Health tips: વારંવાર ગુસ્સો આવી જાય છે? તો આ ટિપ્સથી ચપટી વગાડતા જ ગુસ્સો થઈ જશે ગાયબ

  •  જેઓ હોર્મોન-થેરપી કરતાં હોય તેઓએ વ્યાવસાયિકના માર્ગદર્શન હેઠળ જ અળસીના બીજ ખાવા જોઈએ.

  •  અળસીના બીજ હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે.

  •  સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીઓએ અળસીના બીજનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.

  •  દવાઓની સાથે અળસીના બીજનું સેવન દવાઓના શોષણ પર વિપરિત અસર કરી શકે છે. તેથી બંનેના સેવન વચ્ચે એકાદ કલાકનો ગાળો રાખો.

  •  રક્તસ્રાવની સમસ્યા ધરાવતાં લોકોએ અળસીના બીજનું સેવન ના કરવું જોઈએ.

First published: March 9, 2020, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading