Home /News /lifestyle /થાઇરોઇડની શરીર પર પડે છે ખતરનાક અસર, 4 ઘરેલું નુસખાઓથી કરો સારવાર
થાઇરોઇડની શરીર પર પડે છે ખતરનાક અસર, 4 ઘરેલું નુસખાઓથી કરો સારવાર
Tips to prevent thyroid: શરીરની અનેક ગતિવિધિઓમાં થાઇરોઇડ હોર્મોનનું એક વિશેષ મહત્વ રહેલું છે. આમ, જો તમને થાઇરોઇડ છે તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે. આ ઉપાયો તમને થાઇરોઇડની તકલીફમાં અનેક રીતે કામમાં આવે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ...
Tips to prevent thyroid: શરીરની અનેક ગતિવિધિઓમાં થાઇરોઇડ હોર્મોનનું એક વિશેષ મહત્વ રહેલું છે. આમ, જો તમને થાઇરોઇડ છે તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે. આ ઉપાયો તમને થાઇરોઇડની તકલીફમાં અનેક રીતે કામમાં આવે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં શરીરમાં હોર્મોન્સનું અનેક ઘણું મહત્વ રહેલું છે. હોર્મોન્સની માત્રા ઓછી થવાને કારણે આ પૂરા શરીરને નિયંત્રિત કરે છે. શરીરમાં કંટ્રોલ અને ર્કોડિનેશનનું કામ હોર્મન્સનું છે. આની થોડી ઉણપ થાય તેમજ માત્રા વધી જાય તો અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે, જેમાંથી થાઇરોઇડ એક છે. થાઇરોઇડ ગરદનની પાસે પતંગિયા આકારીની એક ગ્રંથિ છે જેમાં થાઇરોઇડ હોર્મન રિલીઝ હોય છે. આમ, જો થાઇરોઇડ અસંતુલિત થઇ જાય તો અનેક શારિરિક સમસ્યાઓની સાથે-સાથે માનસિક સમસ્યાઓ પણ થઇ શકે છે. થાઇરોઇડ વજન, હાર્ટ અને ફર્ટિલિટીને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આમ, થાઇરોઇડ શરીરમાં વધ-ઘટ થવાને એની સીધી અસર આ વસ્તુઓ પર પડે છે.
થાઇરોઇડ હોર્મોન વધી જાય તો આને હાઇપર થાઇરોઇડ કહેવામાં આવે છે. જ્યારે ઘટી જાય તો અને હાઇપો થાઇરોઇડ કહેવામાં આવે છે. આ બન્ને સ્થિતિ ખતરનાક છે.
માયો ક્લિનિક અનુસાર શરીરમાં થાઇરોઇડની માત્રા જરૂરિયાત કરતા ઓછી થઇ જાય છે તો ચિંતા કરવાની જરૂર છે. આ સમયે દર્દીઓનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને સાથે ઉદાસ અને દુખી રહે છે. લોકોની સાથે વાત કરવામાં તકલીફ પડે છે. આ સાથે જ મસલ્સ નબળા પડવા લાગે છે.
થાઇરોઇડથી બચવાના ઘરેલું નુસ્ખાઓ
આયોડાઇઝ્ડ સોલ્ટ
હેલ્થલાઇન અનુસાર થાઇરોઇડ ઓછો થવા પર આયોડાઇઝ્ડ સોલ્ટનો ઉપયોગ કરશો નહીં. આ સિવાય સીફૂડ, ડેરી પ્રોડક્ટ્સ, પોલ્ટ્રીથી પણ દૂર રહેવું જોઇએ.
લેમન બામ પણ એક છોડ છે જેનાથી થાઇરોઇડની સારવાર કરી શકાય છે. આ ફુદીનાનું ફૂલનો છોડ હોય છે જે સરળતાથી તમે મેળવી શકો છો.
લેવેન્ડર ઓઇલ
થાઇરોઇડની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લેવેન્ડર ઓઇલનો મસાજ તમારા માટે ફાયદાકારક બની રહે છે. આ સાથે જ સેન્ડલવૂડ એસેન્શિયલ ઓઇલ પણ થાઇરોઇડમાં માનસિક મુશ્કેલીઓમાંથી તમને બચાવવાનું કામ કરે છે.
એક્સેસાઇઝ
જે રીતે અનેક બીમારીઓમાં એક્સેસાઇઝ સાજા થવામાં મદદ કરે છે એમ થાઇરોઇડમાં પણ એક્સેસાઇઝ અનેક રીતે મદદરૂપ બને છે. થાઇરોઇડની સમસ્યામાં એક્સેસાઇઝ સૌથી બેસ્ટ છે. થાઇરોઇડમાં માનસિક સમસ્યાઓથી બચવા માટે મેડિટેશન લાભદાયક છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર