Home /News /lifestyle /N18 Health Special: બાળકોમાં આ લક્ષણો દેખાય તો હોય શકે છે થાયરોઈડ, ભોજન બાબતે રહો સાવધાન

N18 Health Special: બાળકોમાં આ લક્ષણો દેખાય તો હોય શકે છે થાયરોઈડ, ભોજન બાબતે રહો સાવધાન

thyroid

Thyroid: થાઈરોઈડનો રોગી દવાનું સેવન કરે તો કોઈપણ પ્રકારની બેદરકારી ના દાખવવી જોઈએ. કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવાતી તમારા શરીર પર અસર થઈ શકે છે. કોલસ્ટ્રોલ વધી શકે છે, હ્રદય રોગ થઈ શકે છે

થાઈરોઈડમાં કેવા પ્રકારનું ભોજન કરવું જોઈએ? કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તે અંગે બેંગ્લોરની CMI હોસ્પિટલના ક્લિનિકલ ન્યૂટ્રીશન ડાયેટેટીક્સ હેડ એડ્વિના રાજે વિગતવાર જાણકારી આપી છે.

આજના સમયમાં થાઈરોઈડ ગ્રંથિની સમસ્યા રીતે અનેક લોકોમાં જોવા મળે છે. થાઈરોઈડની ગ્રંથિ પતંગિયાના આકારની હોય છે, જે ગરદનના નીચેના ભાગમાં હોય છે. આ ગ્રંથિ એવા હોર્મોન ઉત્પન્ન કરે છે, જે ચયાપચય, વિકસ અને ડેવલપમેન્ટ એક્ટિવિટીઝનો સંચાર કરવામાં મદદ કરે છે. થાઈરોઈડના હોર્મોનમાં અસંતુલન ઉત્પન્ન થાય તો અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. આ પ્રકારની સમસ્યામાં ચયાપચયની પ્રક્રિયામાં સમસ્યા આવવી, વજન વધવું, હાડકાં ગળી જવા અને વાળ ખરવા, હ્રદય રોગની સમસ્યા થવાનું જોખમ, હોર્મોનનું અસંતુલન, સીલિએક રોગ અને ડાયાબિટીસ થાય છે. થાઈરોઈડ યોગ્ય માત્રામાં હોર્મોન ઉત્પન્ન ના થવાને કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

Ms. Edwina Raj, Senior Clinical Dietician, Aster CMI Hospital
(નોંધ: આ લેખમાં લખેલું લખાણ કુમારી. એડવીના રાજ, ક્લિનિકલ ડાયેટિક્સ ન્યુટ્રિશન, એસ્ટર CMI હોસ્પિટલ, બેંગલોરના સૂચનો દ્વારા લખવામાં આવ્યું છે.)


કોઈપણ ઉંમરની વ્યક્તિને હાયપોથાયરાયડિઝ્મ થઈ શકે છે. જન્મેલા શિશુ અને બાળકોને પણ થાઈરોઈડ થઈ શકે છે. જો તમને પણ અંડરએક્ટિવ થાઈરોઈડ છે, તો તમારામાં નીચે મુજબ લક્ષણો જોવા મળી શકે છે.

  • થાક

  • સર્દી

  • કબજિયાત

  • ચહેરા પર સોજો આવવો અને ત્વચા શુષ્ક થવી

  • કોલસ્ટ્રોલમાં વધારો

  • સાંધાનો દુખવો

  • તણાવ અથવા યાદશક્તિ ઓછી થવી


થાઈરોઈડથી પીડિત વ્યક્તિના આહારમાં ફેરફાર કરવામાં મુશ્કેલી રહે છે અને વજન ઓછું કરવામાં પણ મુશ્કેલી થાય છે. હાલમાં પણ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને તમે થાઈરોઈડનું નિદાન કરી શકો છો.

તમારા આહારમાં પોષકતત્વોને સંતુલિત કરીને તમારા ભોજન પર ધ્યાન આપો. જો તમને થાઈરોઈડ છે, તો તમારા આહારમાં જરૂરી પોષકતત્વો સામેલ કરો. જેમ કે, ભોજનમાં આયોડીન, સેલેનિયમ, કેલ્શિયમ અને પ્રોટીન હોવું જરૂરી છે.

થાઈરોઈડને સંતુલિત કરવા માટે કયા ભોજનનું સેવન કરવું જોઈએ તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

સીડ્સ અને નટ્સ

બ્રાઝિલ નટ્સમાં ભરપૂર માત્રામાં સેલેનિયમ અને ઝિંક હોય છે, જે થાઈરોઈડને સંતુલિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત ચિયા સીડ્સ અને કોળાના બીજમાં ભરપૂર ઝિંક હોય છે. તલ અને નટ્સની મદદથી થાઈરોઈડને નિયંત્રિત કરી શકાય છે, ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

બીન્સ અને ફળ

બીન્સ અને ફળ ચયાપચયમાં સુધારો કરવામાં મદદ કરે છે. ઉપરાંત વજન વધતા પણ રોકે છે.

ઈંડા

વજન ઘટાડવથાનું વિચારી રહેલા થાઈરોઈડના દર્દીઓ ઈંડાનું સેવન કરી શકે છે. ઈંડાની મદદથી શરીરને ઝિંક, સેલેનિયમ અને પ્રોટીન પ્રાપ્ત થાય છે. ઉપરાંત વજન પણ ઓછું થાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે.

શાકભાજી

ટમેટા, શિમલા મરચા જેવા શાકભાજીનું સેવન કરવાથી થાઈરોઈડના દર્દીઓનું વજન ઓછું થાય છે. આ શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી, ફાઈબર અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે.

પાણી અને બિનકેફીન પીણાં

વધુ માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. હોર્મોનનું સંતુલન જળવાઈ રહે છે અને વજન વધતા પણ રોકે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

થાઈરોઈડનો રોગી દવાનું સેવન કરે તો કોઈપણ પ્રકારની બેદરકારી ના દાખવવી જોઈએ. કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવાતી તમારા શરીર પર અસર થઈ શકે છે. કોલસ્ટ્રોલ વધી શકે છે, હ્રદય રોગ થઈ શકે છે, ઈન્ફર્ટિલિટીની સમસ્યા અને ઓસ્ટિયોપોરોસિસ થાય છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, થાઈરોઈડના કારણે ડાયાબિટીસ તથા એનીમિયા જેવી બિમારી થાય છે. આ કારણોસર આ થાઈરોઈડનું નિદાન કરવાથી આ તમામ બિમારી થવાથી રોકી શકાય છે.

થાઈરોઈડના દર્દીઓ આરોગ્યપ્રદ આહાર, યોગ તથા શારીરિક એક્ટિવિટી કરે તો તે વધુ લાભકારી છે. આ પ્રકારે કરવાથી શરીરમાં ઓક્સિજનની આપૂર્તિ થાય છે. દારૂનું સેવન અને ધૂમ્રપાન ના કરવું જોઈએ.

આ તમામ બાબતોનું પાલન કરતા પહેલા નિષ્ણાંત અને તમારા ડૉકટરની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો: N18 Health Special: વુમન્સ હેલ્થી વેઇટ ડે: વજન અને સ્વાસ્થ્ય બંનેની જાળવણી માટે આ ભૂલો ક્યારેય ન કરતાં

ચા અને કોફીનું સેવન કર્યા બાદ સોયા, પપૈયું, દ્રાક્ષ અને ફાઈબર તથા કેલ્શિયમયુક્ત ભોજનનું સેવન ના કરવું જોઈએ. ડબ્બામાં પેક હોય તેવા ભોજનનું સેવન કરતા પહેલા તેનું લેબલ એકવાર વાંચી લેવું. આ ભોજનમાં આયોડીનયુક્ત મીઠું, બાજરીને સામેલ કરો. બિન આયોડીનયુક્ત મીઠાનું સેવન ના કરો. વજન ઓછું કરવા માટે જે ક્રોમિયમ પિકોલિનેટ યુક્ત પોષક તત્વોનું સેવન કરવાથી થાઈરોઈડનું દવાનું અવશોષણ થઈ શકતું નથી. જે ખાદ્ય પદાર્થમાં ગોઈટ્રોજેન (કોબીજ, ફૂલાવર, બ્રોકોલી, કેળા, બાજરા, કસાવા, મગફળીનું તેલ) હોય તેનું ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

" isDesktop="true" id="1339752" >

(નોંધ: આ લેખમાં લખેલું લખાણ કુમારી. એડવીના રાજ, ક્લિનિકલ ડાયેટિક્સ ન્યુટ્રિશન, એસ્ટર CMI હોસ્પિટલ, બેંગલોરના સૂચનો દ્વારા લખવામાં આવ્યું છે.)
First published:

Tags: Health care, Thyroid, Thyroid Symptoms

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો