Home /News /lifestyle /શિયાળામાં રાત્રે ઊંઘતા પહેલા રોજ ખાઓ આ 3 વસ્તુઓ, માંસપેશિઓને આરામ મળે છે

શિયાળામાં રાત્રે ઊંઘતા પહેલા રોજ ખાઓ આ 3 વસ્તુઓ, માંસપેશિઓને આરામ મળે છે

શિયાળામાં હેલ્ધી રહો

Superfoods best for winter: શિયાળામાં હેલ્ધી રહેવા અનેક નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શિયાળો એક એવી મસ્ત સિઝન છે જેમાં ખાવા-પીવાની બહુ જ મજા આવે છે. આ સિઝનમાં વજન બહુ જલદી વધી જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વ્યક્તિની ખરાબ આદતની અસર સ્વાસ્થ્ય પર સીધી રીતે પડે છે. સમય પર ઊંઘ અને સારું ડાયટ ફોલો કરવાથી હેલ્થ સારી રહે છે અને સાથે તમે અનેક બીમારીઓથી દૂર રહો છો. ફિઝિકલ ફિટ રહેવાની સાથે-સાથે મેન્ટલી ફિટ રહેવું પણ ખૂબ જરૂરી છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રાત્રે ઊંઘ સારી આવે છે અને સાથે આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે. ઊંઘ પૂરી થઇ જાય તો તમે બીજા દિવસે રિલેક્સ થઇ જાવો છો. આ સાથે જ નવી ઉર્જાથી બીજા દિવસની શરૂઆત થાય છે. તો જાણો તમે પણ એવી ત્રણ વસ્તુઓ વિશે જે તમે રેગ્યુલર શિયાળામાં ખાઓ છો તો તમે હેલ્ધી રહો છો અને સાથે-સાથે સ્વાસ્થ્યને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

    આ પણ વાંચો: આ સ્ક્રબથી મિનિટોમાં ગાયબ થઇ જાય છે ડેડ સ્કિન

    એક ગ્લાસ દૂધ


    હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રે ઊંઘતા પહેલા રોજ એક ગ્લાસ દૂધ પીવું જોઇએ. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયોડિન સહિતના અનેક પ્રકારના વિટામીન્સ હોય છે જેનાથી આપણાં શરીરને સૌથી મોટો ફાયદો થાય છે. શિયાળામાં એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી માંસપેશિઓ અને શરીરને આરામ મળે છે. જો તમે ઇચ્છો છો તો દૂધમાં હળદર પણ નાંખી શકો છો. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

    બદામ


    તમે રાત્રે બદામ ખાઇને પણ ઊંઘી શકો છો. બદામમાં હેલ્ધી ફેટ, એમીનો એસિડ અને મેગ્નેશિયમ જેવા ગુણકારી તત્વો હોય છે જે ખાવાથી પર્યાપ્ત માત્રામાં સારી ઊંઘ આવે છે. બદામમાં રહેલું એમીનો એસિડ આપણી સ્કિન અને હેર માટે સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: આ સમયે સ્કિન પર લગાવો બેબી ઓઇલ

    આપણું શરીર જ્યારે સ્લિપ મોડ પર હોય ત્યારે એમિનો એસિડ સ્કિન અને વાળને પોષણ આપવાનું કામ કરે છે. ઘણાં લોકોને રોજ બદામ ખાવાની આદત હોય છે. આ સાથે જ ઘણાં લોકો રાત્રે બદામ પલાળતા હોય છે અને સવારમાં ખાતા હોય છે.


    કેળા


    દરેક લોકોએ બ્રેક ફાસ્ટમાં કેળા ખાવા જોઇએ. કેળા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોય છે જે ટ્રિપ્ટોફેન બનાવવામાં મદદ કરે છે. કેળા ખાવાથી ઊંઘ સારી આવે છે. તમને રાત્રે ઊંઘ આવતી નથી તો તમે રોજ એક કેળુ ખાવાની આદત પાડો. કેળામાં મેગ્નેશિયમની માત્રા સારી હોય છે જે માંસપેશિઓ અને નસોને રિલેક્સ કરવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy, Life style

    विज्ञापन
    विज्ञापन