Home /News /lifestyle /આ વિટામીનની ઉણપને કારણે હોઠ ફાટી જાય છે, લિપ બામ નહીં આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો
આ વિટામીનની ઉણપને કારણે હોઠ ફાટી જાય છે, લિપ બામ નહીં આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો
આ કારણે હોઠ ફાટે છે
Vitamin b12 chapped lips: વિટામીન બી 12ની ઉણપને કારણે શરીરમાં અનેક નાની-મોટી તકલીફો થતી હોય છે. વિટામીનની આ ઉણપને કારણે હેલ્થને અનેક ઘણું નુકસાન પણ થાય છે. આ માટે શરીરમાં પૂરતા વિટામીન્સ હોય એ ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મારા હોઠ હંમેશા કેમ ફાટી જાય છે? આ સવાલ અનેક લોકોને મનમાં થતો હોય છે. હોઠ ફાટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ફાટેલા હોઠને કોમળ બનાવવા માટે લોકો પેટ્રોલિયમ જેલી, લિમ બામ જેવી અનેક વસ્તુઓ લગાવતા હોય છે. આ વસ્તુઓ લગાવીને હોઠને નરમ અને સોફ્ટ બનાવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે? આ વિશે તમારે જાણવું ખૂબ જરૂરી છે. શરીરમાં હાઇડ્રેશન એટલે પાણીની ઉણપને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે કેટલાક વિટામીનની ઉણપને કારણે પણ તમારા હોઠ વારંવાર ફાટી જાય છે. તો જાણો કયા વિટામીનની ઉણપને કારણે તમારા હોઠ ફાટી જાય છે.
તમને જાણીને નવાઇ લાગશે કે વિટામીન બી 12ની ઉણપ તમારા શરીરમાં હોય તો તમારા હોઠ વારંવાર ફાટી જાય છે. વિટામીન બી 12ની ઉણપ તમારા હોઠ ફાટવા પાછળ જવાબદાર હોય છે.
આ સિઝનમાં હોઠ ફાટવાની સમસ્યા વધારે રહેતી હોય છે, જેને મેડિકલ ટર્મમાં Angular cheilitis કહેવામાં આવે છે જેમાં હોઠની ગંભીર અને થોડી ખરાબ હાલત જોવા મળે છે. આમાં તમારા હોઠની સાઇડમાં સ્કિનમાં ઘા પડ્યા હોય એવું મહેસુસ થાય છે.
હોઠ ફાટવા પાછળ જિંક અને વિટામીન એ પણ જવાબદાર હોઇ શકે છે. આ સિવાય શરીરમાં પાણીની ઉણપને કારણે પણ હોઠ ફાટતા હોય છે. આ માટે એવી વસ્તુઓથી બચો જે તમારા હોઠને નુકસાન કરે છે.
વિટામીન બી 12ની ઉણપને દૂર કરો
વિટામીન બી 12ની ઉણપ દૂર કરવા માટે તમારે કેટલાક ફૂડ્સનું સેવન કરવુ બહુ જરૂરી છે, જેમ કે માછલી, દૂધ, ડેરી ઉત્પાદકો, ઇંડા વગેરે...આ સિવાય તમારે ડોક્ટરની સલાહ લઇને આ ઉણપને પૂરી કરવી જોઇએ.
ઘણાં લોકોને વિટામીન બી 12ની ઉણપને પૂરી કરવા માટે ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. વિટામીન બી 12ની ઉણપથી શરીરને અનેક રીતે નુકસાન થાય છે. આ માટે તમને શરીરમાં કોઇ પણ તકલીફ લાગે છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર