Home /News /lifestyle /બ્રેસ્ટ સાથે આવું કરવાની આદત હોય તો છોડી દો આજે જ, મોટાભાગની છોકરીઓ આ ભૂલો કરે છે

બ્રેસ્ટ સાથે આવું કરવાની આદત હોય તો છોડી દો આજે જ, મોટાભાગની છોકરીઓ આ ભૂલો કરે છે

બ્રેસ્ટનું ધ્યાન રાખો

health tips: છોકરીઓને પોતાની બ્રેસ્ટને લઇને અનેક ઘણાં સવાલો મનમાં ચાલતા હોય છે. આ સાથે જ વાત કરવામાં આવે તો મોટાભાગની છોકરીઓ પોતાની બ્રેસ્ટ સાથે આવું બધુ કરતી હોય છે. જો તમે પણ આમાંના એક છો તો આ આદત બદલવી જોઇએ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેસ્ટ શરીરમાં એક મહત્વનો પાર્ટ છે. મહિલાઓને બ્રેસ્ટને લઇને અનેક ઘણાં પ્રશ્નો મનમાં થતા હોય છે. કોઇને સાઇઝને લઇને પ્રશ્ન થાય તો કોઇને શેપને લઇને હંમેશા પ્રશ્ન થતો હોય છે. જો કે આ વિશે વાંચીને તમને પણ નવાઇ લાગશે પરંતુ તમને એક વાત જણાવી દઇકે ક્યારે પણ છોકરીઓએ બ્રેસ્ટની સાથે આવું કરવુ જોઇએ નહીં. સામાન્ય રીતે આપણે આપણાં નાજુક અંગો પર પૂરતું ધ્યાન આપતા નથી જેના કારણે સમય જતા અનેક મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. આ સાથે જ આપણે બ્રેસ્ટને લઇને એવી ભૂલો કરી બેસીએ છીએ જે આપણને ભવિષ્યમાં મોટી તકલીફમાં મુકી શકે છે. તો જાણો બ્રેસ્ટ સાથે કઇ વસ્તુઓ કરવાથી બચવુ જોઇએ.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો

    ઓબ્સટેટ્રિશયન-ગાયનેકોલોજિસ્ટ, ઇનફર્ટિલિટી સ્પેશયાલિસ્ટ ડોક્ટર તનુશ્રી પાંડે પડગાંવકરે એમના ઇન્સ્ટા એકાઉન્ટ પર આ ટાઇપની વાતો શેર કરી છે. એમને એક રીલ બનાવીને મહિલાઓને બ્રેસ્ટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી કેવી રીતે તકલીફમાં ના મુકાવવુ જોઇએ એ વિશે વાત કરી છે.

    બ્રેસ્ટ સાઇઝને લઇને હેરાન ના થશો


    બ્રેસ્ટ અલગ-અલગ શેપમાં અને સાઇઝમાં હોઇ શકે છે. એક બ્રેસ્ટનું કદ નાનુ અને મોટુ હોઇ શકે છે. તનુશ્રીના જણાવ્યા અનુસાર ઘણી વાર આપણે બ્રેસ્ટને લઇને બહુ જ કોન્શિયસ હોઇએ છીએ. આ સાથે જ એને લઇને અનેક ઘણાં વિચારો મનમાં ચાલતા હોય છે, પરંતુ આપણે આમાંથી બહાર આવવાની જરૂર છે. ડોક્ટર જણાવે છે કે તમને તમારી બ્રેસ્ટ સાઇઝને લઇને વિશ્વાસ હોવો જોઇએ કે એ બરાબર છે.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારવાના આ ઘરગથ્થુ ઉપાય છે બેસ્ટ

    દર મહિને બ્રેસ્ટ એગ્જામ જરૂરી


    બ્રેસ્ટ એગ્ઝામ કરાવવું બહુ જરૂરી છે. આ વસ્તુ દર મહિને કરવી જોઇએ. આવું એ માટે કારણકે બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના લક્ષણમાં તમને સરળતાથી સેલ્ફ બ્રેસ્ટ એગ્જામ પરથી જાણી શકાય છે.


    બ્રાની સાઇઝ પરફેક્ટ હોય


    તમે બ્રાની સાઇઝ પરફેક્ટ પહેરતા નથી તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. દરેક લોકોએ પોતાની બ્રેસ્ટને સાઇઝને અનુરૂપ બ્રા પહેરવી જોઇએ. વધારે ઢીલી અને ટાઇટ બ્રા પહેરવાથી બ્રેસ્ટ મસલ્સમાં તકલીફ થઇ શકે છે. આ માટે હંમેશા સાચી સાઇઝની પસંદગી કરો અને પછી પહેરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Breast cancer, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन