Home /News /lifestyle /30 વર્ષની ઉંમરનો આંકડો વટાવી ચૂકેલી મહિલાઓ માટે જરૂરી છે આ 4 ટેસ્ટ, જાણી લો તમે પણ

30 વર્ષની ઉંમરનો આંકડો વટાવી ચૂકેલી મહિલાઓ માટે જરૂરી છે આ 4 ટેસ્ટ, જાણી લો તમે પણ

દર વર્ષે મહિલાઓ કરાવો આ ટેસ્ટ

Tests for women: દરેક મહિલાઓએ પોતાની હેલ્થનું ધ્યાન અનેક રીતે રાખવુ જોઇએ. મહિલાઓમાં દિવસેને દિવસે થાઇરોઇડ, બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓ વધતી જાય છે. આ માટે વ્યસ્ત લાઇફની વચ્ચે મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ઘર, પરિવાર અને નોકરી વગેરે જેવી મોટી જવાબદારીઓ મહિલાઓ નિભાવતી હોય છે. એક મહિલા આજના જમાનામાં શું ના કરી શકે એ મોટો પ્રશ્ન છે. સતત વ્યસ્ત રહેવાને કારણે મહિલાઓ પોતાના માટે સમય કાઢી શકતી નથી. આ સાથે પૂરતી ઊંઘ પણ લઇ શકતી નથી. જો કે આનો અર્થ એ નથી કે તમે હેલ્ધી નથી. કામની સાથે-સાથે મહિલાઓએ પોતાની પર ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. હેલ્ધી રહેવુ મુશ્કેલ નથી પરંતુ આની માટે થોડી મહેનત કરવાની જરૂર હોય છે.

આ માટે સૌથી પહેલા ડેઇલી રૂટિનની સાથે સમય-સમય પર ચેક અપ કરાવતા રહો. હેલ્થ સાથે જોડાયેલા જાણકારો અનુસાર દરેક મહિલાઓએ દર વર્ષે આ 5 પ્રકારના ટેસ્ટ કરાવવા જોઇએ. આ ટેસ્ટ પરથી તમને અનેક વસ્તુઓની જાણ થઇ જાય છે અને તમને હેલ્ધી રહેવામાં મદદ મળે છે. 30 વર્ષની ઉંમર પછી આ ટેસ્ટ કરાવવાથી તમે મોટી તકલીફમાં મુકાતા નથી.

આ પણ વાંચો:શિયાળામાં રોજ સવારે આ સમયે ખાઓ સ્ટ્રોબેરી

મહિલાઓએ દર વર્ષે આ ટેસ્ટ કરાવવા જોઇએ


મેડલાઇન પ્લસ અનુસાર તમને લાગે છે કે તમારી હેલ્થ સારી છે તો પણ તમારે નિયમિત ચેક અપ કરાવતા રહેવું જોઇએ જેથી કરીને તમે ભવિષ્યમાં કોઇ મોટી સમસ્યામાં પીડાવો નહીં.

બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ


બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગમાં ક્લીનિકલ એગ્ઝામ અને સ્ક્રીનિંગ મેમોગ્રામસનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ દરેક મહિલાઓએ દર વર્ષે કરાવવો જોઇએ. ખાસ કરીને તમારી ફેમિલી હિસ્ટ્રીમાં કોઇને આ ટાઇપનું કેન્સર છે તો તમારે દર વર્ષે ભૂલ્યા વગર આ ચેક કરાવી લેવું જોઇએ.

આ પણ વાંચો: આ લોકોએ ક્યારે મગની દાળનું સેવન ના કરવુ જોઇએ

બોન ડેન્સિટી ટેસ્ટ


બોન ડેન્સિટી ટેસ્ટમાં હિપ્સ, સ્પાઇન અને બોન્સની ડેન્સિટીને માપવામાં આવે છે. મહિલાઓ માટે આ ટેસ્ટ દર વર્ષે કરાવવો જોઇએ કારણકે એક ઉંમર પછી મહિલાઓની બોન ડેન્સિટી ઓછી થવા લાગે છે.

આઇ એગ્જામ ટેસ્ટ


તમે કોન્ટેક્ટ લેન્સ કે ગ્લોસીઝ પહેરવા ઇચ્છો છો તો તમારે વિઝન સ્ક્રીનિંગ કરાવવુ જોઇએ. આમ, જો તમને આંખ સંબંધિત સમસ્યાઓ છો તમારે આ ટેસ્ટ રેગ્યુલર કરાવવો જોઇએ. આ ટેસ્ટ કરાવવાથી તમને અનેક નાની-મોટી વસ્તુઓની જાણ થાય છે.


થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ


થાઇરોઇડના કેસ મહિલાઓમાં ઝડપથી વધવા લાગ્યા છે. આ માટે દર વર્ષે મહિલાઓએ થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઇએ જેથી કરીને એની ટ્રિટમેન્ટ શરૂ થઇ જાય.
First published:

Tags: Health care tips, Life style, Thyroid

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો