Home /News /lifestyle /થોડુ કામ કરીને થાકી જાવો છો? ઊંઘતી વખતે પગ દુખે છે? તો સવારમાં ઉઠીને ખાઓ આ સુપર ફૂડ્સ
થોડુ કામ કરીને થાકી જાવો છો? ઊંઘતી વખતે પગ દુખે છે? તો સવારમાં ઉઠીને ખાઓ આ સુપર ફૂડ્સ
ડોક્ટર પણ ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે.
Health care tips: અનેક લોકો થોડુ કામ કરે અને થાકી જતા હોય છે. આમ, જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે રોજ સવારમાં ઉઠ્યા પછી આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. આ વસ્તુ તમે રોજ ખાઓ છો તો હેલ્થને અનેક ફાયદો થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાની હેલ્થ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આમ, સ્વાસ્થ્યની કેર ના કરી શકવાને કારણે અનેક બીમારીઓમાં તમે જલદી સપડાઇ શકો છો. આ માટે જરૂરી છે કે ડાયટથી લઇને અનેક બાબતો પર પૂરતું ધ્યાન આપવું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક લોકો ફટાફટ ઓફિસ જવાની ઉતાવળમાં તેમજ ઘરનું કામ કરવામાં સવારનો નાસ્તો સ્કિપ કરતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
સવારનો નાસ્તો કોઇ પણ વ્યક્તિએ ક્યારે પણ સ્કિપ કરવો જોઇએ નહીં. આ સાથે જ તમે થોડુ કામ કરો અને થાકી જાવો છો તેમજ શરીરમાં એનર્જી રહેતી નથી તો સવારમાં ઉઠો અને બ્રશ કર્યા પછી તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. આ વસ્તુ તમને એનર્જીથી ભરપૂર રાખવાનું કામ કરે છે.
બદામ ખાઓ
દિવસની શરૂઆત તમે બદામ ખાઇને કરો છો તો હેલ્થ મસ્ત રહે છે. આ સાથે જ તમે બીમાર પણ ઓછા પડો છો. બદામમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે તમને એનર્જીથી ભરપૂર રાખવાનું કામ કરે છે. બદામ ખાવાથી અપચા અને કબજીયાતની તકલીફ દૂર થાય છે.
દેખાવમાં નાના દેખાતા ચિયા સિડ્સ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ચીયા સિડ્સમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. ચિયા સીડ્સમાં ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયરન અને વિટામીન બીથી ભરપૂર હોય છે. એક ચમચી ચીયા સિડ્સને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારમાં પી લો. આમ કરવાથી આખો દિવસ એનર્જી રહે છે અને થાક પણ લાગતો નથી.
ખજૂર
દિવસની શરૂઆત તમે બે ખજૂર ખાઇને કરો છો તો સૌથી બેસ્ટ છે. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચન તંત્રને મજબૂત રાખવાનું કામ કરે છે. તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે ખજૂર ખાવાનું શરૂ કરી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર